વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો એક દાન પેટીમાંથી પૈસા કાઢીને બોરીઓમાં ભરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયાના કેટલાક યુઝર્સ આ વીડિયોને વાયરલ કરીને દાવો કરી રહ્યા છે કે શિરડી સાંઈ સંસ્થાનમાં આવતા પૈસા મુસ્લિમ બોર્ડ કાઢે છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની વિસ્તારથી તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ફેક છે. આ વીડિયો શિરડી સાંઈ ધામનો નથી, પરંતુ બાંગ્લાદેશનો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ સાંપ્રદાયિકતા ફેલાવવા માટે બાંગ્લાદેશના વીડિયોને વાયરલ કરી રહ્યા છે.
ફેસબુક યુઝર રાજુ પટેલ (આર્કાઇવ)એ વાયરલ વીડિયોને શેર કર્યો અને આ વીડિયો શિરડી સાંઈ ધામનો હોવાનો દાવો કર્યો.
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
શિરડીના નામે વાયરલ થયેલા વીડિયોની તપાસ માટે અમે સૌથી પહેલા આ વીડિયોને ધ્યાનથી જોયો. 19 મિનિટના માર્ક પર દાન પેટીની અંદર રાખવામાં આવેલી નોટોને જોઈ શકાય છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ નોટો ભારતીય કરન્સીની નથી.
તપાસને આગળ વધારતા વીડિયોમાંથી નોટના ભાગને કાપીને ગૂગલ રિવર્સ ઇમેજ પર સર્ચ કરવામાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે, આ નોટો બાંગ્લાદેશી કરન્સી છે.
અહીંથી અમને આ વીડિયો બાંગ્લાદેશનો હોવાની શંકા થઈ. કીવર્ડ સર્ચ કરવા પર અમને આ વીડિયો ‘কিশোরগঞ্জ ভিউস’(કિશોરગંજના દ્રશ્યો) નામના એક ફેસબુક પેજ પર મળ્યો. આ પેજ બાંગ્લાદેશથી ચલાવવામાં આવે છે. પેજના 28,798 ફોલોઅર્સ છે. આ પેજ પર એક નંબર પણ આપવામાં આવ્યો છે. ફોન કરવા પર અમારી વાત મોહમ્મદ યુનિસ સાથે થઈ. તેમણે પુષ્ટિ કરી કે, આ વીડિયો બાંગ્લાદેશમાં આવેલ કિશોરગંજ પગલા મસ્જિદનો છે.
અમને આ વીડિયો બાંગ્લાદેશના જાણીતા ન્યૂઝ પોર્ટલ જાગો ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. સાથે લખ્યું હતું કે “પગલા મસ્જિદની દાન પેટીમાં રેકોર્ડ 55 લાખ મળ્યા.”
તપાસના અંતે પોસ્ટને વાયરલ કરનાર યુઝર રાજુ પટેલની તપાસ કરવામાં આવી હતી. પ્રોફાઈલ પર આપવામાં આવેલી માહિતી મુજબ, યુઝરના 4000થી વધુ ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે દાન પેટીમાંથી પૈસા કાઢતા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો શિરડી ધામનો નહીં બાંગ્લાદેશના કિશોરગંજ શહેરની પગલા મસ્જિદનો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923