નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). દેશના ઘણા ભાગોમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. હવે એક વીડિયોને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદમાં પંતગની સાથે એક બાળકી ઉડી ગઈ. વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. વાસ્તવમાં તાઈવાનના એક જૂના વીડિયોને સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ ગુજરાતનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. તાઈવાનમાં આ ઘટના ઓગસ્ટ 2020માં બની હતી. તેને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી.
ફેસબુક યુઝર અહીર વાણીએ 15 ઓગસ્ટના રોજ એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, “અમદાવાદમાં પંતગની સાથે ઉડી ગઈ બાળકી..”
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. તેને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
વિશ્વાસ ન્યૂઝે તપાસની શરૂઆત વાયરલ પોસ્ટમાં આવેલી કોમેન્ટને સ્કેન કરીને કરી. અહીં ઘણા યુઝરે કોમેન્ટ કરીને જણાવ્યું છે કે વાયરલ વીડિયો ભારતનો નથી. આ ઘણો જૂનો વીડિયો છે. તપાસને આગળ વધારતા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો. ગૂગલમાં સંબંધિત કીવર્ડ ટાઈપ કરીને અંગ્રેજીમાં સર્ચ કર્યું. સર્ચ દરમિયાન રાયટર્સની વેબસાઈટ પર એક સમાચાર મળ્યા. 31 ઓગસ્ટ 2020ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે તાઈવાનમાં કાઈટ ફેસ્ટિવલ દરમિયાન ત્રણ વર્ષની એક બાળકી પતંગ સાથે ફસાઈ ગઈ હતી અને 100 ફૂટ કરતા વધારે ઊંચાઈ પર પહોંચી ગઈ હતી. મેદાનમાં હાજર લોકોએ પતંગને નીચે ઉતારીને બાળકીને બચાવી હતી. સંપૂર્ણ સમાચાર અહીં વાંચી શકાય છે.
તપાસ દરમિયાન અસલ વીડિયો અમને ધ સ્ટાર નામની યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. 2 વર્ષ પહેલા એટલે કે 31 ઓગસ્ટ 2020ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોને લઈને કહેવામાં આવ્યું હતું કે Hsinchu સિટીમાં કાઈટ ફેસ્ટિવલ દરમિયાન આ દુર્ઘટના બની હતી.
આ વીડિયો તે સમયે ઘણા ટ્વિટર હેન્ડલ્સ પર પણ શેર કરવામાં આવ્યો હતો. અમને 30 ઓગસ્ટ 2020ના રોજ અપલોડ કરવામાં આવેલો આ વીડિયો મળ્યો. આમાં પણ તે તાઇવાનનો હોવાનું જણાવાયું હતું.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળના તબક્કામાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત નેમાનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયો શેર કર્યો. તેમણે કહ્યું કે ગુજરાતમાં આવી કોઈ ઘટના બની નથી. આ વીડિયો ગુજરાતના નામે આ પહેલા પણ ઘણી વખત વાયરલ થઈ ચૂક્યો છે.
તપાસના અંતે તાઈવાનનો જૂનો વીડિયો અમદાવાદનો જણાવીને વાયરલ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે યુઝર યુપીના લખનઉનો રહેવાસી છે. તેના એકાઉન્ટને ચાર હજારથી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. પતંગની સાથે ઉડતી ત્રણ વર્ષની બાળકીના જે વીડિયોને અમદાવાદના નામે વાયરલ કરાયો હતો, તે ઘટના તાઈવાનમાં બની હતી. ઓગસ્ટ 2020માં તાઈવાનના એક કાઈટ ફેસ્ટિવલમાં આ દુર્ઘટના બની હતી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923