Fact Check : ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રની ટ્વિટરના CEO તરીકે નથી કરાઈ પસંદગી, વાયરલ દાવો ખોટો
- By: Pragya Shukla
- Published: Jan 13, 2023 at 05:16 PM
(નવી દિલ્હી, વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ટ્વિટરને લઈને એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જૉન ટ્રમ્પ જુનિયર ટ્વિટરના નવા સીઈઓ બનશે. એલોન મસ્કે ટ્વિટરના CEOનું પદ છોડી દીધું છે અને આ પદ માટે ડોનાલ્ડ જૉન ટ્રમ્પ જુનિયરની પસંદગી કરી છે.
વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ પોસ્ટની તપાસ કરી છે, જેમાં આ ખોટા સમાચાર હોવાનું સાબિત થયું છે. ડોનાલ્ડ જૉન ટ્રમ્પ જુનિયરને Twitterના નવા CEO તરીકે પસંદ કરવામાં આવ્યા નથી. તેમણે પોતે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. ધ સ્મેટરિંગ ન્યૂઝ નામની એક વ્યંગાત્મક વેબસાઈટે આ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, ત્યારબાદ લોકોએ આ સમાચારને સાચા માનીને શેર કરવાનું શરૂ કર્યું હતું.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર એસ.ટી. માને વાયરલ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, બ્રેકિંગ: એલોન મસ્કના પદ છોડ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરને ટ્વિટરના નવા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. આ દરમિયાન અમને આ દાવા અંગે કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ મળ્યો નથી.
તપાસને આગળ વધારતા અમે એલોન મસ્કના ટ્વિટર એકાઉન્ટમાં શોધવાનું શરૂ કર્યું, પરંતુ અહીં પણ અમને વાયરલ દાવા સંબંધિત કોઈ માહિતી મળી ન હતી. પછી અમે ડોનાલ્ડ જૉન ટ્રમ્પ જુનિયરના ટ્વિટર એકાઉન્ટને તપાસવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને વાયરલ દાવા સાથે સંબંધિત 22 ડિસેમ્બર 2022નું એક ટ્વિટ મળ્યું. તેમણે એક રિપોર્ટને શેર કરતા આ વાયરલ દાવાને ફેક ગણાવ્યો છે.
તપાસ દરમિયાન અમને વાયરલ દાવા સાથે સંબંધિત 19 ડિસેમ્બરે પ્રકાશિત એક રિપોર્ટ ધ સ્મૈટરિંગ ન્યૂઝ નામની એક વેબસાઇટ પર મળી. વેબસાઇટને તપાસ્યા પછી અમને જાણવા મળ્યું કે તે એક વ્યંગ્ય વેબ પોર્ટલ છે. આ વેબસાઈટ પર પ્રકાશિત તમામ સમાચાર અને રિપોર્ટ માત્ર મનોરંજનના હેતુથી લખવામાં આવ્યા છે.
વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણના બિઝનેસ પત્રકાર મનોજ કુમારનો સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું, “વાઈરલ દાવો ખોટો છે.”
એલોન મસ્કે 19 ડિસેમ્બર, 2022ના એક પોલ કરીને લોકોને પૂછ્યું હતું કે શું તેમણે ટ્વિટરના હેડનું પદ છોડી દેવું જોઈએ, જેના પર 57.5 ટકા લોકોએ હા જવાબ આપ્યો. આ પછી જ તેમણે કહ્યું હતું કે આ પદ માટે કોઈ વ્યક્તિ મળી જશે, ત્યારે તેઓ આ પદ છોડી દેશે. ત્યારથી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના સમાચાર વાયરલ થવા લાગ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસના અંતિમ તબક્કામાં આ વાયરલ પોસ્ટ શેર કરનાર પ્રોફાઇલની પૃષ્ઠભૂમિની તપાસ કરી. અમને જાણવા મળ્યું છે કે યુઝરે તેની પ્રોફાઇલ પર કોઈ પર્સનલ માહિતી શેર કરી નથી.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી અને જાણવા મળ્યું કે ડોનાલ્ડ જૉન ટ્રમ્પ જુનિયરને Twitterના નવા CEO તરીકે પસંદ કરવામાં આવ્યા નથી. તેમણે પોતે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. ધ સ્મેટરિંગ ન્યૂઝ નામની એક વ્યંગાત્મક વેબસાઈટે આ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, ત્યારબાદ લોકોએ આ સમાચારને સાચા માનીને શેર કરવાનું શરૂ કર્યું હતું.
- Claim Review : ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્વિટરના સીઈઓ તરીકે ચૂંટાયા
- Claimed By : એસ. ટી. માન
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.