Fact Check: બિલ ગેટ્સને લઈને વાયરલ થઈ ફેક પોસ્ટ, તસવીર સાથે કરાઈ છેડછાડ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): અમેરિકન અરબપતિ અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાં તેમની એક કથિત તસવીરનો ઉપયોગ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે બિલ ગેટ્સની અમેરિકી ફેડરલ માર્શલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમને ગ્વાન્ટાનામો ખાતે કેદ કરવામાં આવ્યા છે. તેમના પર માનવતા વિરુદ્ધ યુદ્ધ અપરાધો (war crime against humanity)નો આરોપ છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. પોસ્ટ ફેક સાબિત થઈ. બિલ ગેટ્સ વિરુદ્ધ દુષ્પ્રચારના હેતુથી આવી ફેક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર Ioannis Demertzis Demobએ 17 જુલાઈના રોજ એક પોસ્ટ કરી. તસવીરમાં બિલ ગેટ્સના હાથ-પગ બાંધેલા જોઈ શકાય છે. તસવીરની ઉપર અંગ્રેજીમાં લખેલું છે કે, Bill gates arrested by US federal marshals, being held under armed watch at guantanamo bay, charged with war crime against humanity

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

બિલ ગેટ્સ સાથે જોડાયેલી વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વોશિંગ્ટન પોસ્ટની વેબસાઈટ પર સર્ચ કરવાનું શરૂ કર્યું, કારણ કે વાયરલ પોસ્ટમાં આ અખબારનો ઉલ્લેખ હતો. વેબસાઈટ પર બિલ ગેટ્સની ધરપકડ સંબંધિત કોઈ સમાચાર મળ્યા નથી.

તપાસને આગળ વધારતા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો. અહીં પણ અમને એવા કોઈ સમાચાર નથી મળ્યા, જેમાં બિલ ગેટ્સની ધરપકડ કરવાની વાત કહેવામાં આવી હોય.

વિશ્વાસ ન્યૂઝે તપાસના આગળના તબક્કામાં વાયરલ તસવીર વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ ટૂલ દ્વારા સર્ચ કરવા પર અમને એક વીડિયો મળ્યો. 25 ઑગસ્ટ 2016ના રોજ અપલોડ કરવામાં આવેલો આ વીડિયો ડેથ પેનલ્ટીને લઈને હતો. આ વીડિયોમાં દેખાતા ફૂટેજ અને વાયરલ તસવીર વચ્ચે ઘણી સમાનતાઓ હતી. કપડાંથી લઈને હાથ-પગ બાંધવાની સ્ટાઈલ અને ફોટોમાં દેખાતી વ્યક્તિના પગમાં પણ ઘણી સમાનતાઓ હતી. વીડિયોના 8:14 મિનિટે, અમને તે જ ફૂટેજ જોવા મળી, જેને એડિટ કરીને બિલ ગેટ્સની ફેક તસવીર તૈયાર કરવામાં આવી છે.

અસલી અને નકલી તસવીરોના કોલાજને નીચે જોઈ શકાય છે.

તપાસના આગલા તબક્કામાં અમે ગેટ્સ ફાઉન્ડેશનને ઇમેલ કર્યો. તેમના તરફથી જણાવવામાં આવ્યું કે વાયરલ પોસ્ટ ફેક છે.

તપાસના અંતે ફેસબુક યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર Ioannis Demertzis Demob ગ્રીસનો રહેવાસી છે. આ યુઝરને 1466 લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં યુએસ ફેડરલ માર્શલ દ્વારા બિલ ગેટ્સની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો ફેક સાબિત થયો. તસવીર સાથે છેડછાડ કરીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ