X
X

Fact Check: વાયરલ વીડિયોમાં ઈમરાન ખાનના ચહેરા અને વાળને કરવામાં આવ્યા છે એડિટ, પોસ્ટ ફેક છે

  • By: Umam Noor
  • Published: Jul 31, 2023 at 11:48 AM
  • Updated: Sep 11, 2023 at 04:34 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમના ચહેરા પર કરચલી અને સફેદ વાળ જોઈ શકાય છે. વીડિયોમાં તેઓને એવું કહેતા સાંભળી શકાય છે કે, ઈમરાન ખાન હવે એકલા છે, ઈમરાન ખાનની આસપાસ હવે કોઈ નથી. હું કોઈની સાથે વાત નથી કરી શકતો કે નથી કોઈને ફોન કરી શકતો. ઈમરાન ખાન પર નિશાન સાધતા યુઝર્સ વીડિયો શેર કરીને દાવો કરી રહ્યા છે કે ઈમરાન ખાન થોડા દિવસોના તણાવ અને દબાણના કારણે આટલા વૃદ્ધ થઈ ગયા.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે ઈમરાન ખાનનો વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. અસલી વીડિયોમાં ઈમરાન ખાનની ત્વચા અને વાળ પહેલાની જેમ જ સામાન્ય છે. આ વીડિયોને નકલી દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું કે, ”શું આ વીડિયો અસલી છે? તેમના ચહેરાની હાલત જુઓ, થોડા દિવસોના તણાવ અને દબાણથી તેઓ કેટલા વૃદ્ધ થઈ ગયા છે.”

કેટલાક યુઝરે વીડિયોને ટ્વિટર પર પણ શેર કર્યો છે.

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

તપાસ શરૂ કર્યા બાદ સૌથી પહેલા અમે વીડિયોને ઇનવિડ ટૂલમાં અપલોડ કર્યો અને કીફ્રેમ્સ કાઢીને તેને ગૂગલ લેન્સથી સર્ચ કર્યા. સર્ચમાં અમને આ સંબોધન સંબંધિત એક સમાચાર 1 જૂન, 2023ના રોજ પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ પર અપલોડ થયેલા મળ્યા. અહીં અસલી વીડિયોના સ્કીરશોટને સમાચારમાં જોઈ શકાય છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે વીડિયોની સાથે છેડછાડ કરવામાં આવી છે.

વાયરલ વીડિયો અમને પીટીઆઈ અને ઇમરાન ખાનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. અહીં વીડિયોમાં 21 મિનિટ 35 સેકન્ડ પર વાયરલ વીડિયોની ફ્રેમ જોઈ શકાય છે. ઈમરાન ખાન બિલકુલ એવા જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આજુબાજુનું દ્રશ્ય પણ વાયરલ વીડિયોમાં જોવા મળે છે તેવું જ છે. અહીં વીડિયોના લાંબા વર્ઝનમાં ઈમરાન ખાન પાકિસ્તાન સરકાર વિશે વાત કરતા કહે છે કે ‘હું એકલા પડી ગયો છું.’

https://youtu.be/Dcv_sNcwbs8

વાયરલ વીડિયો અને અસલી વીડિયોમાં તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે.

વાયરલ વીડિયોની પુષ્ટિ માટે અમે પાકિસ્તાની પત્રકાર આદિલ અલી સાથે સંપર્ક કર્યો અને તેમણે અમને જણાવ્યું કે આ અસલી નથી.

તમને જણાવી દઈએ કે એવા ઘણા સોફ્ટવેર અને મોબાઈલ એપ્લીકેશન ઉપલબ્ધ છે, જેના દ્વારા આ રીતે એડિટીંગ કરી શકાય છે.

ફેક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝર પાકિસ્તાનનો છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ઈમરાન ખાનનો વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. અસલી વીડિયોમાં ઈમરાન ખાનની ત્વચા અને વાળ પહેલાની જેમ જ સામાન્ય છે. આ વીડિયોને નકલી દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

CLAIM REVIEW : ઈમરાન ખાન થોડા જ દિવસોમાં આટલા વૃદ્ધ થઈ ગયા છે.
CLAIMED BY : Muhammad Rehan
FACT CHECK : False

factcheck #imrankhans #face #hair #edited #viralvideo

  • Claim Review : ઈમરાન ખાન થોડા જ દિવસોમાં આટલા વૃદ્ધ થઈ ગયા છે.
  • Claimed By : Muhammad Rehan
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later