Fact check: ધરપકડ બાદ સામે આવેલી પહેલી તસવીરના દાવાની સાથે વાયરલ ઈમરાન ખાનનો આ ફોટો એડિટેડ
- By: Abhishek Parashar
- Published: May 16, 2023 at 12:08 PM
- Updated: Sep 11, 2023 at 04:32 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ વાયરલ એક તસવીરને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ધરપકડ બાદ સામે આવેલી તેમની પહેલી તસવીર છે, જેમાં તેઓને જેલમાં બેઠેલા જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ બાદ ઈમરાન ખાનની પહેલી તસવીરના દાવાની સાથે વાયરલ ફોટો AI ટૂલની મદદથી બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ બાદ ઈમરાન ખાનને આઠ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
સોશિયલ મીડિયા યુઝર ‘હર ખબર આપ તક’એ ન્યૂઝ રિપોર્ટની એક લિંક (આર્કાઇવ લિંક) શેર કરીને દાવો કર્યો છે કે ધરપકડ થયા બાદ સામે આવેલી આ ઈમરાન ખાનની પ્રથમ તસવીર છે.
ઘણા અન્ય યુઝર્સે પણ આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે.
તપાસ
ઈમરાન ખાનની ધરપકડ અને તેનાથી સંબંધિત સમાચારો માટે અમે પાકિસ્તાન ટીવી ચેનલ ‘જિયો ન્યૂઝ ઉર્દૂ’ના ટ્વિટર હેન્ડલ પર સર્ચ કર્યું. સર્ચમાં અમને 10 મેના રોજ કરવામાં આવેલું ટ્વિટ મળ્યું, જેમાં ધરપકડ કર્યા પછી ઈમરાન ખાનની કોર્ટમાં હાજરીની તસવીર શેર કરવામાં આવી છે.
અન્ય એક ટ્વિટમાં પણ આ જ તસવીરને શેર કરવામાં આવી છે, જેમાં ધરપકડ બાદ કોર્ટમાં ઈમરાન ખાનની તસવીરને જોઈ શકાય છે. આ તસવીર પર Jio Exclusiveનો વોટરમાર્ક પણ જોઈ શકાય છે.
કેટલીક ભારતીય સમાચાર સંસ્થાઓએ પણ આ તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.
તસવીર જોઈને સ્પષ્ટ થાય છે કે આ ધરપકડ બાદ સામે આવેલી ઈમરાન ખાનની પ્રથમ તસવીર નથી. વાયરલ પોસ્ટમાં હિન્દી ન્યૂઝ વેબસાઈટ આજ તકના રિપોર્ટની લિંક (આર્કાઈવ) છે અને જ્યારે તેના પર ક્લિક કરવા પર જોવા મળી રહેલા વીડિયોમાં પણ મિડ-જર્ની એક્સક્લુઝિવનો વોટરમાર્ક જોઈ શકાય છે.
ઓરિજનલ સ્ત્રોત શોધવા માટે અમે રિવર્સ ઇમેજ સર્ચનો ઉપયોગ કર્યો. સર્ચમાં અમને આ તસવીર ‘Feroz WaXir’ની ફેસબુક પ્રોફાઇલ પર મળી. તેમણે આ તસવીરને વોટરમાર્ક સાથે શેર કરતાં તેને મિડ જર્નીથી તૈયાર કરેલી ગણાવી છે. મિડ-જર્ની એ એઆઈ ટૂલ છે, જેની મદદથી કાલ્પનિક તસવીરોને બનાવવામાં આવે છે.
વિશ્વાસ ન્યૂઝે આ પહેલા પણ આવી અન્ય AIથી તૈયાર કરવામાં આવેલી તસવીરોની તપાસ કરી છે, જેના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.
વાયરલ તસવીરને લઈને અમને એક પાકિસ્તાની ફેક્ટ ચેકર અને પત્રકાર લુબ્રા જરાર નકવી નકવરી સાથે સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે આ એઆઈ ટૂલની મદદથી તૈયાર કરવામાં આવેલી તસવીર છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ આવી કોઈ તસવીર સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, અલ-કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને આઠ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડોન ડોટ કોમના રિપોર્ટ મુજબ, ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં થયેલી હિંસા અને આગચંપી બાદ તેમની પાર્ટીના અન્ય નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે.
નિષ્કર્ષ: ભ્રષ્ટાચારના એક કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ સામે આવી પહેલી તસવીરના દાવાની સાથે વાયરલ ફોટો AI ટૂલની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
- Claim Review : ધરપકડ બાદ ઈમરાન ખાનની પહેલી તસવીર સામે આવી છે.
- Claimed By : FB User- હર ખબર આપ તક
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.