Fact Check: રોકેટ લોન્ચરથી હેલિકોપ્ટરને નષ્ટ કરવાના વીડિયોને હમાસ-ઈઝરાયેલ યુદ્ધનો જણાવીને કરવામાં આવી રહ્યો છે શેર

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે હેલિકોપ્ટર પર હુમલો કરનાર શખ્સના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં આ વીડિયો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો નહીં, પરંતુ એક વીડિયો ગેમનો છે, જેને લોકો ખોટા દાવાની સાથે યુદ્ધ સાથે જોડીને શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી)સોશિયલ મીડિયા પર એક વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો હમાસ-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે. વાયરલ વીડિયો મુજબ હમાસના લડવૈયાઓએ હુમલો કરીને ઈઝરાયેલના હેલિકોપ્ટરને નષ્ટ કરી દીધું.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં આ વીડિયો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો નહીં, પરંતુ એક વીડિયો ગેમનો છે, જેને લોકો ખોટા દાવાની સાથે યુદ્ધ સાથે જોડીને શેર કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘ભૂરે ગાઝી પુરિયા’એ 10 ઓક્ટોબર 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “હમાસના લડવૈયાઓએ ગાઝામાં ઈઝરાયેલના હેલિકોપ્ટરને તોડી પાડ્યું.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વાયરલ વીડિયો વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. Invid ટૂલની મદદથી તેની ઘણી કીફ્રેમ કાઢવામાં આવી. પછી તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આ વીડિયો ગોરિબ ગેમિંગ (Gorib gaming) નામના ફેસબુક એકાઉન્ટ પર મળ્યો. આપવામાં આવેલી માહિતી અનુસાર, વીડિયો એક ગેમનો ભાગ છે.

પ્રાપ્ત વિગતોના આધારે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આ વીડિયો  YouTube ચેનલ RIMStudio પર પણ અપલોડ થયેલો મળ્યો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “આ વીડિયો અસલી  નથી. આ વીડિયોને બોહેમિયન ઇન્ટરેક્ટિવ (Bohemia Interactive)ના કન્ટેન્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.”

ચેનલમાં અમને અન્ય વીડિયો પણ મળ્યા. અમને જાણવા મળ્યું કે RIM સ્ટુડિયો આ જ પ્રકારના ગેમિંગ કન્ટેન્ટને અપલોડ કરે છે.

તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે ટ્વિટર પર ઘણા યુઝર્સે આ દાવાને શેર કર્યો છે, જેના જવાબમાં ઘણા યુઝર્સે જણાવ્યું છે કે આ એક ગેમિંગ વીડિયો છે.

https://twitter.com/_Hareem_Shah/status/1710890777407058344

બોહેમિયા ઇન્ટરેક્ટિવ (Bohemia Interactive) વિશે સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે આ એક ગેમિંગ પ્લેટફોર્મ છે, જે મિલેટ્રી પર આધારિત છે.

વધુ જાણકારી માટે અમે સોફ્ટવેર અને ગ્રાફિક ડિઝાઇન એક્સપર્ટ ઓમ પ્રકાશ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ પ્રકારના વીડિયો ગેમિંગ યુટ્યુબ ચેનલો પર પોસ્ટ થતા રહે છે. વીડિયોની શરૂઆતમાં જ શખ્સના હાથ, શરીરની બનાવટ અને હલનચલન કરવાની રીતથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેને સોફ્ટવેરની મદદથી બનાવવામાં આવ્યો છે અથવા તે કોઈ ગેમનો ભાગ છે.

અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના 4.1 હજાર ફ્રેન્ડ્સ છે અને 368 લોકો ફોલો કરે છે. યુઝરે દિલ્હીનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે હેલિકોપ્ટર પર હુમલો કરનાર શખ્સના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં આ વીડિયો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો નહીં, પરંતુ એક વીડિયો ગેમનો છે, જેને લોકો ખોટા દાવાની સાથે યુદ્ધ સાથે જોડીને શેર કરી રહ્યા છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ