નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણનું ભજન ‘હરિ સુંદર નંદ મુકુંદ’ ગાતી એક મહિલાનો વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન ગાતી આ મહિલા મોહમ્મદ રફીની પૌત્રી કુમારી પરવેઝ મુસ્તફા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ ભજન ગાઈ રહેલી મહિલા મોહમ્મદ રફીની પૌત્રી પરવેઝ મુસ્તફા નહીં, ભજનીક ગીતાંજલી રાય છે. તેમને મોહમ્મદ રફીના પરિવાર સાથે કોઈ સંબંધ નથી.
ફેસબુક યુઝર ‘સંતોષ કુમાર સાહુ’એ 2 એપ્રિલ 2023ના રોજ વાયરલ વીડિયો શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, આ ગીતની ખાસ વાત એ છે કે તેમાં કૃષ્ણના 100 નામો સિવાય એક પણ બીજો શબ્દ નથી અને ગાયિકા કુમારી પરવેઝ મુસ્તફા છે, જેઓ મહાન ગાયક મોહમ્મદ રફીની પૌત્રી છે.
પોસ્ટની આર્કાઇવ કરેલી લિંકને અહીં એક્સેસ કરી શકાય છે.
ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવા પર અમને વાયરલ વીડિયો ગીતાંજલી રાય નામની એક યુટ્યુબ ચેનલ પર મળ્યો. આ વીડિયોને 14 એપ્રિલ 2013ના રોજ શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં આપેલી માહિતી મુજબ વીડિયોમાં ભજન ગાતી મહિલા ગીતાંજલી રાય છે.
Google પર ગીતાંજલી રાય વિશે સર્ચ કરવા પર અમને તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મળ્યા. તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમના વિશે એવું જ જણાવવામાં આવ્યું છે કે તેઓ ભજનિક છે.
વધુ જાણકારી માટે અમે ગીતાંજલી રાય સાથે સંપર્ક કર્યો. તેમણે દાવાને ફગાવતા અમને જણાવ્યું કે, ”આ પહેલા વખત નથી, જ્યારે આ દાવો વાયરલ થયો હોય. આ પહેલા પણ આ દાવો વાયરલ થઈ ચૂક્યો છે. આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે. હું ભજનિક છું અને મારો રફી પરિવાર સાથે કોઈ સંબંધ નથી.”
આ દાવો અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યો છે, જેની તપાસને તમે અહીં વાંચી શકો છો.
તપાસના અંતે અમે વાયરલ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝર ‘સંતોષ કુમાર સાહુ’ની પ્રોફાઈલ સ્કેન કરી. અમને જાણવા મળ્યું કે યુઝરના 2,844 ફ્રેન્ડ્સ અને 3800થી વધુ ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે શ્રી કૃષ્ણ ભજન ગાતી મહિલા પરવેઝ મુસ્તફા નહીં, ભજનિક ગીતાંજલી રાય છે. તેમને મોહમ્મદ રફીના પરિવાર સાથે કોઈ સંબંધ નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923