X
X

Fact Check: એક જાહેરાતનો ભાગ છે કપિલ દેવના અપહરણનો વીડિયો

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટનો દાવો ખોટો સાબિત થયો હતો. કપિલ દેવનું અપહરણ થયું નથી. કેટલાક લોકો જાહેરાતના શૂટિંગ સાથે જોડાયેલા વીડિયોને સાચો માનીને વાયરલ કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે શખ્સો કપિલ દેવના હાથ અને મોં બાંધીને એક ઘરની અંદર લઈ જતાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે કપિલ દેવનું અપહરણ થઈ ગયું છે. બે બદમાશોએ તેમનું અપહરણ કર્યું છે. અપહરણનો વીડિયો વાયરલ થયો છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ વીડિયો એક જાહેરાતના શૂટિંગનો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર શેર બહાદુર સિંહે 28 સપ્ટેમ્બરે એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો કે, ”કપિલ દેવનું અપહરણ! બે બદમાશોએ તેમના હાથ-મોં બાંધી દીધા અને ધક્કો મારીને લઈ ગયા, અપહરણનો વીડિયો વાયરલ!”

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

કપિલ દેવ સાથે જોડાયેલા વીડિયોની સત્યતા જાણવા માટે સૌથી પહેલા અમે તેમાંથી કેટલીક કીફ્રેમ્સ કાઢી. જે બાદ Googleના રિવર્સ ઇમેજ સર્ચ ટૂલનો ઉપયોગ કરતા અમને ઘણા સમાચાર મળ્યા. ઈન્ડિયા ટુડેની વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં આ કીફ્રેમ્સનો ઉપયોગ કરીને સમગ્ર મામલાને વિગતવાર જણાવવામાં આવ્યો છે. 26 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રકાશિત આ સ્ટોરીમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે 25 સપ્ટેમ્બરના રોજ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં બે લોકોને કપિલ દેવનું અપહરણ કરીને લઈ જતા બતાવવામાં આવ્યા હતા. આ પછી ગૌતમ ગંભીરે બીજો વીડિયો પણ અપલોડ કર્યો. જેનાથી જાણવા મળ્યું કે પહેલો વીડિયો એક જાહેરાત સાથે સંબંધિત હતો. આ જાહેરાત ICC મેન્સ વર્લ્ડ કપ માટે બનાવવામાં આવી છે.

સર્ચ દરમિયાન આ વીડિયો ગૌતમ ગંભીરના એક્સ હેન્ડલ પર મળ્યો. તેને 25 સપ્ટેમ્બરના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

https://twitter.com/i/status/1706237234457002425

તેના પછીના દિવસે 26 સપ્ટેમ્બરે અસલી જાહેરાતને અપલોડ કરીને ગૌતમ ગંભીરે લખ્યું કે એક્ટિંગનો વર્લ્ડ કપ પણ તમે જ જીતશો. હવે હંમેશા યાદ રહેશે કે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ડિઝની હોટસ્ટાર મોબાઈલ પર ફ્રી છે.

https://twitter.com/i/status/1706565737710784795

જાહેરાતવાળા આ વીડિયોમાં કપિલ દેવની ડાબી બાજુએ ઉભેલો શખ્સ અને વાયરલ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ એક જ છે. તેના કપડાં પણ એક જેવા જ છે.

અમને ડિઝની હોટ સ્ટારના સત્તાવાર X હેન્ડલ પર પણ જાહેરાતનો અસલી વીડિયો મળ્યો. તેમાં લખવામાં આવ્યું છે કે પાજી કો કીડનેપ ક્યો કરના, ડિઝની પ્લસ હોટ સ્ટારે હૈ ના. 

5 ઓક્ટોબરથી ICC મેન્સ વર્લ્ડ કપ 2023 શરૂ થશે અને 19 નવેમ્બરે સમાપ્ત થશે. જેમાં 10 સ્થળોએ 48 મેચો રમાશે.

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયો શેર કર્યો. માહિતી આપતા તેમણે કહ્યું કે, કપિલ દેવનો વાયરલ થયેલો વીડિયો એક જાહેરાતના શૂટિંગનો ભાગ છે. કપિલ દેવના અપહરણની વાત ફેક છે.

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર શેર બહાદુર સિંહ યુપીના લખનઉમાં રહે છે. આ યુઝરને 87 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટનો દાવો ખોટો સાબિત થયો હતો. કપિલ દેવનું અપહરણ થયું નથી. કેટલાક લોકો જાહેરાતના શૂટિંગ સાથે જોડાયેલા વીડિયોને સાચો માનીને વાયરલ કરી રહ્યા છે.

  • Claim Review : કપિલ દેવનું અપહરણ
  • Claimed By : ફેસબુક યુઝર શેર બહાદુર સિંહ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later