વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ ફેક છે. કપિલ શર્મા શૉમાં ઓડિયન્સ પાસેથી 4999 રૂપિયા લેવામાં આવતા નથી. કપિલ શર્માએ પોતે X (Twitter) પર પોસ્ટ શેર કરતા તેને ખોટું ગણાવ્યું છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર ધ કપિલ શર્મા શૉની ટિકિટને લઈને એક ગ્રાફિક વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખ્યું છે- શૉની ટિકિટની કિંમત 4999 રૂપિયાથી શરૂ થાય છે અને તેને મેળવવા માટે નીચે આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. વાયરલ ગ્રાફિકમાં કપિલ શર્માનો ફોટો અને સોની ટીવીનો લોગો પણ જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ ફેક છે, કપિલ શર્મા શૉમાં ઓડિયન્સ પાસેથી 4999 રૂપિયા લેવામાં આવતા નથી. કપિલ શર્માએ પોતે X (Twitter) પર પોસ્ટ શેર કરતા તેને ખોટું ગણાવ્યું છે.
ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરી છે, જેમાં કપિલ શર્માનો ફોટો અને સોની ટીવીનો લોગો લાગેલો છે. જ્યારે ગ્રાફિક પર લખવામાં આવ્યું છે કે, “ધ કપિલ શર્મા શૉ, ફક્ત 4,999થી શરૂ, તમારી ટિકિટો મેળવો અને ખરીદવા માટે સંપર્ક કરો.” આ ગ્રાફિકમાં એક નંબર પણ આપવામાં આવ્યો છે.
અમારી તપાસ શરૂ કરીને અમે સૌથી પહેલા વાયરલ ગ્રાફિકમાં આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, આ નંબર સ્વીચ ઓફ આવ્યો હતો.
તપાસ આગળ ધપાવીને અમે ન્યૂઝ સર્ચ કર્યા. આ મામલાને લગતી ઘણી પોસ્ટ જોવા મળી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કપિલ શર્મા શૉની 4999 રૂપિયાની ટિકિટની એક નકલી પોસ્ટ વાયરલ થઈ રહી છે, આ પોસ્ટને કપિલ શર્માએ પોતે એક એક્સ (ટ્વિટર) યુઝરને જવાબ આપતાં ફેક ગણાવી છે.
સર્ચ દરમિયાન અમને અભિનેતા અને કોમેડિયન કપિલ શર્માની વાયરલ દાવાનું ખંડન કરતી પોસ્ટ જોવા મળી. 13 સપ્ટેમ્બર 2023ના રોજ ટ્વિટર પર એક યુઝરે કપિલ શર્માને વાયરલ પોસ્ટ વિશે પૂછ્યું હતું. જેનો જવાબ આપતા કપિલ શર્માએ લખ્યું છે કે, ”સર, આ એક ફ્રોડ છે. અમે ક્યારેય અમારા દર્શકો પાસેથી લાઈવ શૂટ જોવા માટે એક રૂપિયો પણ નથી લેતા. આ પ્રકારના ફ્રોડથી તમે સાવધાન રહો. કોઈની જાળમાં ફસાશો નહીં. આભાર.”
અમારી અહીં સુધીની તપાસથી એ વાત તો સ્પષ્ટ થઈ કે કપિલ શર્મા શૉના નામે વાયરલ થયેલો દાવો ખોટો છે. વધુ જાણકારી માટે અમે સાયબર ક્રાઈમ કન્સલ્ટન્ટ કિસલય ચૌધરી સાથે સંપર્ક કર્યો અને તેમણે જાણકારી આપતા જણાવ્યું કે આવી લિંક્સ પૈસાની છેતરપિંડી કરવાના હેતુથી ઘણીવાર તૈયાર કરવામાં આવે છે.
ફેક પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝરની સોશિયલ સ્ક્રિનિંગમાં અમને જણાવા મળ્યું કે યુઝર મુંબઈનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ ફેક છે. કપિલ શર્મા શૉમાં ઓડિયન્સ પાસેથી 4999 રૂપિયા લેવામાં આવતા નથી. કપિલ શર્માએ પોતે X (Twitter) પર પોસ્ટ શેર કરતા તેને ખોટું ગણાવ્યું છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923