વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહેલો દાવો ભ્રામક નિકળ્યો. વાસ્તવમાં વર્ષ 2015માં શાહરૂખ ખાનના એક વિવાદાસ્પદ નિવેદન પર યોગી આદિત્યનાથે આ વાત કહી હતી, ત્યારે તેઓ ગોરખપુરના સાંસદ હતા. તે જ વીડિયોને હવે ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ મોટા પડદા પર કમાલ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન એટલી કુમારે કર્યું છે. ‘જવાન’ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ફેક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એક વીડિયો ક્લિપને વાયરલ કરવામાં આવી રહી છે. વીડિયો ક્લિપને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગીએ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને લઈને આ નિવેદન આપ્યું છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક નીકળ્યો. સીએમ યોગીના વાયરલ વીડિયોનો જવાન ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી. વાયરલ વીડિયો વર્ષ 2015નો છે, જ્યારે તેમણે શાહરૂખ ખાનના એક નિવેદન પર પ્રતિક્રિયા આપતા આ નિવેદન આપ્યું હતું કે શાહરૂખ ખાન રાષ્ટ્ર વિરોધી નિવેદન આપનારા લોકોને સમર્થન આપી રહ્યા છે. તેઓએ એ યાદ રાખવું જોઈએ કે જો દેશની બહુમતી તેમની ફિલ્મોનો બહિષ્કાર કરી દેશે, તો તેમને રસ્તા પર ભટકવું પડશે. તે જ વીડિયોને કેટલાક લોકો હવે જવાન ફિલ્મ સાથે જોડીને ખોટા સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
ફેસબુક યૂઝર ‘અભી મૌર્ય ભોજપુરી સિનેમા’એ 10 સપ્ટેમ્બર 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “જવાન ફિલ્મ પર ભડક્યા યોગી મહારાજ જી.”
પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
વાયરલ વીડિયોની તપાસ માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. સર્ચમાં અમને દાવા સંબંધિત કોઈ મીડિયા રિપોર્ટ ન મળ્યા. જો સીએમ યોગીએ શાહરૂખની ફિલ્મ જવાનને લઈને આવું કોઈ નિવેદન આપ્યું હોત તો તેના સમાચાર ચોક્કસ મીડિયામાં પ્રકાશિત થયા હોત.
તપાસને આગળ વધારતા અમે (સીએમ યોગી શાહરૂખ ખાનની વિરુદ્ધ) કીવર્ડ સાથે સર્ચ કર્યું. અમને ઘણી ન્યૂઝ વેબસાઈટ પર વાયરલ વીડિયો સંબંધિત સમાચાર મળ્યા. અમને ANIના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ દ્વારા 4 નવેમ્બર 2015ના રોજ કરવામાં આવેલ ટ્વીટમાં વાયરલ વીડિયો જેવો જ વીડિયો મળ્યો. ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે, “ભાજપના નેતા યોગી આદિત્યનાથનું શાહરૂખ ખાન પર નિવેદન.”
સર્ચ દરમિયાન અમને ન્યૂઝ18 ઇન્ડિયાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો સાથે સંબંધિત એક રિપોર્ટ મળ્યો. 4 નવેમ્બર 2015ના રોજ અપલોડ કરવામાં આવેલ વીડિયો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, “દેશમાં વધતી અસહિષ્ણુતાના મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરીને ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન ભાજપ નેતાઓના નિશાન પર આવી ગયા છે. એક પછી એક ભાજપના નેતાઓ શાહરૂખ ખાન પર પ્રહારો કરી રહ્યા છે. આમાં નવું નામ ભાજપના સાંસદ યોગી આદિત્યનાથનું જોડાયું છે. યોગી આદિત્યનાથે શાહરૂખ ખાનની સરખામણી હાફિઝ સઈદ સાથે કરી છે.” તેમણે આગળ કહ્યું કે, ”જો દેશમાં બહુમતી સમાજે શાહરૂખ ખાનની ફિલ્મોનો બહિષ્કાર કરી દીધો, તો તેઓ રસ્તા પર આવી જશે.” વીડિયોમાં વાયરલ થયેલા વીડિયોના નિવેદનને સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે.
અન્ય ઘણા ન્યૂઝ રિર્પોટ અને યૂટ્યૂબ વીડિયોમાં વાયરલ વીડિયો સંબંધિત સમાચારને વાંચી શકાય છે.
ઘણા ન્યૂઝ રિર્પોટ અનુસાર, વર્ષ 2015માં શાહરૂખ ખાને દેશમાં વધતી અસહિષ્ણુતા પર નિવેદન આપ્યું હતું. જે બાદ ભારે હોબાળો થયો હતો. ઘણા લોકો, રાજકીય પક્ષો અને નેતાઓએ તેમના એ નિવેદનને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જોકે, બાદમાં શાહરૂખ ખાને પોતાના નિવેદન બદલ માફી માંગી લીધી હતી.
પહેલા પણ ઘણી વખત આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. આગાઉ આ વીડિયોને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સાથે જોડીને શેર કરવામાં આવ્યો હતો. ત્યારે વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી સત્ય સામે રાખ્યું હતું. તમે તે ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો. તે સમયે વાયરલ વીડિયોને લઈને અમે ગોરખપુરના સ્થાનિક પત્રકાર ધીરેન્દ્ર વિક્રમાદિત્ય ગોપાલ સાથે સંપર્ક કર્યો હતો. તેમણે અમને કહ્યું હતું, “વીડિયો ઘણો જૂનો છે, જેને હવે ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.”
જ્યારે યોગી આદિત્યનાથે આ નિવેદન આપ્યું હતું, તે સમયે તેઓ ગોરખપુરના સાંસદ હતા, ઉત્તર પ્રદેશના સીએમ નહીં. આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોનો જવાન ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી.
તપાસના અંતે અમે આ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરનું સોશિયલ સ્કેનિંગ કર્યું. સ્કેનિંગથી અમને જાણવા મળ્યું કે યુઝર ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી છે. યુઝર 7મે 2021થી ફેસબુક પર સક્રિય છે.
નિષ્કર્ષ:
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહેલો દાવો ભ્રામક નિકળ્યો. વાસ્તવમાં વર્ષ 2015માં શાહરૂખ ખાનના એક વિવાદાસ્પદ નિવેદન પર યોગી આદિત્યનાથે આ વાત કહી હતી, ત્યારે તેઓ ગોરખપુરના સાંસદ હતા. તે જ વીડિયોને હવે ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923