વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. અખબારના એક જૂના કટિંગને અત્યારનું જણાવીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક ન્યૂઝનું કટિંગ વાયરલ થઈ રહ્યું છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અંબાણી-અદાણીની પત્નીઓને પ્રોફેસર બનાવવામાં આવતા હોબાળો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ તેને વાયરલ કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી તો જાણવા મળ્યું કે બે વર્ષ જૂના એક મામલાને હવે ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં આવી કોઈ ઘટના બની નથી. વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ.
ફેસબુક યુઝર અમરનાથે 13 ડિસેમ્બરના રોજ એક અખબારના કટિંગને પોસ્ટ કરતા લખ્યું કે, ‘સૈંયા ભઈ કોતવાલ અબ ડર કાહે કા’
પોસ્ટને સમાન દાવાની સાથે અન્ય યુઝર્સ પણ શેર કરી રહ્યા છે. પોસ્ટના દાવાને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યો છે. તેનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. અહીં સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવા પર ઘણી ન્યૂઝ વેબસાઇટ્સ પર અલગ-અલગ સમાચારો મળ્યા. Jagran.com પર 17 માર્ચ 2021ના રોજ પ્રકાશિત થયેલા એક સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માં વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા હોવાની માહિતી મળ્યા પછી આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે. ANI અનુસાર તેમને BHU તરફથી કોઈ આમંત્રણ મળ્યું નથી. આ બાબત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી માહિતી આપવાની વાત સામે આવી છે. આ સમાચારન અહીં વાંચો.
સર્ચ દરમિયાન ન્યૂઝ એજન્સી ANIના X હેન્ડલ પર એક પોસ્ટ મળી. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના પ્રવક્તાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે નીતા અંબાણીના BHUમાં વિઝિટિંગ પ્રોફેસર હોવાના સમાચાર ફેક છે. આ પોસ્ટ 17 માર્ચ 2021ના રોજ કરવામાં આવી હતી.
BHUના X હેન્ડલ પર અમને 17 માર્ચ 2021ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ મળી. એમાં જણાવવામાં આવ્યું છે કે BHU ખાતે ફેકલ્ટી ઓફ સોશિયલ સાયન્સના વુમન્સ સ્ટડી સેન્ટરમાં શ્રીમતી નીતા અંબાણીની વિઝિટિગ પ્રોફેસર તરીકે નિમણૂક અંગેના મીડિયા અહેવાલોના સંદર્ભમાં એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય BHU દ્વારા લેવામાં આવ્યો નથી, અને ન તો કોઈ વહીવટી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. વિઝિટિંગ પ્રોફેસરની નિમણૂક માટે એકેડેમિક કાઉન્સિલની મંજૂરી જરૂરી હોય છે. આ કિસ્સામાં ન તો આવી કોઈ મંજૂરી આપવામાં આવી છે કે ન તો આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ એકેડેમિક કાઉન્સિલ સમક્ષ વિચારણા માટે રજૂ કરવામાં આવ્યો છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા બનારસ હિન્દુ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી ડૉ. રાજેશ સિંહ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે આ દાવાને ફેક ગણાવ્યો છે.
તપાસના અંતે વાયરલ પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર અમરનાથને 1000થી વધુ ફોલો કરે છે. યુઝર પટનામાં રહે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. અખબારના એક જૂના કટિંગને અત્યારનું જણાવીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923