Fact Check: શું રણવીર અને દીપિકાના ઘરે થયો બાળકનો જન્મ? જાણો વાયરલ દાવાનું સત્ય

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે બાળકનો જન્મ થયો હોવાનો દાવો ફેક છે. વાયરલ થઈ રહેલી તસવીર એડિટેડ છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે બાળકનો જન્મ થયો છે. પોસ્ટમાં ઘણી તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દીપિકા પાદુકોણના હાથમાં એક બાળક છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ફેક છે. દીપિકા પાદુકોણની આ તસવીરો એડિટેડ છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર Rajsthan Buzz એ 18 ફેબ્રુઆરી 2024ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ”દીપિકા પાદુકણ બની માં, ઈન્ટરનેટ પર તસવીરો થઈ વાયરલ, લોકો પાઠવી રહ્યા છે શુભેચ્છા.” 

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દીપિકા પાદુકોણે બાળકને જન્મ આપ્યો હોવાનો કોઈ રિપોર્ટ ન મળ્યો. 

સર્ચ કરવા પર અમને બાફ્ટા એવોર્ડ્સને લઈને સમાચાર મળ્યા, જેમાં દીપિકા પાદુકોણે હાજરી આપી હતી. જ્યાં તેના સફેદ સાડીના લુકની ઘણી ચર્ચા રહી. દૈનિક જાગરણના 19 ફેબ્રુઆરીના સમાચાર અનુસાર, 18 ફેબ્રુઆરીના રોજ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં 77મો બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ સમારોહ (BAFTA 2024) યોજાયો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી દિગ્ગજ હસ્તીઓએ ભાગ લીધો હતો. અભિનેત્રી દીપિકા પાદુકોણ અહીં પહોંચી હતી, જેણે પોતાના દેશી લૂકે ઘણી ચર્ચા જગાવી છે. એવોર્ડ ફંક્શનમાં અભિનેત્રી સબ્યસાચીની શિમરી ઓફ-વ્હાઈટ સાડીમાં જોવા મળી.

દીપિકાના બાફ્ટા એવોર્ડ્સમાં પ્રેજેન્ટર તરીકે હાજરી આપવાને લઈને અમને બીજા પણ સમાચાર મળ્યા. 

ત્યારબાદ અમે એક-એક કરીને વાયરલ તસવીરોને તપાસવાનું શરૂ કર્યું. 

પહેલી તસવીર

પ્રથમ તસવીરમાં દીપિકા પાદુકોણના હાથમાં એક નવજાત બાળકને જોઈ શકાય છે. સાથે જ દીપિકા પાદુકોણે હોસ્પિટલ ગાઉન પહેર્યું છે. જ્યારે અમે યાન્ડેક્સ રિવર્સ ઈમેજ પર આ તસવીરને સર્ચ કરી, ત્યારે અમને આ તસવીર પર કાજલ અગ્રવાલ અને પ્રિયંકા ચોપરા સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સના ચહેરા લગાવેલા જોવા મળ્યા. જેમાં બાળકનો એ જ ફોટો હતો પણ માતાનો ચહેરો એડિટ કરીને બદલાવી નાખવામાં આવ્યો હતો. આ તમામ તસવીરોને ધ્યાનથી જોતા સ્પષ્ટ દેખાય છે કે ચહેરાને અલગથી લગાવવામાં આવ્યો છે.

અમે એ વાતની પુષ્ટિ કરી શક્યા નથી કે જે બાળકની તસવીરને અલગ-અલગ અભિનેત્રીઓના ચહેરા સાથે જોડવામાં આવી રહી છે તેનો ઓરિજનલ સોર્સ શું છે. પરંતુ તે સ્પષ્ટ છે કે આ તમામ તસવીરો એડિટેડ છે. 

બીજી તસવીર

તસવીરમાં દીપિકા પાદુકોણ હોસ્પિટલના બેડ પર બાળકને હાથમાં પકડીને સૂતેલી છે અને હસતી જોવા મળી રહી છે. આ તસવીરને પણ ગૂગલ રિવર્સ સર્ચ કરવા પર જાણવા મળ્યું કે આ તસવીરને પણ પહેલા અભિનેત્રી બિપાશા બાસુ, આલિયા ભટ્ટ અને ઇલિયાના ડીક્રુઝ વગેરેના ચહેરાઓ લગાવીને શેર કરવામાં આવી હતી. 

અમે આ તસવીરને પણ પુષ્ટિ નથી કરી શકતા કે આ તસવીરનો ઓરિજનલ સોર્સ શું છે, પરંતુ એ સ્પષ્ટ છે કે આ તસવીર એડિટેડ છે.

ત્રીજી તસવીર

આ તસવીરમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને એક બાળકની સાથે જોઈ શકાય છે. ગૂગલ રિવર્સ ઈમેજ કરવા પર અમને આ તસવીર 2017ના ઘણા સમાચારોમાં મળી. રિપોર્ટ અનુસાર, આ તસવીર શ્રીલંકાની હતી, જ્યારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એક મિત્રના લગ્નમાં ગયા હતા અને એક મહેમાનના બાળકને રમાડતા જોવા મળ્યા હતા.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા મુંબઈમાં બોલિવૂડને કવર કરનાર દૈનિક જાગરણના વરિષ્ઠ પત્રકાર સ્મિતા શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો. તેમણે વાયરલ પોસ્ટને ફેક જણાવી છે. 

તપાસના અંતે અમે ખોટા દાવાની સાથે પોસ્ટને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર રાજસ્થાન બઝને 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે બાળકનો જન્મ થયો હોવાનો દાવો ફેક છે. વાયરલ થઈ રહેલી તસવીર એડિટેડ છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ