Fact Check: વિરાટ કોહલીના સંન્યાસના એલાનનો દાવો ફેક, ક્લિકબેટ કેપ્શનની સાથે વીડિયો વાયરલ
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 બાદ વિરાટ કોહલીના સંન્યાસના એલાનનો દાવો ખોટો છે. વિરાટ કોહલીએ આવી કોઈ જાહેરાત કરી નથી. વીડિયોને ક્લિકબેટ કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- By: Sharad Prakash Asthana
- Published: Dec 12, 2023 at 10:40 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતીય ટીમની હાર બાદ ઘણા ફેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝ તેની તપાસ કરીને સત્ય સામે લાવી રહ્યું છે. હવે એક વીડિયોને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપમાં હાર બાદ વિરાટ કોહલીએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. ફેસબુક પર અપલોડ કરાયેલા વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસને લઈને કોઈ જાહેરાત કરી નથી. વાયરલ વીડિયોમાં સંન્યાસ લેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાસ્તવમાં ક્લિકબેટ કેપ્શનની સાથે આ વીડિયોને વ્યૂઝ માટે શેર કરવામાં આવ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર ‘ફ્રન્ટ ન્યૂઝ’ (આર્કાઇવ લિંક)એ 2 નવેમ્બરે વીડિયો પોસ્ટ કરતા લખ્યું, વર્લ્ડ કપમાં હારી ગયા બાદ વિરાટ કોહલી એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે અને આ દિવસે તેઓ સંન્યાસ લેશે. વીડિયોની શરૂઆતમાં એવું પણ લખેલું છે કે, વિરાટ કોહલીએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે, આ તારીખે ટીમને અલવિદા કહી દેશે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, આ દિવસે વિરાટ કોહલી ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યા છે, ફેન્સને લાગ્યો મોટો ઝટકો
વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ”વર્લ્ડ કપ ક્રિકેટ જીતવાનું સપનું ચકનાચૂર થયા બાદ વિરાટ કોહલી ક્રિકેટ છોડી દેશે. ટૂર્નામેન્ટ પહેલા પણ એવી ચર્ચા હતી કે કદાચ રોહિત શર્મા અને વિરાટ કોહલી વર્લ્ડ કપ પછી મેદાન પર જોવા નહીં મળે. એવું માનવામાં આવે છે કે થોડા દિવસોમાં વિરાટ કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરશે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલીએ સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે.”
તપાસ
વાયરલ પોસ્ટના કેપ્શનમાં તો સ્પષ્ટ રીતે લખ્યું છે કે વિરાટ કોહલીએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે, પરંતુ વીડિયોમાં આ વાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વિરાટ કોહલીના સંન્યાસને લઈને કરવામાં આવી રહેલા દાવા વિશે અમે કીવર્ડથી ગૂગલ પર સર્ચ કર્યું, પરંતુ આવા કોઈ સમાચાર ન મળ્યા, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે.
અમે વિરાટ કોહલીના સત્તાવાર એક્સ (અગાઉ ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલને પણ સ્કેન કર્યું. જો તેમણે સંન્યાસ અંગે કોઈ જાહેરાત કરી હોત તો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની સાથે જોડાયેલી માહિતી જરૂર હોત, પરંતુ 6 નવેમ્બર પછી એક્સ પર કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. 4 ઓક્ટોબર પછી ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ કરવામાં આવી નથી.
23 નવેમ્બરે એબીપી લાઈવની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવી હતી. આ પછી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના ભવિષ્યને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે પૂર્વ ક્રિકેટર આશિષ નેહરાએ કહ્યું છે કે જ્યાં સુધી બંને ખેલાડીઓ રન બનાવી રહ્યા છે, ત્યાં સુધી તેઓએ રમવું જોઈએ. ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીએ 11 મેચોમાં 765 રન બનાવ્યા છે અને રોહિત શર્માએ 597 રન બનાવ્યા છે.
આ અંગે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠીનું કહેવું છે કે, “વિરાટ કોહલીએ આવી કોઈ જાહેરાત કરી નથી. જો આવું કંઈક થયું હોત તો તે ચોક્કસપણે મીડિયામાં આવ્યું હોત અથવા વિરાટ કોહલીએ તેને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું હોત. આ દાવો ખોટો છે.”
આ પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં વીડિયો વાયરલ કરીને વિરાટ કોહલીના સંન્યાસનો દાવો કરવામાં આવ્યો હતો. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ફેક નીકળ્યો હતો.
અમે ફેક ક્લેમ કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલ સ્કેન કરી છે. 5 મેના રોજ બનેલા આ પેજના લગભગ 4 લાખ 34 હજાર ફોલોઅર્સ છે. આ પેજ પરથી અન્ય એક ફેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેની અમે તપાસ કરી છે.
निष्कर्ष: ક્રિકેટ વર્લ્ડ કપ 2023 બાદ વિરાટ કોહલીના સંન્યાસના એલાનનો દાવો ખોટો છે. વિરાટ કોહલીએ આવી કોઈ જાહેરાત કરી નથી. વીડિયોને ક્લિકબેટ કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : વર્લ્ડ કપમાં હાર બાદ વિરાટ કોહલીએ સંન્યાસનો નિર્ણય લીધો છે.
- Claimed By : FB User- ફ્રન્ટ ન્યૂઝ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.