ફેક્ટ ચેકઃ ભારત જોડો યાત્રાના સમર્થનમાં વિરાટ કોહલીએ ટી-શર્ટ પહેરી ન હતી, વાયરલ દાવો ખોટો
- By: Pragya Shukla
- Published: Nov 18, 2022 at 03:55 PM
- Updated: Jul 7, 2023 at 05:10 PM
નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): 7 સપ્ટેમ્બર, 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ 5 નવેમ્બરે મહારાષ્ટ્રના ફાલેગાંવ પહોંચી છે. અત્યાર સુધીની આ યાત્રાના 69 દિવસ દરમિયાન ઘણી એવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જેના વિશે ઘણી સાચી અને ખોટી વાતો કહેવામાં આવી છે. હવે ક્રિકેટર વિરાટ કોહલીની આવી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેની ટી-શર્ટ પર ‘ભારત જોડો યાત્રા’ લખેલું છે. ઘણા લોકો કોહલીની આ તસવીર શેર કરી રહ્યા છે અને તેને ‘ભારત જોડો યાત્રા’માં કોહલીના સમર્થન તરીકે રજૂ કરી રહ્યા છે. સવીરમાં વિરાટ કોહલીએ સફેદ ટી-શર્ટ પહેરી છે જેના પર ‘ભારત જોડો યાત્રા’ લખેલું છે. આ તસવીર શેર કરતાં એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘વિરાટ કોહલી પણ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ઊભો રહ્યો. જય હો.’
વિશ્વાસ ન્યુઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો નીકળ્યો. વિરાટ કોહલીએ ‘ભારત જોડો યાત્રા’ના સમર્થનમાં તેના નામની ટી-શર્ટ પહેરી નથી. વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. કોહલીની આ તસવીર લગભગ 8 વર્ષ જૂની છે. જેને હવે એડિટ કરીને સોશિયલ મીડિયા યુઝર્સ ખોટા દાવા સાથે શેર કરી રહ્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં ?
ફેસબુક યુઝર રૂબી રૂબીએ 5 નવેમ્બરે વાયરલ તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતાં યુઝરે અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું, “વિરાટ કોહલી ભારત જોડો યાત્રાને સમર્થન કર્યું, જય હિંદ.”
પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ કરેલ સંસ્કરણ અહીં જોઈ શકો છો.
આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ઘણા કીવર્ડ્સ દ્વારા ગૂગલ પર સર્ચ કર્યું. પરંતુ અમને દાવા સંબંધિત કોઈ ચોક્કસ મીડિયા રિપોર્ટ મળી ન આવ્યો. જો વિરાટ કોહલીએ ખરેખર ‘ભારત જોડો યાત્રા’ને સમર્થન આપ્યું હોત તો તે 100 % ચર્ચામાં અને ન્યુઝમાં હોત.
વાયરલ તસવીર વિશે જાણવા માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા ફોટો સર્ચ કર્યો. આ દરમિયાન અમને પિંકવિલાના અહેવાલમાં ઓરિજીનલ તસવીર મળી આવી. આ અહેવાલ 24 સપ્ટેમ્બર 2016ના રોજ પ્રકાશિત થયો હતો. રિપોર્ટમાં ઓરિજીનલ તસવીર પ્રકાશિત કરતી વખતે વિરાટ કોહલીનો નવો લુક જણાવવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ તસવીર સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠે ક્લિક કરી છે. મૂળ તસવીરમાં વિરાટ કોહલીએ સફેદ ટી-શર્ટ પહેરી છે અને તેના પર ‘ભારત જોડો યાત્રા’ લખેલું નથી.
આ મામલે વધુ તપાસ કરતા અમે રોહન શ્રેષ્ઠાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને 23 સપ્ટેમ્બર 2016ના રોજ પોસ્ટ કરાયેલ ઓરિજીનલ તસવીર મળી આવી. જે બાદ સ્પષ્ટ થાય છે કે વાયરલ તસવીર જૂની છે જેને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
સમાચાર અહેવાલો અનુસાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરના રોજ ‘ભારત જોડો યાત્રા’ના અભિયાનની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રા 150 દિવસમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની લાંબી યાત્રાને આવરી લેશે. આ ભારત જોડો યાત્રામાં માર્ચ, રેલી અને જાહેર સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. અત્યાર સુધી આ યાત્રા ચાર રાજ્યો- તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ છે.
તપાસને આગળ વધારતા અમે સંજય સવર્ણ, વરિષ્ઠ-સબ એડિટર, દૈનિક જાગરણની સ્પોર્ટ્સ ટીમનો સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ તસવીર ઘણી જૂની છે. જેને ખોટા દાવા સાથે એડિટ કરીને શેર કરવામાં આવી રહી છે. અત્યાર સુધી વિરાટ કોહલીએ ‘ભારત જોડો યાત્રા’ના સમર્થનમાં કોઈ પોસ્ટ કરી નથી.
તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે તે એક વિચારધારાથી પ્રભાવિત છે. ફેસબુક પર યુઝરને એક હજારથી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિરાટ કોહલીએ ‘ભારત જોડો યાત્રા’ના સમર્થનમાં ટી-શર્ટ પહેરી ન હતી. વિશ્વાસ ન્યુઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો નીકળ્યો. વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે અને લગભગ 8 વર્ષ જૂની છે. જેને હવે સોશિયલ મીડિયા યુઝર્સ ખોટા દાવા સાથે શેર કરી રહ્યા છે.
- Claim Review : વિરાટ કોહલીએ ભારત જોડો યાત્રાને સમર્થન કર્યું, જય હિન્દ.
- Claimed By : રુબી રૂબી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.