વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ગેમિંગ એપને પ્રમોટ કરતા વિરાટ કોહલીનો આ વીડિયો ડીપફેક છે. આ વીડિયોને લોકોની સાથે છેતરપિંડી આચરવાના હેતુથી ડીપફેક એપ દ્વારા બનાવવામાં આવ્યો છે. એપની મદદથી વિરાટ કોહલીની લિપસિંગને બદલવામાં આવી છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેમને એક એવિએટર એપ દ્વારા પૈસા કમાવવા વિશે કહેતા સાંભળી શકાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલી આ એવિએટર ગેમિંગ એપનું પ્રમોશન કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે એવિએટર ગેમિંગ એપને પ્રમોટ કરતા વિરાટ કોહલીનો આ વીડિયો ડીપફેક છે. આ વીડિયોને લોકોની સાથે છેતરપિંડી આચરવાના હેતુથી ડીપફેક ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો છે. ટેક્નોલોજીની મદદથી વિરાટ કોહલીની લિપસિંગ અને ઓડિયોને બદલવામાં આવ્યો છે. અસલી વીડિયોમાં વિરાટ કોહલી કપડાની એક બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યા હતા. આ વીડિયો એ જ બ્રાન્ડની જાહેરાતનો છે.
ફેસબુક યુઝર U68 0412Bએ 6 મે 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “2 દિવસમાં ₹7,00,000, કેવી રીતે ચાલો હું તમને જણાવીશ”
પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.
વાયરલ વીડિયો વિશે જાણવા માટે અમે આ વીડિયોના સ્ક્રીનશોટને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યો. અમને કોહલીનો આ વીડિયો ફેશન બ્રાન્ડ માન્યાવરની યુટ્યુબ ચેનલ પર 10 માર્ચ 2017ના રોજ અપલોડ થયેલો મળ્યો. આ જાહેરાતમાં વાયરલ ક્લિપ જેવો જ સીન જોઈ શકાય છે, જેમાં વિરાટ કોહલી સોફા પર બેઠા છે. ઓરિજિનલ વીડિયોમાં તેઓ માન્યાવર ક્લોથિંગ બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યા હતા.
અમે વિરાટ કોહલીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ તપાસ્યા. જોકે, અમને વાયરલ પોસ્ટમાં જણાવવામાં આવેલી એપને લગતી ક્યાંય કોઈ જાણકારી ન મળી.
ડીપફેક વિશે જાણવા માટે અમે AI એક્સપર્ટ અઝહર માકવે સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે, ”વીડિયોમાં વિરાટ કોહલીના હોઠ જોઈને જ સમજી શકાય છે કે વીડિયો ડીપફેક છે. હોઠની મૂવમેન્ટ એકસરખી નથી. ડીપફેકની મદદથી ઓડિયો બદલવામાં આવે ત્યારે જ આવું થાય છે. આ વીડિયો ડીપફેક ટૂલની મદદથી બનાવવામાં આવ્યો છે.”
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે U68 0412B Facebook પર 400થી વધુ ફોલોઅર્સ છે.
Claimed By: Facebook User
Fact Check: False
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ગેમિંગ એપને પ્રમોટ કરતા વિરાટ કોહલીનો આ વીડિયો ડીપફેક છે. આ વીડિયોને લોકોની સાથે છેતરપિંડી આચરવાના હેતુથી ડીપફેક એપ દ્વારા બનાવવામાં આવ્યો છે. એપની મદદથી વિરાટ કોહલીની લિપસિંગને બદલવામાં આવી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923