Fact Check: પાણીપુરી વેચનારને માર મારતા પોલીસકર્મીનો વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ, સાંપ્રદાયિક રંગ આપીને કરાઈ રહ્યો છે શેર

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): સોશિયલ મીડિયા પર પાણીપુરી વેચતા એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક પોલીસકર્મી આવે છે અને પાણીપુરીના સામાનને નીચે ફેંકી દે છે અને તેની પાસે પૈસા માંગે છે. પૈસા ન આપવા પર પોલીસકર્મી તેને પણ માર મારવા લાગે છે. પછી એક મહિલા આવે છે અને તેને (પાણીપુરી વેચનારને) મદદ કરે છે. આ ઘટનાને સાચી માનીને લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. સાથે જ દાવો કરી રહ્યા છે કે ભારતમાં મુસ્લિમોની આ સ્થિતિ છે અને પોલીસકર્મીઓ પર પણ નિશાન સાધવામાં આવી રહ્યું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. અસલમાં આ વીડિયોને જાગૃતિ ફેલાવવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે, જે કલાકારો દ્વારા બનાવવામાં આવ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ટ્વિટર યુઝર ‘મોહમ્મદ શેર અલી’એ 3 જુલાઈના રોજ વાયરલ થયેલા વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું, “જુઓ ભારતમાં કેવી રીતે મુસ્લિમો પર અત્યાચાર કરવામાં આવે છે. તેમ છતાં અમે મુસ્લિમો ખુશ છીએ. કારણ કે અલ્લાહ પર વિશ્વાસ છે અને દિલમાં ધીરજ છે. તેથી જ કોઈ પણ તાકાત અમારું કશું બગાડી શકતી નથી.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે સંબંધિત કીવર્ડ સાથે ગૂગલ પર સર્ચ કર્યું. અમને વાયરલ દાવા સાથે સંબંધિત આ પ્રકારના કોઈ ન્યૂઝ રિપોર્ટ નથી મળ્યા.

અમે ઇનવિડ ટૂલનો ઉપયોગ કરીને વીડિયોના કેટલાક ગ્રેબ્સ કાઢ્યા અને તેને ગૂગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કર્યા. આ દરમિયાન અમને અસલી વીડિયો 3RD EYE નામની યુટ્યુબ ચેનલ પર 26મી જૂન 2023ના રોજ અપલોડ મળ્યો. ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ એક સામાજિક જાગૃતિ (social awareness)નો વીડિયો છે. વાયરલ વીડિયોનો ભાગ વીડિયોમાં 11 સેકન્ડે જોઈ શકાય છે. વીડિયોના અંતમાં એક ડિસ્ક્લેમર પણ છે કે આ ઘટનામાં કોઈ સત્ય નથી. આ વીડિયો માત્ર લોકોને જાગૃત કરવા માટે શેર કરવામાં આવી રહ્યો છે. આખા વીડિયોને અહીં જોઈ શકાય છે.

3RD EYE YouTube ચેનલ જોયા પછી જાણવા મળ્યું કે આ ચેનલ આ પ્રકારના સ્ક્રિપ્ટેડ વીડિયો બનાવે છે. ઘણા વીડિયો રમુજી હોય છે તો ઘણા ગંભીર મુદ્દાઓ પર આધારિત હોય છે. આ તમામ વીડિયો કલાકારો દ્વારા બનાવવામાં આવ્યા છે, તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

વધુ જાણકારી માટે અમે રાહુલ કશ્યપનો સંપર્ક કર્યો, જેઓ 3RD EYE પેજ ચલાવે છે. તેમણે વાયરલ થયેલા દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ વીડિયો એજ્યુકેશન અને એન્ટરટેઈનમેન્ટ માટે બનાવવામાં આવ્યો છે.

આ પહેલા પણ આ પ્રકારના સ્ક્રિપ્ટેડ વીડિયો ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. દર વખતે વિશ્વાસ ન્યૂઝે ખોટા દાવાઓની તપાસ કરીને સત્ય સામે રાખ્યું છે. આવા દાવાઓના રિપોર્ટને અહીં વાંચો.

અંતે અમે વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલા ટ્વિટર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 24 હજાર લોકો ફોલો કરે છે. પ્રોફાઈલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર કોલકાતાનો રહેવાસી છે. યુઝર ડિસેમ્બર 2013થી ટ્વિટર પર સક્રિય છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે પાણીપુરી વેચનારને માર મારતા પોલીસકર્મીના વાયરલ વીડિયોને લઈ કરાઈ રહેલો દાવો ખોટો છે. વીડિયો જાગૃતિ ફેલાવવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે, જે કલાકારો દ્વારા બનાવવામાં આવ્યો છે

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ