Fact Check: એક વીડિયો ગેમના દ્રશ્યોને ચંદ્રયાન 3ના જણાવીને કરવામાં આવી રહ્યા છે વાયરલ

Fact Check: એક વીડિયો ગેમના દ્રશ્યોને ચંદ્રયાન 3ના જણાવીને કરવામાં આવી રહ્યા છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રકમાં રોકેટને જોઈ શકાય છે. પોસ્ટની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અસલી ઘટનાનો છે અને તેમાં દેખાતું રોકેટ વાસ્તવમાં ચંદ્રયાન છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો કોઈ વાસ્તવિક ઘટના નહીં, પરંતુ એક વીડિયો ગેમની ક્લિપ છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

આ વાયરલ વીડિયોને અનુરાગ અગ્રવાલ નામના યુઝરે 21 ઓગસ્ટના રોજ શેર કર્યો છે. પોસ્ટની સાથે લખવામાં આવ્યું છે કે, “ચંદ્રની સફર કરતા વધારે મુશ્કેલ હતી ચંદ્રયાન 3ની આ સફળ, ટ્રક ડ્રાઈવરને 21 તોપોની સલામી.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વીડિયો કોઈ ફિલ્મના સીન જેવો લાગી રહ્યો છે કારણ કે તેને અલગ-અલગ એંગલથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોના ઘણા ભાગો એનિમેટેડ પણ લાગી રહ્યા છે જાણે કોઈ વીડિયો ગેમના હોય.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની સત્યતા જાણવા માટે સૌથી પહેલા આ પોસ્ટમાં કરવામાં આવેલી કોમેન્ટ્સને વાંચી. એક કોમેન્ટમાં એક યુઝરે લખ્યું છે કે “This is a vehicle simulation game called Spintires: MudRunner” અહીંથી અમને હિંટ મળી કે આ કોઈ વીડિયો ગેમનો સીન હોઈ શકે છે.

આ કોમેન્ટના આધારે અમે આ વીડિયોના કીફ્રેમ્સને કીવર્ડ્સથી સર્ચ કર્યા. અમને આ વીડિયો કેટલાક ફેસબુક પેજો પર માર્ચ 2023માં અપલોડ મળ્યો.

ગૂગલ સર્ચથી અમને જાણવા મળ્યું કે આ વીડિયોને સૌથી પહેલા Jim Natelo નામના ગેમરે અપલોડ કર્યો હતો. જોકે, તે વીડિયોને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. અમને તે ડિલીટેડ વીડિયોની આર્કાઇવ લિંક મળી. વીડિયોની સાથે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું,  “playing Spintires: MudRunner.” કીવર્ડ સર્ચથી અમને જણાવા મળ્યું કે સ્પ્રિંટર્સ મડ રનર એક વીડિયો ગેમ છે. આ ફેસબુક પોસ્ટ પર કેટલીક કોમેન્ટ્સ પણ મળી. આ કોમેન્ટમાં એક વ્યક્તિએ પૂછ્યું હતું કે શું આ એક વીડિયો ગેમ છે, જેના જવાબમાં જિમ નેટેલોએ કહ્યું હતું, “હા સર.”

અમે આ અંગે માહિતી મેળવવા માટે દૈનિક જાગરણની વીડિયો ટીમના ગ્રાફિક એનિમેટર સંજય જેમિનીનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, “વીડિયોમાં વૃક્ષો અને પાણીના પ્રવાહને જોઈને સ્પષ્ટ થાય છે કે આ એનિમેટેડ છે. આ એક વીડિયો ગેમનું ફૂટેજ છે.”

અંતે અમે ફેસબુક પર પોસ્ટ કરનાર યુઝર અનુરાગ અગ્રવાલની પ્રોફાઇલ સ્કેન કરી. પ્રોફાઇલને સ્કેન કરતાં અમને જાણવા મળ્યું કે યુઝર ઉત્તરાખંડનો રહેવાસી છે. યુઝરના 3000થી વધુ ફેસબુક ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો ચંદ્રયાનનો નહીં, પરંતુ એક વીડિયો ગેમની ક્લિપ છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ