નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, યુપી, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે. આ બધાની વચ્ચે ડેમનો એક વીડિયો વાયરલ કરતા જણાવવામાં આવી રહ્યું છે કે તે ઉમરેઠી ડેમનો છે. તેમાં પાણીને ઓવરફ્લો થતું જોઈ શકાય છે. વિશ્વાસ ન્યૂઝે તેની ઝીણવટભરી તપાસ કરી. સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું. વાસ્તવમાં નર્મદા જિલ્લાના કરજણ ડેમના જૂના વીડિયોને કેટલાક લોકો હવે હિરેન નદીના ઉમરેઠી ડેમનો સમજીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ.
ફેસબુક યુઝર નિલેશ વાઘેલાએ 14 જુલાઈના રોજ એક વીડિયોને પોસ્ટ કર્યો અને તેને ઉમરેઠી ડેમનો જણાવ્યો. આ સિવાય અન્ય યુઝર્સ પણ આ વીડિયોને ઉમરેઠી ડેમનો તાજેતરનો વીડિયો માનીને વાયરલ કરી રહ્યા છે. વાયરલ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો વિશે જાણકારી એકઠી કરવા માટે સૌથી પહેલા ઇનવિડ ટૂલનો ઉપયોગ કર્યો. તેના દ્વારા અનેક કીફ્રેમ્સ કાઢવામાં આવ્યા. ત્યારબાદ તેમને ગૂગલ રિવર્સ ઈમેજ ટૂલ દ્વારા સર્ચ કરવામાં આવ્યા હતા. અવર વડોદરા નામના એક ટ્વિટર હેન્ડલે 14 જુલાઈ, 2022ના રોજ આ જ વીડિયોને અપલોડ કર્યો હતો અને તેને કરજણ ડેમનો જણાવ્યો હતો. ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ અતિભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. આ વીડિયો ગુજરાત મિરર ન્યૂઝે તેના ફેસબુક પેજ પર પણ અપલોડ કર્યો હતો.
તપાસને આગળ વધારતા અમે નર્મદા જિલ્લાની સરકારી વેબસાઇટ પર તપાસ કરી. અહીં આપેલી માહિતી મુજબ, ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદેદ તાલુકામાં કરજણ ડેમ આવેલો છે. વડોદરાથી તેનું અંતર લગભગ 85 કિલોમીટર છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસના આગળના તબક્કામાં ઉમરેઠી ડેમ વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. આ માટે ગૂગલ મેપની મદદ લીધી. અહીં સર્ચ કરતાં અમને ડેમના લેટેસ્ટ ફોટા અને વીડિયો મળ્યા. જુનૈદ મિર્ઝા નામના યુઝરે તેમને જુલાઈ 2023માં અપલોડ કર્યા હતા. ઉમરેઠી ડેમની નીચે આપેલ તસ્વીરોને ધ્યાનથી જોતા સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે આ ડેમની બનાવટ, આસપાસનું લોકેશન ઉમરેઠી ડેમના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો કરતા સાવ અલગ છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉમરેઠી એ હિરેન નદીના કિનારે આવેલું ગામ છે. ત્યાં એક ડેમ બાંધવામાં આવ્યો છે. કરજણ ડેમથી ઉમરેઠી ડેમનું અંતર લગભગ પાંચસો કિલોમીટર છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસના આગળના તબક્કામાં ગુજરાતી જાગરણના નરેન્દ્ર આહિરવાલનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયો શેર કર્યો. માહિતી આપતાં તેમણે જણાવ્યું કે આ વીડિયો ઉમરેઠીનો નથી.
તપાસના અંતે ભ્રામક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરી. ફેસબુક યુઝર નિલેશ વાઘેલા અમદાવાદમાં રહે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ઉમરેઠી ડેમના નામે વાયરલ થયેલા વીડિયોને લગતી પોસ્ટ ભ્રામક સાબિત થઈ. અમારી તપાસમાં આ વીડિયો કરજણ ડેમનો સાબિત થયો.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923