નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના વારાણસીની એક હોટલમાં મોતના સમાચાર આવ્યા પછીથી સોશિયલ મીડિયા પર તેના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હવે આકાંક્ષા દુબે અને સમર સિંહની વાતચીતના એક જૂના વીડિયોને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અભિનેત્રીના મૃત્યુના થોડા સમય પહેલાનો લાઈવ વીડિયો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. 26 માર્ચની સવારે આકાંક્ષા દુબેનો મૃતદેહ વારાણસીની એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. આકાંક્ષા દુબેની માતાની ફરિયાદ બાદ ભોજપુરી ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વાયરલ વીડિયો એક વર્ષથી ઈન્ટરનેટ પર હાજર છે.
ફેસબુક પેજ Varal News પર 27 માર્ચે એક વીડિયોને અપલોડ કરતા લખ્યું હતું, “Akanksha Dubey live Samar Singh આકાંક્ષા દુબે લાઇવ મૃત્યુના થોડા સમય પહેલા.”
આ વીડિયોને સાચો માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા ચકાસવા માટે સૌથા પહેલા તેમાં ઉપયોગ કરવામાં આવેલા વીડિયોને સ્કેન કર્યો. આમાં આકાંક્ષા દુબેને એમ કહેતા સાંભળી શકાય છે કે ‘મિટ્ટી’ ફિલ્મના શૂટિંગ માટે તે સોનભદ્રમાં છે. જ્યારે તાજેતરના મીડિયા રિર્પોટ અનુસાર, આકાંક્ષા દુબે વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. જેના પરથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે વીડિયો જૂનો છે.
સર્ચ દરમિયાન અસલી વીડિયો 22 જાન્યુઆરી 2022ના રોજ યુટ્યુબ પર અપલોડ થયેલો મળ્યો. તેમાં જણાવવામાં આવ્યું છે કે સમર સિંહ તેની હિરોઈન આકાંક્ષા સાથે આવ્યા લાઈવ. આ એ જ વીડિયો છે, જેને મૃત્યુના થોડા સમય પહેલાનો કહીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
તપાસને આગળ વધારતા અમે વારાણસીથી પ્રકાશિત દૈનિક જાગરણ અખબારના ઈ-પેપરને સ્કેન કરવાનું શરૂ કર્યું. 26 માર્ચની આવૃત્તિમાં અમને આકાંક્ષા દુબે સાથે સંબંધિત સમાચાર મળ્યા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આકાંક્ષા સારનાથની બુદ્ધ સિટી કોલોની સ્થિત હોટલ સોમેન્દ્રના રૂમ નંબર 105માં રોકાઈ હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે તે ભોજપુરી સિંગર સમર સિંહ સાથે રિલેશનશિપમાં હતી. થોડા દિવસોથી બંને વચ્ચે વાતચીત ન થવાને કારણે તે પરેશાન હતી.
Jagran.com પર 27 માર્ચે પ્રકાશિત સમાચારમાં કહેવામાં આવ્યું કે આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ સારનાથ પોલીસ સ્ટેશનમાં સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.
સર્ચ દરમિયાન NDTVની યુટ્યુબ ચેનલ પર આકાંક્ષા દુબેના મૃત્યુના સમાચાર સાથે સંબંધિત વીડિયો મળ્યો. જેમાં એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે વારાણસીની એક હોટલના રૂમ નંબર 105માં આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરી. આ સમાચાર 26 માર્ચ 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યા હતા.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા આકાંક્ષા દુબેના મૃત્યુ સંબંધિત સમાચાર કવર કરનાર દૈનિક જાગરણ, વારાસણીના ક્રાઈમ રિપોર્ટર દિનેશ સિંહ સાથે સંપર્ક કર્યો, તેમની સાથે વાયરલ વીડિયોને શેર કર્યો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આકાંક્ષા દુબેનો વાયરલ વીડિયો મૃત્યુના થોડા સમય પહેલાનો લાઈવ વીડિયો નથી. આ જુનો વીડિયો છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. જે વીડિયોને આકાંક્ષા દુબેના મૃત્યુના થોડા સમય પહેલાનો જણાવી વાયરલ કરવામાં આવી રહ્યો છે, તે એક વર્ષથી ઈન્ટરનેટ પર હાજર છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923