Fact Check : બેંગલુરુમાં નેપાળી યુવતીની હત્યાનો દાવો ખોટો, જૂની ઘટનાનો છે વાયરલ વીડિયો

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): રસ્તા વચ્ચે એક યુવતીને ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના બેંગલુરુના એમજી રોડ પર બની હતી. જ્યાં કેટલાક લોકોએ એક નેપાળી યુવતીની જાહેરમાં કરપીણ હત્યા કરી હતી.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો લગભગ બે વર્ષ જૂનો છે. વર્ષ 2021માં બેંગલુરુમાં એક પતિએ તેની પત્ની અર્ચના રેડ્ડીની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. તેના જ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર સંજના સ્થાએ 15 માર્ચે વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક)ને શેર કર્યો છે. યુઝરે અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું છે, બેંગલુરુના એમજી રોડ પર નેપાળી યુવતીની હત્યા કરવામાં આવી હતી.

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા અને તેને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યા. આ દરમિયાન અમને વાયરલ વીડિયો સાથે સંબંધિત એક રિપોર્ટ વન ઈન્ડિયા કન્નડની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 30 ડિસેમ્બર, 2021ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિર્પોટ અનુસાર, વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાનું નામ અર્ચના રેડ્ડી હતું. બેંગલુરુમાં અર્ચના રેડ્ડીના પતિ કુમારે તેની હત્યા કરાવી નાખી હતી. અર્ચના રેડ્ડીએ કુમાર વિશે જિગાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કંઈ પગલા લેવામાં આવ્યા નહોતા.

તપાસને આગળ વધારતા અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને ન્યૂઝ18ની વેબસાઇટ પર 31 ડિસેમ્બર 2021ના રોજ પ્રકાશિત એક રિપોર્ટ મળ્યો. રિપોર્ટ અનુસાર, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સાવકા પિતા સાથે દીકરીને પ્રેમ થઈ ગયો તો બંનેએ સાથે મળીને પ્રોપર્ટી હડપ કરવા માટે માતાની હત્યા કરી નાખી. આ કેસમાં અત્યાર સુધીમાં પિતા-પુત્રી સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યા 27 ડિસેમ્બરે થઈ હતી. રાત્રે લગભગ 10.30 વાગ્યે અસમાજિક તત્વોની એક ગેંગે અર્ચના રેડ્ડીને તેની કારમાંથી બહાર કાઢી ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો.

ધ ન્યૂઝ મિનિટ, ધ ઈન્ડિયન એક્સપ્રેસ, ન્યૂઝ નેશન અને હિન્દુસ્તાન ટાઈમ્સે પણ આ રિર્પોટ પ્રકાશિત કર્યો છે.

વિશ્વાસ ન્યૂઝને તપાસ દરમિયાન બેંગલુરુના સાઉથ ઈસ્ટ ડિવિઝનના પોલીસ કમિશનરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર દાવા સાથે સંબંધિત એક ટ્વીટ મળ્યું. તેમણે 5 માર્ચ 2023ના રોજ એક ટ્વિટમાં કરીને માહિતી આપી છે, સોશિયલ મીડિયા પર એક જૂના વીડિયોને બેંગલુરુના એમજી રોડ પર તાજેતરની ઘટના જણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો વર્ષ 2021માં બનેલી એક ઘટનાનો છે. આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મહેરબાની કરીને ખોટી અફવા ન ફેલાવો.”

વધુ માહિતી માટે અમે બેંગલુરુના સ્થાનિક પત્રકાર યાસિર ખાન સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે વાયરલ વીડિયો જૂનો છે. અહીં આવી કોઈ ઘટના નથી બની.

અંતમાં વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઇલનું સ્કેનિંગ કર્યું. યુઝરના ફેસબુક પર 1800થી વધુ ફોલોઅર્સ છે. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર નેપાળનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે નેપાળી યુવતીની હત્યાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો બેંગલુરુમાં થયેલી હત્યાનો છે, જેમાં મૃત્યુ પામેલ મહિલાનું નામ અર્ચના રેડ્ડી હતું. વર્ષ 2021માં બેંગલુરુમાં એક પતિએ તેની પત્નીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેના જ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ