X
X

Fact Check: પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નામે બનેલા ફેન પેજથી કરવામાં આવેલા ટ્વિટને અસલી માની રહ્યા છે યુઝર્સ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને નામાંકિત રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈના નામે ફરી એકવાર ટ્વિટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. આમાં પ્રોફાઈલ ફોટોમાં રંજન ગોગોઈની તસવીર લાગેલી છે અને નામ રંજન ગોગોઈ લખેલું છે. સ્ક્રીનશોટ પર લખેલું છે કે લાલ બહાદુર શાસ્ત્રીને ઝેર આપનાર રસોઈયો પાકિસ્તાન ભાગી ગયો હતો, જેને ઈન્દિરા ગાંધીએ આજીવન પેન્શન આપ્યું હતું. ઘણા યુઝર્સ આ સ્ક્રીનશૉટને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનું કોઈ ટ્વિટર હેન્ડલ નથી. વાયરલ સ્ક્રીનશોટ તેમના નામે બનેલા ફેન પેજનો છે, જેને યુઝર્સ અસલી માનીને શેર કરી રહ્યા છે. આ પહેલા પણ રંજન ગોગોઈના નામે બનેલા ફેન પેજ અથવા ફેક એકાઉન્ટથી વાયરલ ટ્વિટના સ્ક્રીનશોટને યૂઝર્સ અસલી માનીને વાયરલ કરી ચૂક્યા છે. આને લગતા વિશ્વાસ ન્યૂઝના ફેક્ટ ચેક રિપોર્ટ્સને અહીં વાંચી શકાય છે.

શું છે વાયરલ પોસ્ટ?

વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ ટિપલાઇન નંબર +91 9599299372 પર યુઝરે આ વાયરલ ટ્ટિટના સ્ક્રીનશોટને મોકલીને આનું સત્ય જણાવવાની વિનંતી કરી છે.

ફેસબુક યુઝર ‘આરના પાંડે‘ (આર્કાઇવ્ડ લિંક)એ પણ 22 મેના રોજ સ્ક્રીનશોટ શેર કર્યો છે. આમાં લખ્યું છે કે, ”લાલ બહાદુર શાસ્ત્રીને ઝેર આપનાર મુસ્લિમ રસોઈયો પાકિસ્તાન ભાગી ગયો, જેને ઈન્દિરા ગાંધી આજીવન પેન્શન આપતા રહ્યા. આ વાત દરેક હિન્દુને ખબર હોવી જોઈએ.”

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા રંજન ગોગોઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ વિશે સર્ચ કર્યું, પરંતુ સફળતા ન મળી. કીવર્ડ્સથી ગૂગલ પર ઓપન સર્ચ કરવા પર અમને બાર એન્ડ બેન્ચ વેબસાઇટ પર રંજન ગોગોઈની ટ્વિટર પ્રોફાઇલ વિશે સમાચાર મળ્યા. 17 ઓક્ટોબર, 2018ના રોજ પ્રકાશિત થયેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે નકલી ટ્વિટર હેન્ડલ બનાવવા અને ચલાવવા બદલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

લાઈવ લૉ વેબસાઇટ પર પણ 17 ઓક્ટોબર 2018ના રોજ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે ફેક ટ્વિટર પ્રોફાઇલ બનાવવાના આરોપમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસ નોંધ્યો છે.

આ પછી અમે કીવર્ડ્સ સાથે વાયરલ સ્ક્રીનશોટ વિશે ફેસબુક પર સર્ચ કર્યું. ફેસબુક યુઝર જયેશ લાલવાણીએ પણ 23 જાન્યુઆરીએ આ સ્ક્રીનશોટ (આર્કાઇવ લિંક) શેર કર્યો હતો. આમાં યુઝરની પ્રોફાઈલ આઈડી અને ટ્વિટની તારીખ અને સમય પણ જોઈ શકાય છે. આ દર્શાવે છે કે આ ટ્વિટ 30 જુલાઈના ​​રોજ Twitter ID @THEGOGAI એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે.

આના આધારે અમે @THEGOGAI IDને સર્ચ કરી. તેના બાયોમાં લખ્યું છે, ”Members of Parliament, Former Judge in Supreme Court of India, 46th Chief Justice of India, Fan account”.

વેબેક મશીન દ્વારા અમે તેમના પેજનું આર્કાઇવ કાઢ્યું. આના પર 2021માં આ પેજને બે વખત સેવ કરવામાં આવ્યું છે. 13 ઑક્ટોબર 2021ના રોજ સેવ કરવામાં આવેલા આ પેજ જોઈને જાણવા મળે છે કે આ એક ફેન પેજ છે, ઓરિજિનલ નથી. તેના બાયોમાં લખ્યું છે કે આ એક ફેન પેજ છે અને ઓક્ટોબર 2019માં બનાવવામાં આવ્યું છે. પેજના ફોલોઅર્સ પણ લગભગ 128 હજાર છે.

આ વિશે વધુ જાણકારી માટે અમે લાઈવ લૉના એસોસિયેટ એડિટર બ્રિજ દુબે સાથે વાત કરી. તેઓનું કહેવું છે, “પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનું કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી. ભૂતકાળમાં પણ ફેન પેજ અથવા તેના નામે બનાવેલા ફેક એકાઉન્ટ્સમાંથી ટ્વીટ વાયરલ થયા છે. આવા જ એક મામલે દિલ્હીના સ્પેશિયલ સેલે કેસ પણ નોંધ્યો હતો.”

તપાસના અંતિમ તબક્કામાં અમે સ્ક્રીનશોટ શેર કરનાર ફેસબુક યુઝર ‘આરના પાંડે’ની પ્રોફાઇલને સ્કેન કરી. જે મુજબ, યુઝરના 182 ફ્રેન્ડ્સ છે અને તે 69 લોકોને ફોલો કરે છે.

નિષ્કર્ષઃ પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના નામે બનેલા ફેનપેજમાંથી કરવામાં આવેલા ટ્ટીટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. રંજન ગોગોઈનું કોઈ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ નથી.

  • Claim Review : રંજન ગોગોઈએ ટ્વિટ કર્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીને ઝેર આપનાર મુસ્લિમ રસોઈયા પાકિસ્તાન ભાગી ગયો હતો, જેને ઈન્દિરા ગાંધી આજીવન પેન્શન આપતી રહી.
  • Claimed By : FB User- Aarna Pandey
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later