X
X

Fact Check: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ધોનીના ફેન્સના નામે વિદેશની તસવીર થઈ વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરને વાયરલ કરીને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ ફોટો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સનો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. તપાસમાં આ તસવીર સ્પેનના ગ્રૈન કેનેરિયાની હોવાનું સામે આવ્યું. આ તસવીરને ભારતીય યુઝર્સ મહેન્દ્ર સિંહ ધોનીના સમર્થનમાં વાયરલ કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’એ એક તસવીરને પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, “લોકો મેચ કરતાં વધારે ધોનીના દિવાના છે.”

તસવીરને સાચી માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. આ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે ધોનીના ફેન્સના નામે વાયરલ થઈ રહેલી તસવીરનું સત્ય જાણવા માટે સૌથી પહેલા ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. સર્ચ દરમિયાન જાણવા મળ્યું કે આ તસવીર ભારતની હોવાનું સમજીને ઘણી વાયરલ કરવામાં આવી રહી છે. ફેસબુકથી લઈને ટ્વિટર સુધી આ તસવીર વાયરલ થઈ છે. વધારે સર્ચ કરવા પર અમને marca.com નામની વેબસાઇટ પર અસલી તસવીર મળી. વિશ્વાસ ન્યૂઝે તસવીરના કેપ્શનનું ભાષાંતર કરવા માટે ગૂગલ ટ્રાન્સલેટરનો ઉપયોગ કર્યો. આનાથી અમને ખબર પડી કે વાયરલ તસવીર વાસ્તવમાં ગ્રૈન કેનેરિયાની છે. તે સ્પેનનો એક ટાપુ છે.

સર્ચ દરમિયાન ‘EEE Deports’ નામના ટ્વિટર હેન્ડલ પર પણ આ તસવીર મળી. આ એક સ્પેનિશ સમાચાર એજન્સી છે. તેના ટ્વિટમાં આ તસવીરને લઈને જણાવવામાં આવ્યું હતું કે, ગ્રૈન કેનેરિયા સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં ફેન્સ UD લાસ પાલમાસ ટીમનું સ્વાગત કરવા એકઠા થયા.

https://twitter.com/EFEdeportes/status/1662523769238216704

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠીનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ તસવીર શેર કરી. માહિતી આપતા તેમણે કહ્યું કે, આ તસવીરને મહેન્દ્ર સિંહ ધોની કે ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ સાથે કોઈ લેવાદેવા નથી. આ વિદેશની તસવીર છે.

જે બાદ અમે આ તસવીરને શેર કરનાર ફેસબુક પેજ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. ફેસબુક પેજ ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ યુપીના મુરાદાબાદથી ઓપરેટ થાય છે. આ એકાઉન્ટને 4.8 હજાર લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ તસવીર સ્પેનના ગ્રૈન કૈનરિયાની હોવાનું આવ્યું સામે. આ તસવીરને મહેન્દ્ર સિંહ ધોની કે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કોઈ લેવાદેવા નથી.

  • Claim Review : મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોનો ફોટો
  • Claimed By : ફેસબુક પેજ 'ગર્વ સે કહો હમ હિન્દુ હૈ'
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later