નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): તાજેતરમાં ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટનું સમાપન થયું. ભારત આ કોન્ફરન્સમાં ભારે ઉત્સાહ સાથે ભાગ લેતું જોવા મળ્યું હતું. બે દિવસીય સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જો બાઈડન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત ઘણા મોટા વૈશ્વિક નેતાઓને મળ્યા હતા. વૈશ્વિક નેતા સાથે પીએમ મોદીની મુલાકાતની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વધુ એક તસવીર ચર્ચાનો વિષય બની હતી, જેમાં ઘણા વિદેશી નેતાઓ બેઠેલા જોવા મળે છે પરંતુ પીએમ મોદી ત્યાં નથી. આ તસવીરને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીને વૈશ્વિક નેતાઓએ નજરઅંદાજ કર્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જી-20 દરમિયાન બાઈડને બોલાવેલી ઈમરજન્સી મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
અમને વાયરલ દાવો ભ્રામક હોવાનું જણાયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પોલેન્ડ પર મિસાઈલ પડ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ નાટો અને જી-7 દેશોની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ભારત G-7 અને નાટો બંને ગઠબંધનનું સભ્ય નથી. તેથી વડાપ્રધાન મોદીએ બેઠકમાં હાજરી આપી ન હતી. તે કહેવું ખોટું છે અને આ ખોટી માહિતી છે કે બાઈડને ભારતને નજરઅંદાજ કરીને કરીને G-20 દરમિયાન ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. જેમાં મોદીને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
વાયરલ તસવીર (આર્કાઇવ લિંક) શેર કરતાં સોશિયલ મીડિયા યુઝર ‘Sanjeevan Toppo’એ લખ્યું, “Biden G20 ખાતે ઈમરજન્સી મીટિંગ બોલાવી – ભારતના કહેવાતા વિશ્વગુરુ ગુમ!”
અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક અન્ય યુઝર્સે આ જ દાવા સાથે તસવીર શેર કરી છે. અશોક સ્વૈને પણ પોતાના ટ્વિટર પ્રોફાઇલ પરથી આ તસવીર શેર કરી છે.
આ વાયરલ તસવીર અનેક સમાચાર અહેવાલોમાં જોવા મળી હતી. 16 નવેમ્બર, 2022 ના રોજ સીએનએનના અહેવાલ મુજબ નાટો ગઠબંધનના સભ્ય પોલેન્ડ પર મિસાઈલ હુમલાના સમાચાર પછી યુએસ પ્રમુખ જો બાઈડને G-7 અને સભ્ય દેશોની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં કેનેડા, યુરોપિયન યુનિયન, સ્પેન, બાઈડન ઉપરાંત ઇટાલી, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ અને જાપાન જોડાયા હતા.
ઈન્ડિયન એક્સપ્રેસ વેબસાઈટ પર સમાચાર એજન્સી એપીના 16 નવેમ્બરના અહેવાલ મુજબ પોલેન્ડ પર મિસાઈલ પડ્યા બાદ બિડેને G-7 અને નાટો નેતાઓની ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. આ મિસાઈલ હુમલામાં પોલેન્ડના બે નાગરિકો માર્યા ગયા હતા. અન્ય સમાચાર અહેવાલોમાં પણ G-7 અને નાટોની બેઠકનો ઉલ્લેખ છે.
નાટો એટલે કે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન. જે એક લશ્કરી જોડાણ છે. જેમાં કુલ 30 સભ્યો છે. નાટોની વેબસાઇટ પર તેના તમામ સભ્યોની માહિતી આપવામાં આવી છે અને ભારત આ સૈન્ય જોડાણનો ભાગ નથી.
નાટોનું મુખ્ય મથક બ્રસેલ્સમાં છે અને ગૃપના સભ્ય દેશો બાહ્ય આક્રમણ સામે એકબીજાને મદદ કરવાનું અને એકબીજા સાથે સહકારના સિદ્ધાંતનું પાલન કરે છે. તેનો મતબલ એ થાય છે કે કોઈપણ નાટો સભ્ય દેશ પર હુમલો થાય તો એ હુમલો નાટો પર જ થયો એવું માનવામાં આવશે.
બાઈડને બોલાવેલી બેઠકમાં નાટો ઉપરાંત જી-7ના સભ્ય દેશોએ પણ ભાગ લીધો હતો. G-7 એટલે કે ગ્રૂપ ઓફ સેવન એ વિશ્વની સૌથી મોટી વિકસિત અર્થવ્યવસ્થાઓનું સંગઠન છે. જેના સભ્ય દેશોમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા, બ્રિટન અને કેનેડાનો સમાવેશ થાય છે.
પહેલા તે G-8 હતું. પરંતુ 2014માં રશિયા દ્વારા ક્રિમીઆને પોતાના ક્ષેત્રમાં સામેલ કર્યા બાદ તેની સભ્યતા જી-8માંથી જતી રહી અને હવે આ જૂથ G-7 બની ગયું છે.
અમારી તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે ભારત ન તો G7 કે નાટો ગૃપનો ભાગ છે અને બાઈડન દ્વારા બોલાવવામાં આવેલી બેઠક G7 અને નાટોના સભ્ય દેશોની બેઠક હતી. તેથી એ કહેવું ખોટું છે કે ભારતને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યું હતું. પ્રોટોકોલ મુજબ ભારત આ બેઠકનો ભાગ બની શક્યું નથી.
વિશ્વાસ ન્યૂઝે આ દાવા અંગે પૂર્વ રાજદ્વારી અને વિદેશી બાબતોના નિષ્ણાત વિવેક કાત્જુનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત ન તો G-7નો ભાગ છે કે ન તો નાટોનો ભાગ છે. પોલેન્ડ પર મિસાઈલ પડ્યા બાદ બાઈડને બોલાવેલી બેઠક G-7 અને નાટોના સભ્ય દેશોની બેઠક હતી. ભારત આમાં કેવી રીતે સામેલ થઈ શકે ? પ્રોટોકોલ મુજબ આ બેઠકમાં ફક્ત નાટો અને જી-7 સભ્ય દેશો જ ભાગ લઈ શકે છે. કારણ કે આ બેઠક તેમના માટે જ બોલાવવામાં આવી હતી.
વધુ તપાસ કરતા અમે નાટો અને G-7 મીટિંગના જૂના ફોટોગ્રાફ્સ શોધી કાઢ્યા. 1 જુલાઇ 2022ના આઉટલુકના રિપોર્ટ અનુસાર પશ્ચિમી દેશોના નેતાઓની બે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ. પ્રથમ બેઠક G-7ની જર્મનીમાં હતી જ્યારે નાટો દેશોની બીજી બેઠક મેડ્રિડમાં યોજાઈ હતી.
નાટોની બેઠક (29-30 જૂનના રોજ) મેડ્રિડ, સ્પેનમાં યોજાઈ હતી. જેમાં યુએસ, યુકે, ફ્રાન્સ, કેનેડા, તુર્કી સહિત 30 સભ્ય દેશોએ ભાગ લીધો હતો. યુએસ પ્રેસિડેન્ટ બાઈડને તેમની બેઝિક પ્રોફાઇલમાંથી આ મીટિંગની તસવીર શેર કરી છે.
મળતી માહિતી મુજબ G-7 અને નાટોની તાજેતરની બેઠકની તસવીરો સ્પષ્ટપણે જણાવે છે કે ભારત આ બંને ગઠબંધનમાંથી એકપણનું સભ્ય નથી. તેથી જ્યારે પોલેન્ડ પર મિસાઈલ પડવાની ઘટના બની ત્યારે બાઈડને G-7 અને નાટોના સભ્ય દેશોની ઈમરજન્સી બેઠક બોલાવી. પ્રોટોકોલ મુજબ ભારત આ બેઠકનો ભાગ બની શક્યું નથી.
નિષ્કર્ષ: G-20 બેઠકમાં નાટોના સભ્ય દેશ પોલેન્ડ પર મિસાઈલ પડવાની ઘટના બાદ યુએસ પ્રમુખ બાઈડને G-7 અને નાટોના સભ્ય દેશોની ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને ભારતે આ બેઠકમાં હાજરી આપી ન હતી કારણ કે ભારત ન તો G-7નો ભાગ છે કે ન તો નાટોનો ભાગ છે.આથી વૈશ્વિક એકલતાના કારણે ભારતને આ કટોકટીની બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાનો દાવો ભ્રામક અને ખોટી માહિતી છે.ભારત આ ગૃપનું સભ્ય ન હોવાથી પ્રોટોકોલ મુજબ આ બેઠકનો ભાગ બની શક્યું નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923