વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું. વાયરલ તસવીર તાજેતરની નહીં, પરંતુ જાન્યુઆરી 2022ની છે. ભ્રામક દાવા સાથે જૂની તસવીર શેર કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)નવા વર્ષની ઉજવણી વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં રસ્તા પર વાહનોની લાંબી કતારો જોઈ શકાય છે. હવે કેટલાક યુઝર્સ આ તસવીરને શેર કરીને દાવો કરી રહ્યા છે કે આ નવા વર્ષ પર મનાલી તરફ જતી ગાડીઓની તસવીર છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું. વાયરલ તસવીર તાજેતરની નહીં, પરંતુ જાન્યુઆરી 2022ની છે. ભ્રામક દાવા સાથે જૂની તસવીર શેર કરવામાં આવી રહી છે.
ફેસબૂક પેજ જનમત હરિયાણા ( Janmat Haryana)એ 29 ડિસેમ્બરે વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “નવા વર્ષ પર મનાલી તરફ જતી ગાડીઓનો એરિયલ વ્યૂ.”
તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને શેર કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
અમે વાયરલ તસવીરની તપાસ માટે સૌથી પહેલા અમે ગૂગલ રિવર્સ ઈમેજનો ઉપયોગ કર્યો. આ સમય દરમિયાન અમને વાયરલ તસવીર ‘oyeghumnechal’ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર મળી. વાયરલ તસવીરને 27 જાન્યુઆરી 2022ના રોજ શેર કરવામાં આવી હતી. ફોટોની ક્રેડિટ યશ હાંડાને આપવામાં આવી છે.
સર્ચ દરમિયાન, અમને ‘હિમાચલ પ્રદેશ – બીઇંગ પહાડી’ નામના ફેસબુક પેજ પર પણ વાયરલ તસવીર મળી. આ તસવીર 25 ડિસેમ્બર 2022ના રોજ શેર કરવામાં આવી હતી અને ક્રેડિટ યશ હાંડાને આપવામાં આવ્યું છે.
અમને ઓરિજનલ તસવીર યશ હાંડના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 27 જાન્યુઆરી 2022એ શેર થયેલી મળી. જ્યારે એક યુઝર દ્વારા તસવીર વિશે પૂછવામાં આવ્યું ત્યારે યશે જણાવ્યું હતું કે તેણે આ તસવીર 2 જાન્યુઆરી, 2022ના રોજ ક્લિક કરી હતી.
આ પહેલા પણ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે સમયે વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી હતી. અમે તસવીરને લઈને યશ હાંડા સાથે સંપર્ક કર્યો હતો. યશે અમને જણાવ્યું કે, તેણે આ તસવીર 22 જાન્યુઆરી, 2022ના રોજ ક્લિક કરી હતી. વાયરલ તસવીર જૂની છે.
છેલ્લે અમે જૂની તસવીરને તાજેતરની જણાવીને શેર કરનાર પેજને સ્કેન કર્યું. આ ફેસબુક પેજને 90 હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું. વાયરલ તસવીર તાજેતરની નહીં, પરંતુ જાન્યુઆરી 2022ની છે. ભ્રામક દાવા સાથે જૂની તસવીર શેર કરવામાં આવી રહી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923