Fact Check: અભિનેતા પવન કલ્યાણની વાયરલ તસવીર અસલી નહીં, AI ક્રિએટેડ છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પવન કલ્યાણની તસવીર AI દ્વારા બનાવવામાં આવી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) તેલુગુ અભિનેતા અને જનસેના પાર્ટીના સંસ્થાપક પવન કલ્યાણની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તેઓ ગૃહની અંદર જોવા મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને શેર કરીને ફોટાને લાઈક કરવાની અપીલ કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પવન કલ્યાણની વાયરલ તસવીર  AI દ્વારા બનાવવામાં આવી છે. તેને AI ટૂલ્સની મદદથી બનાવવામાં આવી છે. જણાવી દઈએ કે પવન કલ્યાણની પાર્ટી જનસેનાએ લોકસભા ચૂંટણી 2024માં લોકસભાની બે બેઠકો અને આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 21 સીટો પર જીત મેળવી છે.

શું છે વાયરલ પોસ્ટ?

થ્રેડ યુઝર rinitichatterjee (આર્કાઇવ લિંક)એ 9 જૂનના રોજ તસવીર પોસ્ટ કરતાં લખ્યું, “પવન કલ્યાણ ગરુ, દક્ષિણ ભારતના સનાતન ધર્મના ધ્વજ રક્ષકો તેમના ફોટાને લાઈક નહીં કરો?”

તપાસ

વાયરલ તસવીરની તપાસ કરવા માટે અમે તેને ગૂગલ લેન્સ અને યાન્ડેક્સ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કર્યું, પરંતુ એવી કોઈ માહિતી મળી નહીં, જેમાં આ તસવીર વિશે જાણવા મળી શકે.

જોવા પર આ ફોટો એકદમ બ્રાઈટ દેખાયો. આનાથી અમને AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાની શંકા ગઈ. AI ઈમેજ ડિટેક્શન ટૂલ હાઈવ મોડરેશનથી ચેક કરતા તે AI દ્વારા બનાવવામાં આવી હોવાની સંભાવના 99.8 ટકા હોવાનું જણાયું.

ડિટેક્શન ટૂલ EasyItAI એ પણ આ તસવીરને AI દ્વારા આ બનાવેલી હોવાની સંભાવના 99.6 ટકા જણાવી છે.

આ અંગે AI એક્સપર્ટ અંશ મેહરાનું કહેવું છે કે વાયરલ તસવીર AI દ્વારા બનાવવામાં આવી છે.

ભારતીય ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, લોકસભા ચૂંટણી 2024માં ભાજપ 240 સીટ જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જનસેના પાર્ટીના બે સાંસદોએ જીત મેળવી છે.

આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ 175માંથી 135 સીટો જીતી છે, જ્યારે જનસેના પાર્ટીના 21 સભ્યો ધારાસભ્ય બન્યા છે. આંધ્રમાં ભાજપને 8 સીટો મળી છે.

AI દ્વારા બનાવેલી તસવીર શેર કરનાર યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે.

निष्कर्ष: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પવન કલ્યાણની તસવીર AI દ્વારા બનાવવામાં આવી છે.

Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ