નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ફિક્સિંગ અને આમ્રપાલી કૌભાંડના આરોપમાં ચેપોક સ્ટેડિયમમાંથી ધરપકડ કરવામાં આવી છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો સાબિત થયો. અસલી તસવીર ચેપોક સ્ટેડિયમની છે. આ તસવીરને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
ફેસબુક યુઝર વિવાન કપૂરે 16 મેના રોજ એક ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘Breaking news : MS Dhoni has been arrested from Chepauk Stadium last night for fixing and amrapali scam’ (ગુજરાતી ભાષાંતર: બ્રેકિંગ ન્યૂઝઃ એમ.એસ ધોનીની ફિક્સિંગ અને આમ્રપાલી કૌભાંડના આરોપ ગઈકાલે રાત્રે ચેપોક સ્ટેડિમમાંથી ધરપકડ કરવામાં આવી છે.)
અન્ય યુઝર્સ આ તસવીરને સોશિયલ મીડિયા પર સમાન દાવા સાથે શેર કરી રહ્યાં છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
મહેન્દ્રસિંહ ધોની સાથે જોડાયેલા દાવાની સત્યતા જાણવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા ગૂગલ સર્ચનો સહારો લીધો. સંબંધિત કીવર્ડ્સ ટાઈપ કરવા પર અમને એકપણ સમાચાર નથી મળ્યા, જે વાયરલ દાવાની પુષ્ટિ કરે. જો મહેન્દ્રસિંહ ધોનીની ધરપકડ કરવામાં આવી હોત તો તેની સાથે જોડાયેલા સમાચાર દરેક ચેનલની હેડલાઇન્સમાં હોત.
તપાસને આગળ વધારતા અમે તસવીરને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરી. આ દરમિયાન અમને વાયરલ તસવીર સાથે સંબંધિત વીડિયો રિપોર્ટ ઘણી જગ્યાએ અપલોડ મળ્યો. ‘CricCard’ની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો સાથે સંબંધિત તસવીરને જોઈ શકાય છે. 15 મે 2023ના રોજ અપલોડ કરાયેલા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, “ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં ધોનીએ બધાના દિલ જીતી લીધા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે CSKને 6 વિકેટથી હરાવ્યું અને ત્યારપછી મેચ પૂરી થયા બાદ એમએસ ધોનીએ સ્ટેડિયમમાં હાજર CSKના ફેન્સને ટેનિસ બોલ ગિફ્ટમાં આપ્યો અને ત્યારબાદ એમએસ ધોનીએ સુનીલ ગાવસ્કરના શર્ટ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો, ત્યાર બાદ જ્યારે ચેન્નાઈ પોલીસનો સ્ટાફ મેદાનમાં આવ્યો, ત્યારે એમએસ ધોનીએ એક પછી એક તમામ પોલીસકર્મીઓ સાથે હાથ મિલાવ્યા અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા.”
‘e Cricket Chaska’ના યુટ્યુબ ચેનલ પર પણ વાયરલ તસવીર સાથે સંબંધિત સમાચારને વાંચી શકાય છે. વીડિયો ચેપોક સ્ટેડિયમનો જણાવવામાં આવ્યો છે.
વાયરલ દાવાને લઈને અમે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ રિપોર્ટર અભિષેક ત્રિપાઠીનો સંપર્ક કર્યો હતો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે.
શું છે આમ્રપાલી કેસ?
Jagran.com પર પ્રકાશિત સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, “આમ્રપાલી ગ્રુપની ઉપર ફ્લેટ ખરીદનારાઓને સમયસર ફ્લેટ ન આપવાનો, છેતરપિંડી સહિત ઘણા કેસો ચાલી રહ્યા છે. એક ઓડિટ રિપોર્ટ અનુસાર, એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોની આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ (AMDPL)ના ડાયરેક્ટર અને કંપનીના 25 ટકા શેરના માલિકીન હતા. એપ્રિલ 2016 સુધી મહેન્દ્ર સિંહ ધોની આમ્રપાલી ગ્રુપના એક બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલ ઓડિટ રિપોર્ટમાં જણાવાયું છે કે સ્પોર્ટ્સ માર્કેટિંગ અને મેનેજમેન્ટ કંપની રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં મહેન્દ્રસિંહ ધોનીના શેર છે અને આ કંપની આમ્રપાલી વિવાદમાં સામેલ છે. ઓડિટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આમ્રપાલી ગ્રુપે 2009 અને 2015 વચ્ચે રિતિ સ્પોર્ટ્સને 42.22 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.”
તપાસના અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનારા યુઝરની તપાસ કરી. તપાસમાં જણાવા મળ્યું કે ફેસબુક યુઝરને 4 હજાર લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. અસલી તસવીર ચેપોક સ્ટેડિયમની જ છે. આ તસવીર ધરપકડની નથી, પરંતુ ઓટોગ્રાફ આપવાની છે. જે હવે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923