નવી દિલ્હી (વિશ્વાસ ન્યુઝ): હાલમાં સોશિયલ મીડિયા એપ્સ પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. ત્યારે કેટલાક એવા પણ ફોટો અને વીડિયો હોય છે કે જેને ખોટી રીતે અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવે છે. તો કેટલીક વખત તો ફોટાને એડિટ કરીને ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવે છે. ત્યારે હવે PM મોદીની એક તસવીર તેને ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના સાથે જોડીને ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહી છે. તસવીરમાં પીએમ મોદી એક વ્યક્તિ સાથે ઉભા જોવા મળે છે. આ તસવીર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી જેની સાથે ઉભા છે તે વ્યક્તિ મોરબી બ્રિજનું રિનોવેશન કરનાર કંપનીના માલિક છે.
જો કે વિશ્વાસ ન્યુઝની તપાસમાં આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો નીકળ્યો. વાયરલ તસવીરમાં પીએમ મોદી સાથે ઉભેલા વ્યક્તિ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે. મોરબી બ્રિજના નવીનીકરણનું કામ કરતી કંપનીનું નામ અજંતા ગ્રુપ છે અને તેના સ્થાપકનું નામ ઓધવજી રાઘવજી પટેલ છે. ઓધવજી રાઘવજી પટેલનું વર્ષ 2012માં નિધન થયું હતું.
પ્રકાશ પાંડેએ 31 ઓક્ટોબરના રોજ PM મોદીની આ તસવીર ફેસબુક પર શેર કરી હતી. યુઝરે કેપ્શનમાં લખ્યું, “આ મોદી સાથે ઓધવ પટેલ છે. તેમને મોરબી બ્રિજના સમારકામ માટે કરોડોનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. તે નાનું બાળક છે! ઉદ્યોગપતિ ઓધવ પટેલ નામની વ્યક્તિ ત્રણ કંપની ચલાવે છે. ઓરેવા, અજંતા, ઓરપટ… એમાં કોઈ શંકા નથી કે ત્રણેય કંપનીઓ પર મોદીજીનો હાથ છે?
સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ આ પોસ્ટ સમાન દાવાઓ સાથે શેર કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ કરેલ સંસ્કરણ અહીં જોઈ શકો છો..
PM મોદી આ વાયરલ તસવીર અને પોસ્ટનું સત્ય જાણવા માટે અમે અમે ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા ફોટો સર્ચ કર્યો હતો. જેમાં અમને 14 ઑક્ટોબર 2021 ના રોજ મેગેઝિનની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા વાયરલ ફોટા સાથે સંબંધિત એક અહેવાલ મળી આવ્યો છે. જેના મુજબ પીએમ મોદી સાથે વાયરલ તસવીરમાં દેખાતા વ્યક્તિ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે.
ત્યારબાદ વધુ તપાસ માટે અમે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. જેમાં અમને રાઘવજી પટેલના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર પણ આ તસવીર અપલોડ કરેલી જોવા મળી. આ તસવીર 14 ઓક્ટોબર 2021ના રોજ શેર કરવામાં આવી હતી. કેપ્શનમાં આપેલી માહિતી મુજબ રાઘવજી પટેલે ગુજરાતની કૃષિ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
ત્યારપછી અમે ગુજરાત દૈનિક જાગરણમાં રાજકારણને આવરી લેતા ડેપ્યુટી એડિટર રાજેન્દ્ર સિંહનો સંપર્ક કર્યો. અમે તેમની સાથે આ વાયરલ દાવો શેર કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ છે ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને તેમને મોરબીના ઝુલતા પુલ અને ત્યાં બનેલી ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. વડાપ્રધાનની સાથે થયેલી મુલાકાત દરમિયાનનો આ ફોટો જૂનો છે. રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી બળવો કરીને 2017માં ભાજપમાં જોડાયા હતા અને હાલમાં રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી છે. તેને અજંતા ગ્રુપ સાથે પણ કોઈ લેવાદેવા નથી.
આ પછી અમે મોરબી બ્રિજના રિનોવેશનનું કામ જે કંપની આપવામાં આવ્યું હતું તેને લઈને પણ તપાસ હાથ ધરી. જેમાં ધ હિંદુ પર પ્રકાશિત અહેવાલ મુજબ અજંતા ગ્રુપ પુલના નવીનીકરણનું કામ કરી રહ્યું હતું. અમર ઉજાલાના અહેવાલ મુજબ અજંતા ગ્રુપના સ્થાપક ઓધવજી રાઘવજી પટેલ હતા. 19 ઓક્ટોબર 2012ના રોજ લાઈવ મિન્ટમાં પ્રકાશિત અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ ઓધવજી રાઘવજી પટેલનું વર્ષ 2012માં નિધન થયું હતું.
આ ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝર પ્રકાશ પાંડેની પ્રોફાઈલની પણ અમે તપાસ કરી. ફેસબુક પર યુઝરના ચાર હજાર આઠસોથી વધુ ફ્રેન્ડ છે. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી મુજબ યુઝર ઉજ્જૈનનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝ દ્વારા જાણવા મળ્યું છે કે મોરબી બ્રિજના સમારકામની કામગીરી કરતી કંપનીના માલિકના નામે કરવામાં આવેલો વાયરલ દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ તસવીરમાં પીએમ મોદી સાથે ઉભેલા વ્યક્તિ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે. જ્યારે મોરબી બ્રિજના રિનોવેશનનું કામ કરતી કંપનીનું નામ અજંતા ગ્રુપ છે અને તેના સ્થાપકનું નામ ઓધવજી રાઘવજી પટેલ છે. ઓધવજી રાઘવજી પટેલનું વર્ષ 2012માં નિધન થયું હતું.આ વાયરલ થયેલી પોસ્ટમાં જે તસવીર છે તે પણ જુની છે. જેને મોરબી દુર્ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923