Fact Check: વાહનોની ફ્યૂલ ટેન્કને લઈને ઈન્ડિયન આઈલના નામે વાયરલ મેસેજ ફેક

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે ઈન્ડિયન ઓઈલના નામે વાયરલ થયેલો મેસેજ ફેક છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા આવો કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડિયન ઓઈલે ચેતવણી આપી છે કે તાપમાન વધવાને કારણે મહેરબાની કરીને વાહનોમાં પેટ્રોલની ફૂલ ટાંકી ન કરાવો. તેનાથી ફ્યૂલ ટેન્કમાં બ્લાસ્ટ થઈ શકે છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ફેક હોવાનું જાણવા મળ્યું છે. અલગ-અલગ સમયે આ મેસેજ અગાઉ પણ ઘણી વખત વાયરલ થઈ ચૂક્યો છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 9599299372 પર કેટલાક યુઝર્સે આ પોસ્ટને મોકલીને તેની સત્યતા જણાવવાની વિનંતી કરી. તેમાં લખ્યું છે કે, ‘ઈન્ડિયન ઓઈલે આપી ચેતવણી આગામી દિવસોમાં તાપમાન વધશે, તેથી તમારા વાહનમાં ફૂલ પેટ્રોલ ભરાવશો નહીં. તેનાથી ફ્યૂલ ટેન્કમાં બ્લાસ્ટ થઈ શકે છે. મહેરબાની કરીને તમારા વાહનમાં અડધી ટાંકી પેટ્રોલ ભરાવો અને હવા માટે જગ્યા રાખો. આ અઠવાડિયે સૌથી વધુ 5 બ્લાસ્ટની દુર્ઘટના ફૂલ પેટ્રોલ ભરાવવાના કારણે જ થઈ છે. મહેરબાની કરીને દિવસમાં એકવાર પેટ્રોલની ટાંકી ખોલો અને અંદર જમાં થયેલ ગેસને બહાર આવવા દો.’

તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

પહેલા પણ આ દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. તે દરમિયાન વિશ્વાસ ન્યૂઝે દાવાની તપાસ કરીને સત્ય જણાવ્યું હતું. રિર્પોટને અહીં વાંચી શકાય છે.

અમને વાયરલ પોસ્ટ સાથે જોડાયેલી માહિતી ઈન્ડિયન ઓઈલના ઓફિશિયલ ફેસબુક પેજ પર મળી. 9 એપ્રિલ 2022ના રોજ કરવામાં આવેલી પોસ્ટમાં (આર્કાઇવ લિંક) વાયરલ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “#IndianOil તરફથી મહત્વપૂર્ણ જાહેરાત. શિયાળો કે ઉનાળાને ધ્યાનમાં લીધા વિના ઉત્પાદક દ્વારા નિર્દિષ્ટ મર્યાદા (મહત્તમ) સુધી વાહનોમાં ઈંધણ ભરાવવું સંપૂર્ણ રીતે સલામત છે.”

વિશ્વાસ ન્યૂઝે દાવાની પુષ્ટિ કરવા માટે ઈન્ડિયન ઓઈલના ટ્વિટર એકાઉન્ટ @IndianOilcl પર મેસેજ કર્યો હતો. તેના જવાબમાં તેમણે અમને જણાવ્યું, વાયરલ ફેક નકલી છે.

અંતે અમે પોસ્ટને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે, યુઝરને 473 લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પર હાજર માહિતી અનુસાર, યુઝર વારાણસીનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે ઈન્ડિયન ઓઈલના નામે વાયરલ થયેલો મેસેજ ફેક છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા આવો કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ