કંગના રનૌતના કન્યાકુમારીમાં મેડિટેશન કરતા જવાના દાવાની સાથે NEWS24 ચેનલના નામે વાયરલ થઈ રહેલું ઈન્ફોગ્રાફિક્સ ફેક અને ઓલ્ટર્ડ છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર કંગના રનૌતના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે નરેન્દ્ર મોદીની જેમ જ કન્યાકુમારીમાં બે દિવસ સુધી સાધના કરવા જવા માટેની જાહેરાત કરી છે. કંગના રનૌતનું આ નિવેદન એક હિન્દી ચેનલની બ્રેકિંગ પ્લેટની સાથે વાયરલ થઈ રહ્યું છે, જેને યુઝર્સ સાચુ માનીને શેર કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ ખોટું હોવાનું જાણવા મળ્યું. વાયરલ થઈ રહેલું ગ્રાફિક્સ ફેક છે, જેને એડિટ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા યુઝર ‘Alok Mall’ એ વાયરલ ઈન્ફોગ્રાફિક્સ (આર્કાઇવ લિંક)ને શેર કર્યું છે, જેમાં કંગના રનૌતનું આ નિવેદન ન્યૂઝ24 નામની હિન્દી ચેનલના બ્રેકિંગ ટેમ્પલેટની સાથે શેર કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર કંગના રનૌતના નામે વાયરલ થઈ રહેલું ફેક ઈન્ફોગ્રાફિક્સ.
વાયરલ ઈન્ફોગ્રાફિક્સમાં હિન્દી ચેનલ ‘News24’ના લોગો જેવો જ ટ્રેડમાર્ક જોવા મળી રહ્યો છે, પરંતુ તેમાં ‘NEWS24’ (ન્યૂઝ 24ના ઓરિજનલ લોગો)ને બદલે “NEWS2024” લખેલું છે.
એટલે કે ન્યૂઝ 24ના નામે વાયરલ થઈ રહેલું આ ઈન્ફોગ્રાફિક ન્યૂઝ 24નું નથી, પરંતુ તેના નામે તૈયાર કરવામાં આવેલું ફેક ઈન્ફોગ્રાફિક્સ છે.
આ પછી અમે કીવર્ડ સર્ચ દ્વારા તે નિવેદનને શોધવાનો પ્રયાસ કર્યો, જે વાયરલ ઇન્ફોગ્રાફિક્સમાં ઉપલબ્ધ છે. સર્ચમાં અમને આવું કોઈ નિવેદન મળ્યું નથી, જેમાં તેમના ધ્યાન પર જવાનો ઉલ્લેખ હોય. જોકે, અમને એવા ઘણા રિર્પોટ મળ્યા, જેમાં તેમણે આ મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યો હોય.
ટ્રિબ્યુન ઈન્ડિયા.કોમના રિર્પોટ મુજબ, કંગનાએ કહ્યું, ”ધ્યાન કરવું વડાપ્રધાન માટે નવું નથી. જ્યારે તેઓ નેતા ન હતા, ત્યારે પણ આવું કરતા હતા. હવે આ લોકોને તેનાથી પણ તકલીફ છે.”
ન્યૂઝ રિર્પોટ (આર્કાઇવ લિંક) અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 મેની સાંજે (છેલ્લા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી) વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન ધરવાનું શરૂ કર્યું હતું, જે બે દિવસ સુધી ચાલ્યું હતું.
વાયરલ ઈન્ફોગ્રાફિક્સને લઈને અમે News24 ચેનલના એક્ઝિક્યુટિવ એડિટર માનક ગુપ્તા સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે, “News24 ના નામે વાયરલ થઈ રહેલું આ ઈન્ફોગ્રાફિક્સ ફેક છે.”
આ પહેલા પણ ન્યૂઝ24ના નામે ચૂંટણી સંદર્ભમાં આવા અનેક ફેક ઈન્ફોગ્રાફિક્સ વાયરલ થયા છે, જેના ફેક્ટ ચેક રિપોર્ટ્સને અહીં વાંચી શકાય છે.
વાયરલ ઈન્ફોગ્રાફિક્સને શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ સાત હજારથી વધુ લોકો ફોલો કરે છે. ચૂંટણી સંબંધિત અન્ય ભ્રામક અને ફેક દાવાઓની તપાસ કરતા ફેક્ટ ચેક રિર્પોટને વિશ્વાસ ન્યૂઝના ચૂંટણી વિભાગમાં વાંચી શકાય છે.
निष्कर्ष: કંગના રનૌતના કન્યાકુમારીમાં મેડિટેશન કરતા જવાના દાવાની સાથે NEWS24 ચેનલના નામે વાયરલ થઈ રહેલું ઈન્ફોગ્રાફિક્સ ફેક અને ઓલ્ટર્ડ છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923