X
X

Fact Check: વિદ્યાર્થીને ફ્રી લેપટોપ સ્કીમના રજિસ્ટ્રેશન માટે બનેલી વેબસાઇટ ફેક છે, સત્તાવાર નહીં

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપના નામે એક વેબસાઇટની લિંક શેર કરવામાં આવી રહી છે. વેબસાઇટ પર લખેલું છે, PRIME MINISTER FREE LAPTOP SCHEME 2023-24. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ વેબસાઈટ ફેક છે. કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓ માટે ફ્રી લેપટોપ જેવી કોઈ યોજના બહાર પાડી નથી.

શું છે વાયરલ પોસ્ટ?

વિશ્વાસ ન્યૂઝના ટીપલાઈન નંબર +91 95992 99372 પર અમને આ વેબસાઈટની લિંક મળી. આ વેબસાઈટ પર લખ્યું છે, PRIME MINISTER FREE LAPTOP SCHEME 2023-24

ફેસબુક યુઝર Abu Siddik Ahmed (આર્કાઇવ લિંક)એ પણ 27 ફેબ્રુઆરીએ આ વેબસાઇટની લિંક શેર કરતા લખ્યુ,

Prime Minister Free Laptop Scheme 2023-24 The Government of India has been launched this Prime Minister Free Laptop Scheme which is specially for all the India State all the eligible students can apply for the PM Free Laptop Scheme though official website

(ગુજરાતી અનુવાદઃ પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના 2023-24. ભારત સરકારે આ પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના શરૂ કરી છે, જે ખાસ કરીને તમામ ભારતીય રાજ્યો માટે છે. તમામ પાત્ર વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટના માધ્યમથી PM ફ્રી લેપટોપ યોજના માટે અરજી કરી શકે છે.)

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા વેબસાઈટને ધ્યાનથી જોઈ. તેનું URL https://pmflsgovt.in/ છે. તેના પર અશોક ચીહ્ન બનેલું છે અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન લખેલું છે અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત રાજ્ય મંત્રીયોની તસવીર પણ જોવા મળી રહી છે. જેમાં રજિસ્ટ્રેશન માટે 400 રૂપિયાની ફી પણ માંગવામાં આવી રહી છે. સાથે જ ઓનલાઈન પેમેન્ટનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે આ સત્તાવાર વેબસાઇટ છે.

આ વિશે કીવર્ડ્સ સાથે અમે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. ઈકોનોમિક્સ ટાઈમ્સ (આર્કાઈવ લિંક) ની મલયાલમ વેબસાઈટ પર સંબંધિત સમાચારમાં લખ્યું છે, ‘દેશના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ભારત સરકારે પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના 2023-24ની જાહેરાત કરી. ભારતના તમામ રાજ્યોના વિદ્યાર્થીઓ યોજનાનો લાભ લઈ શકે છે. અરજી સત્તાવાર વેબસાઇટ www.pmflsgovt.inના માધ્યમથી સબમિટ કરવાની રહેશે. XI, XII, BA 1st, BA 2nd, BA 3rd, BA 4th, BA 5th, BA 6th સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પણ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.’ તેમાં રજિસ્ટ્રેશનની રીતો પણ જણાવેલી છે. સાથે નીચે લખ્યું છે, ‘ઉપરોક્ત માહિતી સત્તાવાર વેબસાઇટ અનુસાર છે. અરજી કરતા પહેલા માહિતીની ચકાસણી કરી શકાય છે.’

10 ઓક્ટોબર, 2022ના રોજ PIBએ એક ટ્વિટ કરી કહ્યું છે કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવા જેવી કોઈ યોજના ચલાવી રહી નથી. સાથે જ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય લેપટોપ યોજના 2022’ના નામે ફ્રી લેપટોપ આપવાનો દાવો કરતી વેબસાઈટ pmssgovt.online ફેક છે.

શિક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર પણ અમને ફ્રી લેપટોપ જેવી કોઈ યોજના વિશે કોઈ માહિતી નથી મળી.

આ વિશે અમે ભારતીય સાયબર આર્મીના સ્થાપક કિસલય ચૌધરી સાથે વાત કરી. તેમનું કહેવું છે, ‘ આ વેબસાઈટ ફેક છે. તેનું URL pmflsgovt.in છે, જ્યારે સત્તાવાર વેબસાઇટનું URL gov.in હોય છે.’

ફેક વેબસાઈટની લિંક શેર કરનાર ફેસબુક યુઝર Abu Siddik Ahmed (અબુ સિદ્દીક અહેમદ)ની પ્રોફાઈલને અમે સ્કેન કરી. આ મુજબ તે આસામના ઢુબરીમાં રહે છે.

આ પહેલા પણ આવો જ સમાન દાવો કરતો એક મેસેજ વાયરલ થયો હતો. વિશ્વાસ ન્યૂઝની તપાસને અહીં વાંચી શકાય છે.

નિષ્કર્ષ: કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ માટે ફ્રી લેપટોપ જેવી કોઈ યોજના ચલાવી રહી નથી. રજિસ્ટ્રેશન માટે બનાવેલી વેબસાઈટ ફેક છે.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later