Fact Check: વિજય માલ્યાએ ભારત છોડતા પહેલા ભાજપને 35 કરોડ રૂપિયા, ફેક પોસ્ટ ફરી વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વિજય માલ્યાએ ભાજપ ફંડમાં 35 કરોડનો ચેક આપ્યો હોવાનો વાયરલ દાવો નકલી હોવાનું સામે આવ્યું છે. ચેકની તસવીર ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર સમાન દાવા સાથે વાયરલ છે. ચેકમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પેલિંગ પણ ખોટો લખેલો છે.
- By: Jyoti Kumari
- Published: Nov 9, 2023 at 12:07 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક્સિસ બેંકના એક ચેકની તસવીર ઝડપથી વાયરલ કરવામાં આવી રહી છે. કેટલાક યુઝર્સ પોસ્ટને શેર કરીને દાવો કરી રહ્યા છે કે લંડન ભાગતા પહેલા વિજય માલ્યાએ ભાજપના પાર્ટી ફંડમાં 35 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ ચેકની તસવીર 2017-2018થી સોશિયલ મીડિયા પર વાયરલ છે. એડિટેડ ચેકની તસવીરને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર વિજેન્દર સાગર (Vijender Sagar)એ 5 નવેમ્બર 2023ના રોજ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં એક ચેક છે, જેમાં લખ્યું છે ‘લંડન ભાગતા પહેલા વિજય માલ્યા દ્વારા ભાજપના પાર્ટી ફંડમાં આપવામાં આવ્યો હતો 35 કરોડનો ચેક!! દેશને બચાવવા માટે આને વધુમાં વધુ શેર કરો.’
ફેસબુક પોસ્ટનું આર્કાઇવ વર્ઝન જુઓ.
વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ ટિપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ વીડિયોને મોકલીને તેનું સત્ય જણાવવાની વિનંતી કરી છે.
તપાસ
વાયરલ દાવાની તપાસ માટે અમે સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. અમને વાયરલ પોસ્ટ 2017-2018માં ઘણા Facebook યુઝર્સ દ્વારા શેર કરેલી મળી. જેનાથી તે સ્પષ્ટ થાય છે કે વાયરલ તસવીર સમાન દાવાની સાથે સોશિયલ મીડિયા પર પહેલાથી જ હાજર છે. આને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.
અગાઉ પણ આ પોસ્ટ આવા જ દાવા સાથેની સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. ત્યારે વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી હતી અને ચેકને લઈને અંગે એક્સિસ બેંકના એક બ્રાંચ મેનેજર નીતિન કુમાર સાથે સંપર્ક કર્યો હતો. તેઓએ આ ચેકને નકલી જણાવ્યો હતો.
અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. યુઝરના ફેસબુક પર 4 હજારથી વધુ ફ્રેન્ડ્સ છે. યુઝર મુરાદાબાદનો રહેવાસી છે.
ચૂંટણીને લગતા અન્ય ભ્રામક અને ફેક દાવાઓની તપાસ કરતા ફેક ચેક રિર્પોટને વિશ્વાસ ન્યૂઝની વેબસાઇટ પર વાંચી શકાય છે. આ પહેલા સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક આવો જ ઓલ્ટર્ડ વીડિયો વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. અમારી તપાસમાં તે વીડિયો ક્લિપ નકલી હોવાનું જાણવા મળ્યું હતું, જેના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વિજય માલ્યાએ ભાજપ ફંડમાં 35 કરોડનો ચેક આપ્યો હોવાનો વાયરલ દાવો નકલી હોવાનું સામે આવ્યું છે. ચેકની તસવીર ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર સમાન દાવા સાથે વાયરલ છે. ચેકમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પેલિંગ પણ ખોટો લખેલો છે.
- Claim Review : લંડન ભાગતા પહેલા વિજય માલ્યા દ્વારા ભાજપના પાર્ટી ફંડમાં આપવામાં આવ્યો હતો 35 કરોડ રૂપિયાનો ચેક .
- Claimed By : ફેસબુક યુઝર - વિજેન્દર સાગર
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.