Fact Check: બિહારમાં મેટ્રિકની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓના વીડિયોને યુપી પોલીસની ભરતી સાથે જોડીને કરવામાં આવી રહ્યો છે શેર

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ધક્કા-મુક્કી કરી રહેલા વિદ્યાર્થીઓના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વીડિયોનો ઉત્તર પ્રદેશ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બિહારના સિવાન જિલ્લામાં મેટ્રિકની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનો છે, જેને હવે યુપી પોલીસની પરીક્ષા સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી)હાથમાં પેપર લઈને કોલેજની સામે ધક્કા-મુક્કી કરતા વિદ્યાર્થીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોસ્ટને ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષા લીકના મામલા સાથે જોડીને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો યુપી પોલીસ માટે પરીક્ષા આપવા આવેલા વિધાર્થીઓનો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વીડિયોનો ઉત્તર પ્રદેશ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બિહારના સિવાન જિલ્લામાં મેટ્રિકની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનો છે, જેને હવે યુપી પોલીસની પરીક્ષા સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર સુનીલ સિંહે 19 ફેબ્રુઆરી 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, ”તમને શું લાગ્યું? શું આ રાશન લેવા આવ્યા છે, અથવા ફ્રીમાં કંઈક વહેંચાઈ રહ્યું છે? ના, આ બેરોજગાર છે…આ યુપી પોલીસનું પેપર આપવા આવ્યા છે, તેની ભૂલ ફ્કત એ જ છે કે તેમણે પોતાના રોજગારની પરવા કર્યા વિના મંદિરની ઘંટડી વગાડવાને પ્રાથમિકતા આપી. #બેરોજગાર”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા અને તેમને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કર્યા. આ દરમિયાન અમને આ વીડિયો લાઈવ સિટી બિહાર નામની એક યુટ્યુબ ચેનલ પર મળ્યો. વીડિયોને 16 ફેબ્રુઆરી 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ વીડિયો બિહારના સિવાન જિલ્લાનો છે.

પ્રાપ્ત જાણકારીના આધારે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને વાયરલ વીડિયો સાથે જોડાયેલો એક રિર્પોટ ABP ન્યૂઝની વેબસાઈટ પર 15 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રકાશિત થયેલો મળ્યો. રિપોર્ટ અનુસાર બિહારના સિવાન જિલ્લાના ઝેડએ ઈસ્લામિયા પીજી કોલેજમાં લગભગ 2100 પરીક્ષાર્થીઓનું સેન્ટર આવ્યું હતું. ઉમેદવારો જ્યારે ત્યાં મેટ્રિકની પરીક્ષા આપવા માટે પહોંચ્યા ત્યારે ભીડ થવાને કારણે ધક્કામુક્કીનો માહોલ થઈ ગયો હતો, જે બાદ પોલીસે બળનો પ્રયોગ કર્યો અને ત્યાં હંગામો શરૂ થઈ ગયો હતો. પોલીસે બળપ્રયોગ કર્યા બાદ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી.

ETVની વેબસાઈટ પર 16 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રકાશિત થયેલા એક રિર્પોટ મુજબ, પ્રથમ શિફ્ટના વિદ્યાર્થીઓ જ્યારે મેઈન ગેટથી પરીક્ષા આપીને  પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન બીજી શિફ્ટના વિદ્યાર્થીઓએ અંદર જવાનું શરુ કરી દીધું, જેના કારણે ત્યાં ભાગદોડ અને ધક્કા-મુક્કીનો માહોલ સર્જાયો હતો અને અનેક વિદ્યાર્થીઓ નાળામાં પડી ગયા હતા.

યુપી તકની વેબસાઈટ પર 19 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રકાશિત થયેલા એક રિર્પોટ મુજબ, ઉત્તર પ્રદેશમાં 17 અને 18 ફેબ્રુઆરીના રોજ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણ પટનાના ચીફ રિપોર્ટર જિતેન્દ્ર કુમાર સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. આ ઘટના 15 ફેબ્રુઆરીની છે અને સિવાનની ઝેડ એ ઇસ્લામિયા પીજી કોલેજની છે, વિદ્યાર્થીઓ મેટ્રિકની પરીક્ષા આપવા આવ્યા હતા. ભીડ વધુ થવાના કારણે અને અન્ય કારણોસર ત્યાંનું વાતાવરણ બગડ્યું હતું, જે બાદ ત્યાં ભાગદોડ અને ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી.

અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરે પોતાને ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જણાવ્યું છે. યુઝરને 73 હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર એક વિચારધારા સાથે જોડાયેલ પોસ્ટને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ધક્કા-મુક્કી કરી રહેલા વિદ્યાર્થીઓના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વીડિયોનો ઉત્તર પ્રદેશ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બિહારના સિવાન જિલ્લામાં મેટ્રિકની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનો છે, જેને હવે યુપી પોલીસની પરીક્ષા સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ