Fact Check: અફઘાનિસ્તાન ટીમના વીડિયોને એડિટ કરીને ખોટા દાવા સાથે કરાઈ રહ્યો છે શેર
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં અફઘાનિસ્તાનની ટીમનો ‘વંદે માતરમ’નારા લગાવતો વીડિયો એડિટેડ નીકળ્યો. અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓનો જશ્ન મનાવતો આ વીડિયો ICC વર્લ્ડ કપ 2023નો છે, જ્યારે ટીમે પાકિસ્તાન સાથે મેચ જીત્યા બાદ ઉજવણી કરી હતી. આ જ વીડિયોને એડિટ કરીને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- By: Jyoti Kumari
- Published: Jul 4, 2024 at 04:28 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશને હરાવીને પ્રથમ વખત સેમિફાઈનલમાં પહોંચી હતી. હવે આની સાથે જોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં ‘વંદે માતરમ’ના નારા સંભળાઈ રહ્યા છે. આને શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો T20 વર્લ્ડ કપ 2024નો છે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમે સેમિફાઇનલમાં ગયા બાદ ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો એડિટેડ છે. અસલમાં આ વીડિયો ICC વર્લ્ડ કપ 2023નો છે, જ્યારે અફઘાનિસ્તાન ટીમે પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ જશ્ન મનાવ્યો હતો. આ દરમિયાન તેણે ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવ્યા હતા. ઓરિજનલ વીડિયોને એડિટ કરીને તેમાં ‘વંદે માતરમ’ ના નારાનો અવાજ અલગથી ઉમેરવામાં આવ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર Govind Sharan Kashyap Kashyapએ 26 જૂનના રોજ વીડિયો પોસ્ટ કરતા લખ્યું, ”અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું અને વંદે માતરમના નારા લગાવ્યા.”
તપાસ
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા કીવર્ડથી તેના વિશે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. અમને Sport Speaks નામની YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવેલ વીડિયો મળ્યો. આ વીડિયો 24 ઓક્ટોબર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોના પાછળના ભાગમાં દેખાતા બેનરમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લખેલું છે.
વીડિયો Gyani asad નામના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર મળ્યો. 24 ઓક્ટોબર, 2023ના રોજ અપલોડ કરાયેલા વીડિયો અનુસાર, અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાન સામેની જીત બાદ જશ્ન મનાવ્યો.
આ વીડિયોને મોહમ્મદ નબીએ તેમના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ શેર કર્યો છે. આ વીડિયો 23 ઓક્ટોબર 2023ના રોજ શેર કરવામાં આવ્યો હતો.
પુષ્ટિ માટે અમે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને એન્કર સૈયદ હુસૈનનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. વીડિયો 2023નો છે.
છેલ્લે અમે એડિટેડ વીડિયો ક્લિપ શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને સ્કેન કરી. યુઝરને 5 હજાર લોકો ફોલો કરે છે. પ્રોફાઈલ પર હાજર માહિતી અનુસાર, યુઝર લખનઉનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં અફઘાનિસ્તાનની ટીમનો ‘વંદે માતરમ’નારા લગાવતો વીડિયો એડિટેડ નીકળ્યો. અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓનો જશ્ન મનાવતો આ વીડિયો ICC વર્લ્ડ કપ 2023નો છે, જ્યારે ટીમે પાકિસ્તાન સાથે મેચ જીત્યા બાદ ઉજવણી કરી હતી. આ જ વીડિયોને એડિટ કરીને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : સેમિફાનઈનલમાં ગયા બાદ અફઘાનિસ્તાન ટીમે 'વંદે માતરમ'ના નારા લગાવ્યા.
- Claimed By : ફેસબુક યુઝર -Govind Sharan Kashyap Kashyap
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.