Fact Check: કાશ્મીરમાં 2014માં આવેલા પૂરના વીડિયોને ભ્રામક દાવાની સાથે કરાઈ રહ્યો છે શેર

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ વીડિયો ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો કાશ્મીરનો જ છે, પરંતુ તે તાજેતરનો નહીં, પરંતુ વર્ષ 2014નો છે. 2014ના વીડિયોને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) તાજેતરમાં પડેલા વરસાદને કારણે કાશ્મીરના ઘણા ભાગોમાં નુકસાનના સમાચારો આવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. તેના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. હવે તેની સાથે જોડીને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકોને પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા જોઈ શકાય છે. યુઝર્સ આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે આ કાશ્મીરમાં આવેલા તાજેતરના પૂરનો વીડિયો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ વીડિયો ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો કાશ્મીરનો જ છે, પરંતુ તે તાજેતરનો નહીં, પરંતુ વર્ષ 2014નો છે. 2014ના વીડિયોને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યૂઝર ‘Barber Xubbi’ (આર્કાઇવ લિંક) એ 29 એપ્રિલ 2024ના રોજ વીડિયોને પોસ્ટ કરતા લખ્યું, ”Khudaya rhm krr #Khudaya_Raham #virals #viral #rains #Alert #floods #Kashmir”

ફેસબુક પર અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે વાયરલ વીડિયોની ક્રી-ફ્રેમ્સને રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરી. અમને વીડિયો NBC ન્યૂઝની વેબસાઈટ પર મળ્યો. 4 સપ્ટેમ્બર 2014ના રોજ પ્રકાશિત થયેલા એક સમાચાર જણાવવામાં આવ્યું છે કે, “કાશ્મીરના ભારત-નિયંત્રિત ભાગમાં ભારે વરસાદ અને ભયાનક પૂરે છેલ્લા બે દિવસમાં ઓછામાં ઓછા 14 લોકોના જીવ લઈ લીધા છે.”

સર્ચ દરમિયાન અમને વાયરલ વીડિયો સાથે સંબંધિત રિર્પોટ એપીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. 3 ઓગસ્ટ 2015ના રોજ અપલોડ કરાયેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે, ” કાશ્મીરના ભારત અધિકૃત ભાગમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થઈ ગયા છે.” 

આ પહેલા પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોને લઈને અમે દૈનિક જાગરણના જમ્મુ-કાશ્મીરના પત્રકાર નવીન નવાઝ સાથે સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે આ વીડિયો કાશ્મીરનો છે અને ઘણા વર્ષો જૂનો છે. 

છેલ્લે અમે વીડિયોને શેર કરનાર યુઝરની પ્રોફાઈલને સ્કેન કરી. યુઝરને ફેસબુક પર 22 હજાર લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ વીડિયો ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો કાશ્મીરનો જ છે, પરંતુ તે તાજેતરનો નહીં, પરંતુ વર્ષ 2014નો છે. 2014ના વીડિયોને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ