X
X

Fact Check: પોલીસની વર્દીમાં લૂંટફાટ કરતા લૂંટારુઓનો વીડિયો એકવાર ફરી ભ્રામક દાવાની સાથે વાયરલ

  • By: Pragya Shukla
  • Published: Sep 7, 2023 at 03:52 PM
  • Updated: Sep 11, 2023 at 04:36 PM

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસની વર્દી પહેરેલો એક શખ્સ ઘરની પાસે આવીને મહિલા પાસે પાણી માંગે છે, પછી ઘરમાં ઘૂસીને લૂંટ કરવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાને તાજેતરની ગણાવીને લોકો ઝડપથી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ઘણા યુઝર્સ આ ઘટનામાં ઉત્તર પ્રદેશને પણ ટેગ કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે જ્યારે વાયરલ દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દાવો ભ્રામક છે. આ ઘટના ન તો તાજેતરની છે કે ન તો ઉત્તર પ્રદેશની છે. આ ઘટના લગભગ એક વર્ષ પહેલા રાજસ્થાનના જયપુરમાં બની હતી. જયપુરના ભાંકરોટામાં બદમાશોએ પોલીસની વર્દી પહેરીને લૂંટ કરી હતી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘વાઈરલ સ્ક્રાઈબ’એ 18 ઓગસ્ટ 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “સાવધાન રહો, સતર્ક રહો.. એક મહિલાનું પાણી પીવડાવું તેના માટે કેટલું ઘાતક બની ગયું, તેનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ.” #ViralReel #FBreel #uppolice

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આ વીડિયો ન્યૂઝ24ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મળ્યો. વીડિયોને 14 સપ્ટેમ્બર 2022ના રોજ રાજસ્થાનનો જણાવીને શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “જયપુરમાં પોલીસ બનીને આવેલા ચોરોએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, મહિલાએ બહાદુરી દેખાડી ભગાડ્યા.”

પ્રાપ્ત જાણકારીના આધારે અમે ગૂગલ પર એકવાર ફરી અન્ય કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને દૈનિક ભાસ્કરની વેબસાઇટ પર વીડિયો સંબંધિત એક રિર્પોટ 16 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રકાશિત મળ્યો. રિપોર્ટ અનુસાર, “પોલીસની વર્દી પહેરીને ઘરોમાં ઘૂસીને લૂંટફાટ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગેંગના બદમાશો એવા ઘરોની રેકી કરતા હતા, જ્યાં મહિલાઓ એકલી રહેતી હોય. લૂંટ કરવા માટે સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધીનો સમય નક્કી કરતા હતા. ડર બતાવીને મહિલાઓ પાસેથી રૂપિયાની માંગણી કરતા હતા. જયપુરની ભાંકરોટા પોલીસે ગેંગના 4 બદમાશોની ધરપકડ કરી.” આ રિર્પોટને અહીં વાંચી શકાય છે.

આ ઘટના વિશે વધુ જાણકારી મેળવવા માટે અમે રાજસ્થાન દૈનિક જાગરણના બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે દાવાને નકારી કાઢતાં કહ્યું, “આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ સપ્ટેમ્બર 2022માં બનેલી ઘટનાનો છે. જયપુરના ભાંકરોટામાં એક ગેંગ પોલીસની વર્દી પહેરીને લૂંટની ઘટનાને અંજામ આપતી હતી. આ ઘટનાને અંજામ આપનાર બદમાશોને પોલીસે તે જ સમયે પકડી લીધા હતા.”

પહેલા પણ આ વીડિયો છત્તીસગઢના રાયપુરમાં બનેલી ઘટનાના નામે વાયરલ થઈ ચૂક્યો છે. આ રિર્પોટને તમે અહીં વાંચી શકો છો.

અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝરના 8.4K ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને જાણવા મળ્યું છે કે લૂંટના વાયરલ વીડિયો અંગે કરવામાં આવી રહેલો આ દાવો ભ્રામક છે. આ ઘટના ન તો તાજેતરની છે કે ન તો ઉત્તર પ્રદેશની છે. આ ઘટના લગભગ એક વર્ષ પહેલા રાજસ્થાનના જયપુરમાં બની હતી. જયપુરના ભાંકરોટામાં બદમાશોએ પોલીસની વર્દી પહેરીને લૂંટ કરી હતી.

  • Claim Review : એક મહિલાનું પાણી પીવડાવું તેના માટે કેટલું જીવલેણ બની ગયું, તેનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ.
  • Claimed By : ફેસબુક યુઝર Viral Scribe
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later