Fact Check: PM નરેન્દ્ર મોદી અને કથાવાચક અનિરુદ્ધાચાર્યના નામે વાયરલ થયો એડિટેડ વીડિયો
- By: Pallavi Mishra
- Published: Jul 31, 2023 at 12:09 PM
- Updated: Jul 31, 2023 at 12:11 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહારાજ એક ટીવી સ્ક્રીન પર બોલતા જોવા મળી રહ્યા છે, જ્યારે વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય ઘણા રાજનેતાઓ એક કોન્ફરન્સ રૂમમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ બધા ટીવી પર કથિત રીતે કથાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજનું પ્રવચન સાંભળતા જોવા મળી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ.
પીએમ મોદીની એક તસવીર અને કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહારાજના વીડિયોને એડિટ કરીને વાયરલ વીડિયો બનાવવામાં આવ્યો છે. આ પહેલા પણ આ જ ફ્રેમ અન્ય લોકોના નકલી વીડિયો સાથે વાયરલ થઈ ચૂકી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક પેજ ‘Movie 2‘એ 1 જુલાઈના રોજ એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, “આ બાબાએ કહ્યું કે જો હું વડાપ્રધાન હોત તો હિન્દુસ્તાનના 3 કામ કરેત જે આજસુધી મોદી કરી શક્યા નથી. મોદીજી અને તમામ મંત્રીઓએ સાંભળી લીધું.”
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોના કીફ્રેમ્સને ગુગલ રિવર્સ ઈમેજ ટૂલ પર સર્ચ કર્યા. વીડિયોમાં ઉપયોગ કરાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અમને firstpost.com પર 3 જૂનના રોજ પ્રકાશિત એક સમાચારમાં મળી. તસવીરની સાથે કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ પીએમ મોદીએ સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ તસવીરને અહીં જોઈ શકાય છે. ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ક્રીન પરના કથાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજ નથી. સ્ક્રીન પર ઓડિશા ટ્રેન દુર્ઘટનાની વિગતો દર્શાવવામાં આવી રહી હતી.
સર્ચ કરવા પર અમને વડાપ્રધાનની વાયરલ તસવીર સાથે સંબંધિત વીડિયો PM નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પર 2 જૂને અપલોડ મળ્યો. અહીં જણાવવામાં આવ્યું હતું કે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ વડાપ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ક્રીન પર ઓડિશા ટ્રેન દુર્ઘટનાની વિગતો દેખાઈ રહી હતી.
હવે અમે ગૂગલ પર અનિરુદ્ધાચાર્ય મહારાજનો વીડિયો સર્ચ કર્યો. અમને આ ક્લિપ અનિરુદ્ધાચાર્યજીની યુટ્યુબ ચેનલ પર એક વર્ષ પહેલા અપલોડ મળી.
વિશ્વાસ ન્યૂઝે તપાસના આગલા તબક્કામાં ભાજપના પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રીનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયો એડિટેડ છે.
તપાસના અંતે ફેક વીડિયોને વાયરલ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક પેજ ‘Movie 2’ના 18000થી વધુ ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયો એડિટેડ નીકળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિરુદ્ધાચાર્ય મહારાજની કથા નથી સાંભળી. ઓડિશા ટ્રેન દુર્ઘટના પછીની તસવીર અને અનિરુદ્ધાચાર્ય મહારાજના વીડિયોને જોડીને વાયરલ વીડિયો બનાવવામાં આવ્યો છે.
- Claim Review : PM Modi watched Shri Aniruddhacharya Ji Maharaj's video with his ministers
- Claimed By : ફેસબુક પેજ 'Movie 2'
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.