Fact Check: તમિલનાડુથી હિન્દીભાષી પરપ્રાંતિય શ્રમિકોના પલાયનના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો પલામુ એક્સપ્રસનો છે
- By: Abhishek Parashar
- Published: Apr 5, 2023 at 12:52 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી અફવાઓને કારણે તમિલનાડુથી હિન્દીભાષી પરપ્રાંતિય શ્રમિકોના પલાયન સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહેલા એક વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમિલનાડુથી ભાગી રહેલા હિન્દીભાષી પરપ્રાંતિય શ્રમિકો સાથે સંબંધિત છે. વીડિયોમાં જોવા મળી રહેલી ટ્રેનની સામાન્ય બોગીમાં લટકીને લોકોને મુસાફરી કરતા જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમિલનાડુથી બિહાર આવી રહેલી ટ્રેનનો નજારો છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ વીડિયો પણ અગાઉના વીડિયોની જેમ ફેક નીકળ્યો, જેનો તમિલનાડુના પરપ્રાંતિય શ્રમિકોના પલાયન સાથે કોઈ સંબંધ જ નથી.
શું થઈ રહ્યું છે વાયરલ?
સોશિયલ મીડિયા યુઝર ‘Dyna mo Zams Gaming’એ વીડિયો (આર્કાઇવ લિંક)ને શેર કરીને દાવો કર્યો છે કે આ તમિલનાડુથી બિહાર પરત ફરી રહેલા પરપ્રાંતિય શ્રમિકોનો વીડિયો છે.
અન્ય બીજા યુઝર્સે આ વીડિયોને સમાન દાવાઓ સાથે શેર કર્યો છે.
તપાસ
વાયરલ વીડિયોમાં ટ્રેનની સામાન્ય બોગીઓમાં ભારે ભીડ જોઈ શકાય છે, લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરી રહ્યા છે. ઇનવિડ ટૂલની મદદથી મેળવેલી એક ફ્રેમમાં ટ્રેનની એ બોગી જોવા મળી, જેના પર ટ્રેનનું નામ ‘પલામુ એક્સપ્રેસ’ લખેલું છે.
ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ટ્રેન ઝારખંડ રાજ્યના બરકાકાના જંક્શનથી બિહારની રાજધાની પટના વચ્ચે દોડે છે.
અમારા સહયોગી દૈનિક જાગરણના પલામુના બ્યુરો ચીફ મૃત્યુંજય પાઠકે પુષ્ટિ કરતા કહ્યું કે પલામુ એક્સપ્રેસ બિહારથી તમિલનાડુ વચ્ચે નહીં, પરંતુ ઝારખંડ અને પટના વચ્ચે ચાલે છે.
અમારી તપાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી ટ્રેન તમિલનાડુથી બિહાર પરત ફરી રહેલા પરપ્રાંતિય શ્રમિકોની નથી, પરંતુ ઝારખંડથી પટના વચ્ચે દોડતી ટ્રેનની છે, જેને ખોટા દાવા સાથે તમિલનાડુ પરપ્રાંતિય શ્રમિકાના પલાયન સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે તમિલનાડુમાં ઉત્તર ભારતીય પ્રવાસી શ્રમિકો પર હુમલાના દાવા સાથે સોશિયલ મીડિયા પર ફેક અને ભ્રામક દાવાઓની સાથે અસંબંધિત વીડિયો અને તસવીરોને શેર કરવામાં આવી, જેના કારણે તમિલનાડુથી પરપ્રાંતિય શ્રમિકોની પલાયનની શરૂઆત થઈ. આવા વીડિયો અને તસવીર ફેલાવનારા લોકોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ મામલે બિહાર પોલીસે ખોટી અને ભ્રામક દાવાની સાથે ઉન્માદ ફેલાવતા વીડિયોની તપાસ કરતા ચાર લોકો વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આમાંથી એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ વચ્ચે તમિલનાડુમાં તપાસ કરવા ગયેલી ટીમ બિહાર પરત ફરી છે અને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે. ન્યૂઝ રિપોર્ટ અનુસાર અનુસાર, ટીમે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં ફરતા 7 વીડિયોની સાથે સમાચાર અને મેસેજ બિહારના પરપ્રાંતિય શ્રમિકોના મોબાઈલ ફોન પર મળી આવ્યા હતા, જે ભ્રામક હોવાનું જણાયું હતું.
આ મામલે તમિલનાડુ પોલીસે પણ સતત કાર્યવાહી કરતા એવા લોકોની ઓળખ અને ધરપકડ કરી છે, જેમણે ફેક અને ભ્રામક દાવાની સાથે વીડિયો અને તસવીરોને શેર કરી.
તાજેતરમાં દક્ષિણ ભારતમાં હિન્દીભાષી પરપ્રાંતિય શ્રમિકોની સાથે ટ્રેનમાં મારપીટનો એક વીડિયો સામે આવ્યો હતો અને પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તમિલનાડુમાં હિન્દીભાષી શ્રમિકો સાથે થયેલી હિંસાના દાવા સાથે ઘણા વીડિયો અને તસવીરોને ભ્રામક અને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી, જેના કારણે પરપ્રાંતિય શ્રમિકોએ પલાયન શરૂ થયું. વિશ્વાસ ન્યૂઝની વેબસાઇટ અને સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આનાથી સંબંધિત ફેક્ટ ચેક રિપોર્ટ્સને જોઈ અને વાંચી શકાય છે.
વાયરલ વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરને ફેસબુક પર 150થી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: તમિલનાડુમાંથી હિન્દીભાષી પરપ્રાંતિય મજૂરોના પલાયનના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો પલામુ એક્સપ્રેસનો છે, જે ઝારખંડના બરકાકાનાથી બિહારની રાજધાની પટના વચ્ચે દોડે છે. આ વીડિયોને ખોટા દાવા સાથે તમિલનાડુ સાથે જોડીને વાયરલ કરવામાં આવ્યો છે.
- Claim Review : તમિલનાડુથી બિહાર પરત ફરી રહેલા મજૂરોનો વીડિયો
- Claimed By : FB User-Dynamo Zams Gaming
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.