Fact Check: માનસિક બીમારીથી પીડિત દીપડાનો વીડિયો ખોટા દાવાની સાથે વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. દીપડાએ કાચા દારૂની ભઠ્ઠીમાંથી દારૂ પીધો હોવાના દાવાની સાથે વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. મગજની બીમારીથી પીડિત દીપડાનો વાયરલ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
- By: Ashish Maharishi
- Published: Sep 12, 2023 at 11:42 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દીપડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો દીપડા સાથે જોવા મળી રહ્યા છે. તો દીપડાને પણ ધીમે-ધીમે ચાલતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો તારાગઢ ગામનો છે. ત્યાં દીપડાએ કાંચી દારૂની ભઠ્ઠીમાંથી દારૂ પીધો હતો. જેના કારણે તેની આવી હાલત થઈ ગઈ. આ વીડિયો યુટ્યુબ શોર્ટ્સ પર પણ ઘણો વાયરલ થયો છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. વાસ્તવમાં આ વીડિયો મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાનો છે. આ દીપડો માનસિક બિમારીના કારણે આવું કૃત્ય કરતો હતો.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર સોનુ સિંહે 4 સપ્ટેમ્બરના રોજ એક વીડિયોને પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરીને દાવો કર્યો કે, “ગાંવ તારાગઢ મે તેંદુઆ કચ્ચી શરાબ કી ભટ્ટી સે દારૂ પી ગયા ઓર ભૂલ ગયા કી વો શેર હૈ. ઓર આદમી શરાબ પી કર ચીતા બન જાતા હૈ.”
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોના ઓરિજનલ સ્ત્રોતને શોધવા માટે રિવર્સ ઇમેજ સર્ચની મદદ લીધી હતી. સૌથી પહેલા ઇનવિડ ટૂલની મદદથી વીડિયોમાંથી ઘણી કીફ્રેમ્સ કાઢવામાં આવી હતી, પછી તેને સર્ચ કરવામાં આવી.
સર્ચ દરમિયાન અમને તેના જેવા વીડિયો ઘણી ન્યૂઝ વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ થયેલા મળ્યા. આ વીડિયો રિપબ્લિક ભારત નામની ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો મળ્યો, જેને 30 ઓગસ્ટે શેર કરવામાં આવ્યો હતો.
અહીં આપવામાં આવેલી જાણકારી મુજબ, “મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં ગ્રામજનોએ એક દીપડાને ઘેરી લીધો અને તેની સાથે રમવા લાગ્યા. આવો શાંત દીપડો તમે ભાગ્યે જ જોયો હશે. આ મામલો દેવાસ જિલ્લાના તોનખુર્દ તાલુકાના પીપલરાવન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં એક બીમાર દીપડા સાથે સેલ્ફી લેવા લોકોની ભીડ જામી હતી.”
સર્ચ દરમિયાન Naiduniya.com પર એક સમાચાર પણ મળ્યા. 4 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, “દેવાસના ઇકલેરા ગામમાં મળેલા બીમાર દીપડામાં કેનાઇન ડિસ્ટેમ્પર ઇન્ફેક્શનની પુષ્ટિ થયા બાદ ઇન્દોરના કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની ચિંતા વધી ગઈ છે. બાકીના પ્રાણીઓને સંક્રમણથી બચાવવા માટે દીપડાને પ્રાણી સંગ્રહાલયમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો. રવિવારે દેવાસ વન વિભાગની ટીમ દીપડાને લઈ ગઈ હતી. હવે દીપડાને એવી જગ્યાએ રાખવામાં આવશે જ્યાં અન્ય વન્ય પ્રાણીઓ તેના સંપર્કમાં ન આવે. વન અધિકારીઓએ સોનાકછ જંગલ વિસ્તારને આઇસોલેશન માટે વધુ સારો ગણાવ્યો છે, જ્યાં પશુચિકિત્સકો અને વનકર્મીઓ તેની દેખરેખ રાખી શકે છે. લોહી, લાળ, મળ અને પેશાબના મેડિકલ રિપોર્ટમાં દીપડો કેનાઈન ડિસ્ટેમ્પરથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ વાયરસે મગજ પર ઘણી અસર કરી. ન્યુરોલોજિકલ ડિસઓર્ડરને કારણે દીપડાએ તેનો આક્રમક સ્વભાવ અને યાદશક્તિ ગુમાવી દીધી છે.” આ સમાચાર અહીં વાંચો.
સોશિયલ મીડિયા અમને આ વીડિયો NDTVના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર શેર થયેલો મળ્યો, જેમાં વીડિયો વિશે માહિતી આપવામાં આવી છે. આ પોસ્ટ 30 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવી હતી.
તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે ઈન્દોર ઝૂના ઈન્ચાર્જ ઉત્તમ યાદવ સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે, “વાયરલ પોસ્ટ ખોટી છે. આ વીડિયો દેવાસના ઇકલેરા ગામનો છે. આ દીપડો કેનાઇન ડિસ્ટેમ્પરથી સંક્રમિત છે. આ એક વાયરલ બીમારી છે અને આ બીમારીના વાયરસે દીપડાના મગજને અસર કરી છે. ન્યુરોલોજીકલ ડિસઓર્ડરને કારણે તે આક્રમકતાને ભૂલી ગયો છે. તેથી જ દીપડાએ ગ્રામજનો પર હુમલો કર્યો ન હતો.”
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.