ફેક્ટ ચેક : કેજરીવાલના રોડ શોમાં પીએમ મોદીનો માસ્ક પહેરેલો વીડિયો 2022ની ગુજરાત ચૂંટણી સાથે સંબંધિત નથી

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પડઘમ વાગી રહ્યા છે. તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે અને જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે હાલમાં એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા 10 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલની રેલીમાં એક સમર્થક પીએમ મોદીનો માસ્ક પહેરેલો જોવા મળે છે. વીડિયો શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે વાયરલ વીડિયો ગુજરાતમાં કેજરીવાલના રોડ શોનો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયોનો 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. તે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં વાયરલ થયો હતો.

શું છે વાયરલ પોસ્ટમાં ?

ફેસબુક યુઝર આર કે ગુપ્તા (આર્કાઇવ લિંક)એ 13 ઓક્ટોબરના રોજ વીડિયો શેર કરતી વખતે લખ્યું, Meanwhile people of Gujarat in Kejriwal’s roadshow be like

તપાસ

વાયરલ વીડિયો પર ‘આકાશ સાગર’ નામ લખેલું છે. અમે સૌથી પહેલા આકાશ સાગરની ફેસબુક પ્રોફાઈલ તપાસી. આ વાયરલ ક્લિપ ધરાવતો વીડિયો 8 એપ્રિલ 2020ના રોજ કેટલાક અન્ય વીડિયો ઉમેરીને પોસ્ટ કરવામાં આવ્યો છે. મતલબ કે આ હમણાંનો વીડિયો નથી.

આ વીડિયો આકાશના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ જોઈ શકાય છે. તે 26 જાન્યુઆરી 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. તેમાં ચૂંટણીનું હેશટેગ છે.

આ વીડિયોનું સત્ય જાણવા માટે કીવર્ડ્સ સાથે Google પર ઓપન સર્ચ કરવાથી અમને 28 જાન્યુઆરી, 2020 ના રોજ News18 માં પ્રકાશિત થયેલા સમાચારની લિંક મળી. જેના મુજબ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની લડાઈ સોશિયલ મીડિયા પર પણ લડવામાં આવી રહી છે. હવે આ લડાઈ ટિકટોક સુધી પહોંચી ગઈ છે. ટિકટોક સ્ટાર આકાશ સાગરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં આકાશ સાગરને ‘આપ’ ચીફ અરવિંદ કેજરીવાલની રેલીમાં દર્શાવવામાં આવ્યો છે. થોડા સમય પછી તે કેજરીવાલની સામે પીએમ મોદીનું માસ્ક પહેરે છે. આ જોઈને કેજરીવાલ પણ હસવા લાગે છે.

ટાઈમ્સ નાઉ હિન્દીમાં પણ આ વીડિયો સંબંધિત સમાચાર જોઈ શકાય છે. તે ન્યૂઝ 28 જાન્યુઆરી 2020 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં તેને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 સાથે જોડવામાં આવી રહી છે.

અમે આ વિશે દિલ્હીના વરિષ્ઠ પત્રકાર અમિત શર્મા સાથે વાત કરી. તેના જણાવ્યા અનુસાર ‘દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 દરમિયાન આ વીડિયો વાયરલ થયો હતો. જ્યારે ગુજરાતની ચૂંટણીની તારીખ પણ હજુ જાહેર કરવામાં આવી નથી.

જેણે ભ્રામક દાવા સાથે વીડિયો શેર કર્યો તે યુઝર આર.કે.ગુપ્તાની પ્રોફાઈલ અમે ફેસબુક સ્કેન કરી. જેમાંથી એવું જાણવા મળ્યું કે આ વ્યક્તિ બોકારોનો રહેવાસી છે.

નિષ્કર્ષ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રેલીમાં સમર્થક દ્વારા પીએમ મોદીના માસ્ક પહેરેલા વીડિયોને ગુજરાત ચૂંટણી 2022 સાથે કોઈ લેવાદેવા નથી. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 દરમિયાન Tiktok સ્ટાર દ્વારા આ બનાવવામાં અને પોસ્ટ કરવામાં આવ્યો હતો. મતલબ કે આ વીડિયો જુનો છે હાલનો નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ