વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઈજિપ્તની સ્પોર્ટ્સ ક્લબનો છે, જેને હમાસ-ઈઝરાયલ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘણા લોકોને પેરાગ્લાઈડિંગ કરતા જોઈ શકાય છે. વીડિયોને શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ તે સમયનો છે, જ્યારે ઈઝરાયલ પર હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઈજિપ્તની સ્પોર્ટ્સ ક્લબનો છે, જેને હમાસ-ઈઝરાયલ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે.
વાયરલ વીડિયોને શેર કરીને ફેસબુક યુઝરે લખ્યું, “ખતરો મંડરાઈ રહ્યો હતો, બંદૂકોથી સજ્જ આતંકવાદીઓ મોટર ફીટેડ ગ્લાઈડર પરથી ઉતરી રહ્યા હતા પરંતુ બગીચામાં મોજ કરી રહેલા ઈઝરાયલી નાગરિકોને લાગ્યું કે આ કોઈ સ્પોર્ટ્સ ગેમ ચાલી રહી છે. તેઓ સીટી વગાડી રહ્યા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા, જ્યારે AK47માંથી ગોળીઓનો વરસાદ શરૂ થયો, ત્યારે તેઓ એક મિનિટ માટે કંઈ સમજી શક્યા નહીં. દુશ્મન તમને દેખાતો નથી પણ તે પણ તમારા માથા પર મંડરાતો હોય છે. હવે તમે પણ જશ્ન મનાવી લો.”
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
અમારી તપાસ શરૂ કરતા અમે સૌથી પહેલા વીડિયોને ધ્યાનથી જોયો. વીડિયોમાં અમને TikTok ID @eslamre1 લખેલી જોવા મળી. અમે TikTok પર આ વીડિયોને જોવા માટે VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)નો ઉપયોગ કર્યો, કારણ કે ભારત સરકારે 2020માં TikTok પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
વાયરલ વીડિયોને TikTok ID eslamre1 પર સર્ચ કરવા પર અમને આ વીડિયો એ જ યુઝર દ્વારા અપલોડ કરાયેલો મળ્યો. આ વીડિયોના સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે વાયરલ થયા બાદ આ યુઝરે તેના આઈડી પરથી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું. અહીં વીડિયોની પુષ્ટિ આપતાં જણાવવામાં આવ્યું હતું કે, “આ વીડિયો ઈજિપ્તના સશસ્ત્ર દળોનો છે, ઈઝરાયલ કે હમાસનો નથી.”
આ યુઝરે 28-30 સપ્ટેમ્બરે વાયરલ વીડિયો જેવા અન્ય વીડિયો પણ પાર્ટ 2,3,4ના નામે શેર કર્યા છે. આ વીડિયો સાથે અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો અલ-નસ્ર ક્લબનો છે.
જે બાદ અમે અમારી તપાસ આગળ વધારી અને Google પર અલ-નસ્ર ક્લબ સર્ચ કરી. ગૂગલ મેપ્સ દ્વારા અમે એ જ જગ્યાએ પહોંચ્યા જે જગ્યાનો વાયરલ વીડિયો છે.
આ વાયરલ વીડિયો ઈઝરાયલનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, તેથી તેની પુષ્ટિ કરવા માટે અમે ઈઝરાયલના દા વ્હિસલના ફેક્ટ ચેકર ઉરિયા બાર મેરનો સંપર્ક કર્યો અને તેમણે અમને જણાવ્યું કે આ વીડિયો ઈઝરાયલ પર હમાસના હુમલાનો નથી.
7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરી. ન્યૂઝ રિપોર્ટ અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 3,200 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં ઈઝરાયલના 1300 અને 1900 પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, હમાસે ગાઝામાં 120થી વધુ ઈઝરાયલીઓને બંધક બનાવ્યા છે.
ભ્રામક પોસ્ટ શેર કરનાર ફેસબુક પેજના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે ‘રાષ્ટ્રવાદી’ નામના આ પેજને નવ હજારથી વધુ લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઈજિપ્તની સ્પોર્ટ્સ ક્લબનો છે, જેને હમાસ-ઈઝરાયલ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923