X
X

Fact Check : રાજસ્થાનના મંદિરમાં આવેલા દાનના વીડિયોને રામ મંદિરનો જણાવીને કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે દાનપેટીમાંથી પૈસા એકઠા કરી રહેલા લોકોના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. હકીકતમાં વાયરલ વીડિયો રામ મંદિરનો નથી. આ વીડિયો રાજસ્થાનમાં આવેલા સાંવલિયા સેઠ મંદિરનો છે, જેને હવે યુઝર્સ ભ્રામક દાવાની સાથે સાશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

  • By: Pragya Shukla
  • Published: Jan 30, 2024 at 10:23 AM
  • Updated: Feb 6, 2024 at 05:52 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર દાનપેટીમાંથી પૈસા એકઠા કરતા કેટલાક લોકોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો રામ મંદિરનો છે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ ખોલ્યા બાદ પહેલા જ દિવસે શ્રદ્ધાળુઓએ દાનની પેટી ભરી દીધી છે. 

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે દાનપેટીમાંથી પૈસા એકઠા કરી રહેલા લોકોના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. હકીકતમાં વાયરલ વીડિયો રામ મંદિરનો નથી. આ વીડિયો રાજસ્થાનમાં આવેલા સાંવલિયા સેઠ મંદિરનો છે, જેને હવે યુઝર્સ ભ્રામક દાવાની સાથે સાશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. 

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘રવિ આર્ય’એ 25 જાન્યુઆરી 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘પહેલા જ દિવસે દાન પેટી ભરાઈ ગઈ. રામ મંદિર અયોધ્યામાં પહેલા દિવસે જ 3.17 કરોડનું દાન આવ્યું છે.’

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

https://twitter.com/i/status/1750115882242818456

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ શરૂ કર્યું. અમને આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જય શ્રી શ્યામ પર અપલોડ થયેલો મળ્યો. વીડિયોને રાજસ્થાનમાં આવેલા સાંવલિયા સેઠ મંદિરનો જણાવીને 19 જાન્યુઆરી 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો, જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થઈ હતી. તેથી એ તો સ્પષ્ટ છે કે આ વીડિયો રામ મંદિરનો નથી. 

તપાસ દરમિયાન અમને આ વીડિયો  sanwaliya_seth_1007  સહિત અન્ય ઘણા ફેસબુક એકાઉન્ટ પર 16 જાન્યુઆરી, 2024ના રોજ આ જાણકારી સાથે શેર થયેલો મળ્યો. અમને વીડિયામાં મરૂન રંગનો કુર્તા પહેરેલા દાનપેટીમાંથી પૈસા એકઠા કરી રહેલા વ્યક્તિનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળ્યું, જેમનું નામ છે નીતિન વૈષ્ણવ. નીતિન વૈષ્ણવે 16 જાન્યુઆરી, 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘શ્રી સાંવલિયા સેઠ:- આ વખતે રેકોર્ડ 12 કરોડ 69 લાખ રોકડ દાનની રકમ નીકળી.’

નીતિન વૈષ્ણવના એકાઉન્ટમાં જોવા મળ્યું કે તેમણે મંદિરના અન્ય કેટલાક વીડિયો પણ શરે કર્યા છે. તેમણે કેપ્શનમાં દરેક વીડિયોને રાજસ્થાનમાં આવેલા સાંવલિયા સેઠ મંદિરનો જણાવ્યો છે. 

અમે નીતિન વૈષ્ણવના વીડિયોની સરખામણી સાંવરિયા સેઠ મંદિરની તસવીર સાથે કરી. અમને જાણવા મળ્યું કે બંનેમાં સમાનતા છે.

પાસ દરમિયાન અમને દાવા સાથે સંબંધિત એક સમાચાર એબીપી ન્યૂઝની સત્તાવાર વેબસાઈટ પર 16 જાન્યુઆરી, 2024ના રોજ પ્રકાશિત થયેલા મળ્યા. રિપોર્ટ અનુસાર, રાજસ્થાનના સાંવલિયા સેઠ મંદિરને એક જ દિવસમાં કરોડોનું દાન મળ્યું હતું.

વધુ જાણકારી માટે અયોધ્યા દૈનિક જાગરણના સંપાદકીય પ્રભારી રામા શરણ અવસ્થીનો સંપર્ક કરવામાં આવ્યો. તેમણે અમને કહ્યું કે આ વીડિયો રામ મંદિરનો નથી.

અંતે અમે ખોટા દાવાની સાથે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. 

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે દાનપેટીમાંથી પૈસા એકઠા કરી રહેલા લોકોના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. હકીકતમાં વાયરલ વીડિયો રામ મંદિરનો નથી. આ વીડિયો રાજસ્થાનમાં આવેલા સાંવલિયા સેઠ મંદિરનો છે, જેને હવે યુઝર્સ ભ્રામક દાવાની સાથે સાશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

  • Claim Review : રામ મંદિરમાં મળેલા દાનનો વીડિયો
  • Claimed By : ફેસબુક યુઝર રવિ આર્ય
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later