X
X

Fact Check: બોલિંગ માર્કર ઉપાડતા CSKના ખેલાડી પથિરાનાનો વીડિયો ખોટા દાવાની સાથે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મથીશા પથિરાના (Matheesha Pathirana)એ નમીને ધોનીના આશીર્વાદ લીધા ન હતા, પરંતુ ત્યાં પડેલી બોલિંગ માર્કરને ઉપાડી હતી. આ વીડિયોને લોકો હવે ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની અને મથીશા પથિરાના (Matheesha Pathirana)નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે મથીશા પથિરાનાએ IPL મેચમાં બોલિંગ કરતા પહેલા પગે લાગીને ધોનીના આશીર્વાદ લીધા હતા.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મથીશા પથિરાના (Matheesha Pathirana)એ નમીને ધોનીના આશીર્વાદ લીધા ન હતા, પરંતુ ત્યાં પડેલી બોલિંગ માર્કરને ઉપાડી હતી. આ વીડિયોને લોકો હવે ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ઈન્સ્ટાગ્રામ યુઝરે વાયરલ વીડિયોને શેર કર્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે, મથીશા પથિરાના માહીને પગે લાગ્યા… જોઈ લો હાર્દિક આવા ખેલાડી છે… CSKમાં.

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે વીડિયોને ધ્યાનથી જોયો. અમને જાણવા મળ્યું કે મથીશા પથિરાનાએ નીચે નમીને કંઈક ઉપાડ્યું હતું, પરંતુ કેમેરો વચ્ચે આવી જવાને કારણે તે બરાબર દેખાતું નથી.

વીડિયોની સત્યતા જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું. અમને દાવા સાથે સંબંધિત એક વીડિયો અલગ એંગલથી લેવામાં આવેલો મળ્યો. અમને વીડિયો એક્સ યુઝર  @StanMSD (આર્કાઇવ લિંક) અને ફેસબુક યુઝર યોગરાજા વિથુ (આર્કાઇવ લિંક)ના એકાઉન્ટ્સ પર મળ્યો. યુઝરે 29 માર્ચે વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, આ તે લોકો માટે છે, જેમને લાગે છે કે મથીશા પથિરાનાએ ધોનીના આશીર્વાદ લીધા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોનીની પાસે બોલિંગ માર્કર પડેલું હતું, જેને તેમણે ઉપાડ્યું હતું.

https://twitter.com/i/status/1773581130328834365

તપાસને આગળ વધારતા અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત એક રિર્પોટ (આર્કાઇવ લિંક) ન્યૂઝ18ની ઓફિશિયલ વેબસાઈટ પર મળ્યો. આ રિર્પોટ 28 માર્ચ 2024ના રોજ પ્રકાશિત થયેલો મળ્યો. રિપોર્ટ અનુસાર, વાયરલ વીડિયો 26 માર્ચ 2024ના રોજ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો છે. મેચ દરમિયાન પથિરાના અને ધોની વાત કરી રહ્યા હતા અને તેમની પાસે બોલિંગ માર્કર પડેલું હતું. તેને ઉપાડવા માટે પથિરાના નીચે નમ્યા હતા.

અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં જુઓ.

વધુ માહિતી માટે અમે સ્પોટ્સ જર્નલિસ્ટ સૈયદ હુસૈન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. મહેન્દ્રસિંહ ધોનીની પાસે બોલિંગ માર્કર પડેલું હતું, જેને ઉપાડવા માટે મથીશા પથિરાના નીચે નમ્યા હતા.

અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના વધુ ફોલોઅર્સ નથી. યુઝર ક્રિકેટને લગતી પોસ્ટને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મથીશા પથિરાના (Matheesha Pathirana)એ નમીને ધોનીના આશીર્વાદ લીધા ન હતા, પરંતુ ત્યાં પડેલી બોલિંગ માર્કરને ઉપાડી હતી. આ વીડિયોને લોકો હવે ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later