શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના નામે બનેલા ફેક એકાઉન્ટથી કરવામાં આવેલી પોસ્ટના સ્ક્રીનશોટને યુઝર્સ અસલી એકાઉન્ટનો સમજીને શેર કરી રહ્યા છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)અમૃતસરના સુવર્ણ મંદિર (હરમંદિર સાહિબ)ના પરિસરમાં એક ફેશન ડિઝાઇનરે યોગ કર્યા બાદ વિવાદ સર્જાયો હતો. આ પછી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC)ની ફરિયાદ પર પોલીસે યુવતી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક્સ હેન્ડલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે કે હરમંદિર સાહિબમાં કોઈપણ હિન્દુ પ્રતીકવાદનું સ્વાગત નથી. કેટલાક યુઝર્સ આ પોસ્ટને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC)ની સમજીને શેર કરી રહ્યાં છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે વાયરલ સ્ક્રીનશોટ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના નામે બનાવેલા પરોડી એકાઉન્ટનો છે. તેનું યુઝર ID @SGPCAmritsar_ છે, જ્યારે SGPCના સત્તાવાર એક્સ હેન્ડલનું યુઝર ID @SGPCAmritsar છે. આ એકાઉન્ટમાંથી આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. યુઝર્સ પરોડી એકાઉન્ટમાંથી કરવામાં આવેલી પોસ્ટને અસલી SGPCની પોસ્ટ સમજીને શેર કરી રહ્યાં છે.
ફેસબુક યુઝર Deepak Kumar Dwivedi (આર્કાઇવ લિંક) એ આ સ્ક્રીનશોટને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીની પોસ્ટ માનીને શેર કર્યો છે. તેમાં શીખ અને મુસ્લિમ વ્યક્તિની તસવીરની સાથે લખ્યું છે કે, ‘અમે હિન્દુ નથી, હરી મંદિરમાં કોઈ હિન્દુ પ્રતીકવાદનું સ્વાગત નથી’
વાયરલ સ્ક્રીનશૉટની તપાસ કરવા માટે અમે આ એકાઉન્ટને ચેક કર્યું. તેનું આખું યુઝર નેમ Shiromani Gurdwara Parbandhak Committee Parody છે. તેના બાયોમાં પેરોડી એકાઉન્ટ લખેલું છે.
22 જૂને આ પેરોડી એકાઉન્ટમાંથી એક વાયરલ પોસ્ટ (આર્કાઇવ લિંક) કરવામાં આવી હતી.
આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ સ્ક્રીનશોટ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના નામે બનાવેલા પેરોડી એકાઉન્ટમાંથી કરવામાં આવેલી પોસ્ટનો છે.
આ પછી અમે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીનું સત્તાવાર એક્સ હેન્ડલ સર્ચ કર્યું. તેનું યુઝર નેમ Shiromani Gurdwara Parbandhak Committee અને યુઝર આઈડી @SGPCAmritsar છે. સપ્ટેમ્બર 2019માં બનાવેલા આ એકાઉન્ટના બાયોમાં કમિટીની વેબસાઇટની લિંક પણ આપવામાં આવી છે.
અમને આ એકાઉન્ટ પર આવી કોઈ પોસ્ટ મળી નથી.
22 જૂને આ હેન્ડલ પરથી પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી હતી કે SGPCએ હરમંદિર સાહિબ મંદિરમાં યોગ કરી રહેલી યુવતી વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી છે. આ મામલે કમિટીના અધ્યક્ષ હરજિંદર સિંહ ધામીએ ફરજમાં બેદરકારી દાખવનારા ત્રણ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
બંને એક્સ હેન્ડલને ધ્યાનથી જોતા જાણવા મળે છે કે વાયરલ સ્ક્રીનશૉટવાળા એકાઉન્ટના યુઝર નેમમાં પરોડી લખેલું છે, જ્યારે કમિટીના એક્સ હેન્ડલના યુઝર નેમમાં Shiromani Gurdwara Parbandhak Committee લખેલું છે. બંનેની યુઝર આઈડી પણ અલગ-અલગ છે.
આ અંગે અમે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી સાથે સંપર્ક કર્યો. તેમનું કહેવું છે કે, અમે આવી કોઈ પોસ્ટ શેર કરી નથી. ગુરુદ્વારામાં તમામ ધર્મના લોકો આવે છે.
તો અમૃતસરમાં દૈનિક જાગરણના રિપોર્ટર વિપિન રાણાનું કહેવું છે કે વાયરલ સ્ક્રીનશોટ AgCPCના નામે બનાવેલા પેરોડી એકાઉન્ટનો છે. તેમનું અસલી એક્સ એકાઉન્ટ અલગ છે.
અમે પેરોડી એકાઉન્ટમાંથી કરેલી પોસ્ટને અસલી સમજીને શેર કરનાર યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. રીવાનો રહેવાસી યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે.
निष्कर्ष: શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના નામે બનેલા ફેક એકાઉન્ટથી કરવામાં આવેલી પોસ્ટના સ્ક્રીનશોટને યુઝર્સ અસલી એકાઉન્ટનો સમજીને શેર કરી રહ્યા છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923