X
X

Fact Check: UNESCO રાષ્ટ્રગીતનું રેન્કિંગ નથી કરતું, ફેક દાવો વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ભારતીય રાષ્ટ્રગીતને લઈને વાયરલ થઈ રહેલો આ દાવો ખોટો છે. યુનેસ્કો કોઈપણ દેશના રાષ્ટ્રગીતને રેન્ક આપતું નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન’ (UNESCO)એ ભારતીય રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ને વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કર્યું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. યુનેસ્કોએ આવી કોઈ જાહેરાત કરી નથી. અમને જાણવા મળ્યું કે યુનેસ્કો કોઈપણ દેશના રાષ્ટ્રગીતને રેન્ક આપતું નથી.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર કંચન ગુપ્તાએ 2 ડિસેમ્બરે આ પોસ્ટ શેર કરી હતી. તેમાં લખ્યું છે, ”આપણું રાષ્ટ્રગીત- Congratulation to all of us Our national anthem ”Jana Gana Mana… ” is now declared as the BEST ANTHEM OF THE WORLD by UNESCO. Just few minutes ago. Kindly share this.  Very proud to be an INDIAN. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. … આપણું રાષ્ટ્રગીત ”જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા” વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર થયું છે, યુનેસ્કોએ તેની જાહેરાત કરી છે, એક ભારતીય હોવાનો મને ગર્વ છે…. કૃપા કરીને તમામ ભારતીયો આને શેર કરો અને આ ખુશી અને ગર્વની ક્ષણ એકબીજા સાથે શેર કરો.”

તપાસ

પોસ્ટની તપાસ કરવા માટે સૌથી પહેલા અમે સંબંધિત કીવર્ડ્સનો ઉપયોગ કરીને Google પર ઓપન સર્ચ કર્યું, પરંતુ અમને દાવા સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ ન મળ્યો.

આ પછી અમે યુનેસ્કોની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શોધવાનું શરૂ કર્યું. અહીં પણ અમને વાયરલ દાવા સંબંધિત કોઈ માહિતી ન મળી.

આ દાવો અગાઉ પણ એક વખત વાયરલ થયો હતો. ત્યારે પણ વિશ્વાસ ન્યૂઝે આ અંગે તપાસ કરી હતી. તે સમયે સત્ય જાણવા માટે અમે દિલ્હીમાં યુનેસ્કો ઓફિસનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. યુનેસ્કો રાષ્ટ્રીય ગીતોને રેન્ક આપતું નથી. આવો કોઈ સર્વે કે રેન્કિંગ અમારા દ્વારા કરવામાં આવતું નથી. 

પહેલા પણ આ દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. વિશ્વાસ ન્યૂઝની તપાસને અહીં વાંચી શકાય છે.

તપાસના છેલ્લા તબક્કામાં અમે પોસ્ટ શેર કરનાર યુઝર કંચન ગુપ્તાનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું. અમને જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરના 4 હજારથી વધુ ફ્રેન્ડ્સ છે. પ્રોફાઈલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ભારતીય રાષ્ટ્રગીતને લઈને વાયરલ થઈ રહેલો આ દાવો ખોટો છે. યુનેસ્કો કોઈપણ દેશના રાષ્ટ્રગીતને રેન્ક આપતું નથી.

  • Claim Review : Congratulation to all of us Our national anthem ''Jana Gana Mana… '' is now declared as the BEST ANTHEM OF THE WORLD by UNESCO.
  • Claimed By : ફેસબુક યુઝર Kanchan Gupta
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later