Fact Check: તુર્કીની હોટલમાં ભૂકંપનો આ વીડિયો અત્યારનો નહીં પણ જૂનો છે
- By: Umam Noor
- Published: Mar 1, 2023 at 10:24 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ પછી ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ છે, જે જૂની ઘટનાઓ સાથે જોડાયેલી છે. આ સંબંધમાં મીડિયા યુઝર્સ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક હોટલની અંદરનું દ્રશ્ય જોઈ શકાય છે, જ્યાં ભૂકંપ આવી રહ્યો છે. વીડિયો શેર કરતાની સાથે યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે આ થોડા દિવસ પહેલા તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં આવેલા ભૂકંપનો આ વીડિયો છે, જ્યારે વિશ્વાસ ન્યૂઝે વાયરલ થઈ રહેલા વીડિયોની તપાસ કરી ત્યારે તેમાં જાણવા મળ્યું કે આ વીડિયો વર્ષ 2020નો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું, ‘તુર્કીના ઈસ્તાંબુલમાં એક હોટલના CCTV ફૂટેજ, જેમાં ભૂકંપની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.’
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
તપાસ
અમારી તપાસ શરૂ કરવા માટે અમે સૌથી પહેલા વીડિયોને ઇનવિડ ટૂલમાં અપલોડ કર્યો અને કેટલીક કીફ્રેમ્સ કાઢી અને તેને Google લેન્સ દ્વારા સર્ચ કર્યું. સર્ચ કરવા પર અમને આ જ વીડિયો તુર્કીની એક વેબસાઇટ પર 31 ઓક્ટોબર, 2020ના રોજ અપલોડ મળ્યો. અહીં વીડિયોને તુર્કીના ઈઝમિરનો જાણાવવા આવ્યો હતો.
તુર્કીની એક અન્ય વેબસાઈટ પર પ્રકાશિત સમાચારમાં અમને આ જ વીડિયો મળ્યો. 31 ઓક્ટોબર, 2020ના રોજ અપલોડ કરાયેલા સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, “ઇઝમિરમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 804થી વધુ લોકો ઘાયલ થયા હતા.”
તુર્કીના BBC પત્રકાર ‘Cagil M. Kasapoglu’એ આ વિશે અમારી સાથે વાત કરતા જણાવ્યું, “ઘણી બધી ખોટી માહિતી વાયરલ થઈ રહી છે, પરંતુ સરકારની પાસે ભૂકંપની ખોટી માહિતીનો સામનો કરવા માટે હાલમાં કોઈ સમર્પિત એકમ નથી.”
ભ્રામક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરના 17,000 ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને વાયરલ થઈ રહેલા વીડિયોની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો વર્ષ 2020નો છે.
- Claim Review : તુર્કીના ઈસ્તાંબુલની એક હોટલના સીસીટીવી ફૂટેજમાં ભૂકંપની તીવ્રતા જોવા મળી રહી છે
- Claimed By : Zahid Khan Okz
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.