વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): જયપુરથી મુંબઈ જઈ રહેલી પેસેન્જર ટ્રેનમાં એક RPF કોન્સ્ટેબલે તેમના સિનિયર ASI અધિકારી અને ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટનાની વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રેન દુર્ઘટનાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભારતમાં થયેલી દુર્ઘટનાનો છે.
વિશ્વાસ ન્યૂઝે જ્યારે વાયરલ દાવાની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે
ફેસબુક યુઝર મદન દમારે વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “વધુ એક અકસ્માત થયો, ખબર નહીં કેટલા લોકોના જીવ ગયા હશે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે વીડિયોના કેટલાક ક્રી-ફ્રેમ્સ કાઢ્યા અને તેને Google રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કર્યા. આ દરમિયાન અમને આ વીડિયો સંયુક્ત આરબ અમીરાતની ન્યૂઝ ચેનલ VIXXની YouTube ચેનલ પર અપલોડ થયેલો મળ્યો. વીડિયોને 19 જુલાઈ 2023ના રોજ શેર કરવામાં આવ્યો હતો. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસાર, વીડિયો ઈન્ડોનેશિયામાં થયેલા અકસ્માતનો છે.
અન્ય વીડિયો રિપોર્ટ્સને અહીં જોઈ શકાય છે.
પ્રાપ્ત માહિતીના આધારે અમે Google પર સંબંધિત કીવર્ડ્સથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે જોડાયેલો એક રિર્પોટ ઈન્ડોનેશિયનની ન્યૂઝ વેબસાઈટ કાલ્ટિમ ટ્રિબ્યુન ન્યૂઝ પર 18 જુલાઈના રોજ પ્રકાશિત થયેલો મળ્યો. રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયાના સેમરંગ શહેરમાં આ ટ્રેન દુર્ઘટના થઈ હતી. જાલાન મદુકોરો રાયા ક્રોસિંગ, સેમરાંગ, સેન્ટ્રલ જાવામાં 112 બ્રાન્ટાસ ટ્રેન એક ટ્રકના કારણે દુર્ઘટનાનો શિકાર બની હતી.
અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં પર જોઈ શકાય છે.
કેટલાક ટ્વિટર યુઝર્સે પણ આ વીડિયોને આ જ જાણકારીની સાથે શેર કરેલો છે.
વધુ જાણકારી માટે અમે ઉત્તર રેલવેના પીઆર અમિત માલવી સાથે સંપર્ક કર્યો. અમે વાયરલ વીડિયોને તેમની સાથે શેર કર્યો. તેઓએ અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો ભારતનો નથી પરંતુ બહારનો છે.
અંતે અમે વાયરલ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના લગભગ 5000 ફ્રેન્ડ્સ છે. પ્રોફાઈલ પર અપાયેલી માહિતી અનુસાર યુઝર મધ્યપ્રદેશનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે ટ્રેન દુર્ઘટનાના વાયરલ વીડિયોને લઈને વાયરલ દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં આ વીડિયો ઈન્ડોનેશિયામાં થયેલી ટ્રેન દુર્ઘટનાનો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923