ફેક્ટ ચેકઃ ગુજરાત ચૂંટણીમાં કોલકાતાની 5 વર્ષ જૂની તસવીર ખોટા દાવા સાથે થઈ વાયરલ
- By: Ashish Maharishi
- Published: Nov 16, 2022 at 03:01 PM
નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): આ ઈન્ટરનેટના જમાનામાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયા પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક ફોટો અને વીડિયો ખોટા અને ભ્રામક દાવા સાથે પણ શેર કરવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ઉત્સાહ વચ્ચે સોશિયલ મીડિયામાં એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં લોકોની ભીડ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ તસવીર ગુજરાતની હોવાનો દાવો કરીને આમ આદમી પાર્ટીના પક્ષમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ તસવીર AAP નેતા ગોપાલ ઈટાલિયાના સુરતમાં નોમિનેશન દરમિયાનના રોડ શોની છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની હકીકત તપાસી અને જાણવા મળ્યું કે તેને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી. આ વાયરલ થઈ રહેલો ફોટ પશ્ચિમ બંગાળનો છે. આ વાયરલ પોસ્ટનો ઓરિજીનલ ફોટો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ફેસબુક પેજ પર 21 જુલાઈ, 2017ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેને ફરી હાલમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
વાયરલ પોસ્ટમાં શું છે ?
ફેસબુક યુઝર દિગ્વિજય રાયે 13 નવેમ્બરના રોજ એક તસવીર શેર કરીને તે તસવીર ગુજરાતનો હોવાનો દાવો કર્યો છે. જે પોસ્ટમાં ફોટોની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ‘ગોપાલ ઇટાલિયાએ આજે સુરતમાં રાઘવ ચઢ્ઢા સાથે ભવ્ય રોડ શો કરી નામાંકન ફાઇલ કર્યું હતું. આ તસવીર ગુજરાતની જનતાનો મિજાજ સ્પષ્ટ કહી રહી છે.
જે ફેસબુક પોસ્ટ કરવામાં આવી છે તે તમે અહિંયા જોઈ શકો છો. આ પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો.
તપાસ
આ તસવીરની તપાસ કરવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌપ્રથમ ગુગલ રિવર્સ ઈમેજ ટૂલ વડે તપાસવાનું શરૂ કર્યું. સૌથી પહેલા આ ટૂલમાં વાયરલ તસવીર અપલોડ કરીને સુરતના નામથી સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં અમને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની વેબસાઈટ પરથી ઓરિજિનલ તસવીર મળી આવી હતી. 21 જુલાઈ, 2018ના રોજ પાર્ટીની વેબસાઈટ પર પ્રકાશિત સમાચારમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે 21 જુલાઈ, 1993 ના રોજ કોલકાતાના મેયો રોડ પર પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા 13 લોકોની યાદમાં ધર્મતલ્લામાં આયોજિત શહીદ દિવસના કાર્યક્રમ માટે લાખો લોકો એકઠા થયા હતા. આ તસવીર વિશે કહેવામાં આવ્યું હતું કે તે ગત વર્ષની છે. તેના વિશે અહીં વિગતવાર વાંચો.
આ મામલે વધુ તપાસ દરમિયાન મમતા બેનર્જીના ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ ઓરિજિનલ તસવીર મળી આવી હતી. આ તસવીર 21 જુલાઇ 2017 ના રોજ પોસ્ટ કરવામાં આવેલી અન્ય ઘણી છબીઓ સાથે અપલોડ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે શહીદ દિવસના દિવસે લાખો લોકો એકઠા થયા હતા. તે અહીં જોઈ શકાય છે.
વધુ તપાસ માટે વિશ્વાસ ન્યૂઝે દૈનિક જાગરણ સુરતના સંવાદદાતા મયુર ઠક્કરનો સંપર્ક કર્યો. ગોપાલ ઈટાલિયાના નોમિનેશનની ઓરિજિનલ તસવીરો અને વીડિયો અમારી સાથે શેર કરતાં તેણે કહ્યું કે વાયરલ તસવીર ફેક છે. ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ વાયરલ થઈ રહેલી તસવરી તેના નોમિનેશનના સમયનથી નથી.
ત્યારબાદ અમે આમ આદમી પાર્ટી ગુજરાતના ફેસબુક પેજને એક્સેસ કર્યું. અહીં અમને ગોપાલ ઇટાલિયાના નોમિનેશન સાથે સંબંધિત એક વીડિયો મળી આવ્યો હતો. આ વીડિયો અને વાયરલ તસવીરમાં દેખાતા લોકોની સંખ્યામાં અને સ્થળમાં મોટો તફાવત જોઈ શકાય છે.
તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. ફેસબુક યુઝર દિગ્વિજય રાય એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ગોપાલ ઇટાલિયાના નામની વાયરલ તસવીર પશ્ચિમ બંગાળના કોલકાતાની હોવાનું જાણવા મળ્યું હતું. આ તસવીર પાંચ વર્ષ જૂની છે. જેને હાલમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
- Claim Review : આ તસવીર આપ નેતા ગોપાલ ઈટાલિયાના નોમિનેશના રોડ શોની છે.
- Claimed By : ફેસબુક યૂઝર દિગ્વિજય રાય
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.