વિશ્વાસ ન્યૂઝની તપાસમાં અટલ બિહારી વાજપેયીની ભત્રીજીના નામે વાયરલ થયેલી પોસ્ટ નકલી સાબિત થઈ. વીડિયોમાં દેખાતી મહિલાનું નામ આતિયા અલ્વી છે. તેમનો પૂર્વ પ્રધાનમંત્રી સાથે કોઈ સંબંધ નથી.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 3:43 મિનિટના આ વીડિયોમાં આ મહિલાને કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરતા સાંભળી શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાનું નામ આતિયા અલ્વી છે, જેણે એક પ્રદર્શન દરમિયાન વાયરલ વીડિયોમાં ઉલ્લેખિત વાતો કહી હતી. તેનો અટલ બિહારી વાજપેયી સાથે કોઈ સંબંધ નથી.
ફેસબુક યુઝર અરવિંદ શાહીએ 14 મેના એક વીડિયોને પોસ્ટ કરતા તેના કેપ્શનમાં લખ્યું, ”શાબાશ, માનનીય વાજપેયીજીની ભત્રીજીએ આખરે તોડ્યું મૌન. જાણો શું કહ્યું.”
વાયરલ પોસ્ટની કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેના આર્કાઈવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટ વિશે જાણવા માટે સૌથી પહેલા તેને ધ્યાનથી જોઈ. વીડિયોની ઉપર Source: HNP ન્યૂઝ લખેલું જોવા મળ્યું. આ ક્લૂના આધારે અમે યૂટ્યૂબ પર આ નામની ચેનલ સર્ચ કરી. અમને HNP News નામની એક યૂટ્યૂબ ચેનલ મળી. અહીં સર્ચ કરવા પર અમને ઓરિજિનલ વીડિયો મળ્યો, જેમાંથી એડિટ કરીને વાયરલ ક્લિપ તૈયાર કરવામાં આવી છે. અસલી વીડિયો 3 જાન્યુઆરી 2020ના રોજ અપલોડ કરીને લખવામાં આવ્યું છે કે, “બાપ રે! NRC, CAA પર અમિત શાહને શું ધોયા કસમથી? PM MODI || CM YOGI || RAVISH KUMAR || NPR News|”
અમે આખો વીડિયો ધ્યાનથી જોયો. તેમાં ક્યાંય પણ એવું લખવામાં નથી આવ્યું કે આ મહિલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અથવા તેમના કોઈ સંબંધી છે. આ મહિલાનું નામ અતિયા અલ્વી છે.
તપાસને આગળ વધારતા વાયરલ વીડિયોના સ્ક્રીનશોટને ગૂગલ લેન્સ પર અપલોડ કરીને સર્ચ કર્યો. અમને એક ફેસબુક પોસ્ટ મળી. આમાં વાયરલ વીડિયોના સ્ક્રીનશોટનો ઉપયોગ કરતા અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે,“This is exactly how fake news spreads. Read the caption below. I so badly wish it was true but it isn’t. She is my humble sister. Atiya Alvi Siddiqui.” આનું ગુજરાતી અનુવાદ થાય છે, આ રીતે જ ફેક ન્યૂઝ ફેલાય છે. નીચેનું કેપ્શન વાંચો. હું ઈચ્છું છું કે આ સાચું હોય, પરંતુ આવું નથી. આ મહિલા મારી બહેન છે. આતિયા અલ્વી સિદ્દીકી.” આ પોસ્ટ નાઝિયા અલ્વી રહેમાન નામના યુઝરે કરી હતી.
નાઝિયાએ તેમની પોસ્ટમાં તેમની બહેન આતિયા અલ્વીને પણ ટેગ કર્યું. જેના આધારે વિશ્વાસ ન્યૂઝે અગાઉની તપાસ દરમિયાન તેમનો સંપર્ક કર્યો હતો. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેઓ અટલ બિહારી વાજપેયીની ભત્રીજી નથી. વીડિયો દિલ્હીના મંડી હાઉસમાં CAAના વિરોધ થયેલા પ્રોટેક્ટ વખતનો છે.
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીના ભત્રીજીનું નામ કરુણા શુક્લા હતું. કરુણા શુક્લા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના મોટા ભાઈ અવધ બિહારી વાજપેયીની દીકરી હતા. તેમનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં 1 ઓગસ્ટ, 1950ના રોજ થયો હતો. 26 જુલાઈ 2021ની મોડી રાત્રે તેમનું નિધન થઈ ગયું હતું.
અગાઉની તપાસને વિગતવાર અહીં વાંચી શકાય છે.
તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. યુઝરે આ એકાઉન્ટ જુલાઈ 2017માં બનાવ્યું હતું. આ એકાઉન્ટને ચાર હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ યુઝર બિહારના હાજીપુરનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં અટલ બિહારી વાજપેયીની ભત્રીજીના નામે વાયરલ થયેલી પોસ્ટ નકલી સાબિત થઈ. વીડિયોમાં દેખાતી મહિલાનું નામ આતિયા અલ્વી છે. તેમનો પૂર્વ પ્રધાનમંત્રી સાથે કોઈ સંબંધ નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923