X
X

Fact Check: રસ્તાની બાજુમાં ઉગાડવામાં આવેલા વૃક્ષોને વરસાદની વચ્ચે પાણી આપતા ટેન્કરનો વીડિયો જૂનો છે

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): દિલ્હીમાં લોકો વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં આવેલા પૂરના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વરસાદની વચ્ચે ટેન્કર રસ્તાની બાજુમાં ઉગાડવામાં આવેલા વૃક્ષોને પાણી આપતું જોવા મળી રહ્યું છે. કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા યુઝર્સ આ વીડિયોને તાજેતરનો જણાવીને શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો તાજેતરનો નથી. વીડિયો સપ્ટેમ્બર 2022નો છે, જેને હવે ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘નવીન ડાગરે‘ 17 જુલાઈના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ભારે વરસાદમાં કેજરીવાલ સરકારનું દિલ્હી જળ બોર્ડ વૃક્ષોને આપી રહ્યું છે પાણી, કોણ કહે છે કે અરવિંદ કેજરીવાલ કામ નથી કરતા?”

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને આ વીડિયો અનુજ નામના ટ્વિટર યુઝરના એકાઉન્ટ પર મળ્યો. વીડિયોને 23 સપ્ટેમ્બર 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો.

ફેસબુક પર પણ ઘણા યુઝર્સે આ વીડિયોને સપ્ટેમ્બર 2022માં શેર કરેલો છે.

તપાસ દરમિયાન અમને આ વીડિયો ભારતીય જનતા પાર્ટી દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર પણ મળ્યો. વીડિયોને 24 સપ્ટેમ્બર 2022ના રોજ આ જ જાણકારીની સાથે શેર કરવામાં આવ્યો હતો.

વધુ માહિતી માટે અમે દિલ્હી દૈનિક જાગરણના ચીફ રિપોર્ટર વીકે શુક્લા સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે વાયરલ વીડિયો ઘણો જૂનો છે. પહેલા પણ આ વીડિયો આ જ દાવાની સાથે વાયરલ થઈ ચૂક્યો છે.

અંતે અમે વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 996 લોકો ફોલો કરે છે અને યુઝરના લગભગ 5000 ફ્રેન્ડ્સ છે. યુઝર નવેમ્બર 2015થી ફેસબુક પર એક્ટિવ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રસ્તાની બાજુના વૃક્ષોને પાણી આપતા ટેન્કરનો વાયરલ વીડિયો તાજેતરનો નથી. વીડિયો સપ્ટેમ્બર 2022નો છે, જેને હવે ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ભારે વરસાદમાં દિલ્હી જળ બોર્ડનું એક ટેન્કર રસ્તાની બાજુમાં ઉગેલા વૃક્ષોને આપી રહ્યું છે પાણી
  • Claimed By : ફેસબુક યુઝર 'નવીન ડાગર'
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later